CRIME: અમરેલી SOGના PSIશ્રી મોરીએ બોલાવ્યો સપાટો/ધારીના છતડીયામા જુગારીઓ પર ત્રાટકી 38 હજાર સાથે 7ને ઝડપી લીધા.

Share this:

CRIME: અમરેલી SOGના PSIશ્રી મોરીએ બોલાવ્યો સપાટો/ધારીના છતડીયામા જુગારીઓ પર ત્રાટકી 38 હજાર સાથે 7ને ઝડપી લીધા.

અમરેલી, 8/8/20
ANO ન્યુજ

ઘારી પો.સ્ટે., વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા ૭ (સાત) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂા.૩૮,૧૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને સદંત્તર દુર સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ તા.૦૭/૦૮/૨૦૨૦ નાં ઘારી પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, ઘારી તાલુકાનાં ’’છતડીયા ગામે રહેતા રામજીભાઇ જીવરાજભાઇ રવોદરાના રહેણાંક મકાનના ડેલાની સામે ખુલ્લી બજારમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમે છે” તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સાત ઈસમોને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો
1️⃣જયસુખભાઇ પાંચાભાઇ રવોદરા, ઉવ.૩૭, ધંધો-મજુરી, રહે.છતડીયા, તા.ધારી, જી.અમરેલી.
2️⃣દીલુભાઇ ખોડભાઇ ધાખડા, ઉવ.૫૩, ધંધો-ખેતી રહે.માણાવાવ, તા.ધારી, જી.અમરેલી.
3️⃣વિજયભાઇ મનુભાઇ રવોદરા, ઉવ.૨૬, ધંધો-મજુરી, રહે.છતડીયા, તા.ધારી, જી.અમરેલી.
4️⃣બાબુભાઇ જીવરાજભાઇ રવોદરા, ઉવ.૫૦, ધંધો-મજુરી, રહે.છતડીયા, તા.ધારી, જી.અમરેલી.
5️⃣રાજેશભાઇ બચુભાઇ જાળેરા, ઉવ. ૩૫, ધંધો-મજુરી, રહે.છતડીયા, તા.ધારી, જી.અમરેલી.
6️⃣કનુભાઇ ભુપતભાઇ નગવાડીયા, ઉવ.૨૮, ધંધો-મજુરી, રહે.છતડીયા, તા.ધારી, જી.અમરેલી.
7️⃣જયંતીભાઇ પાંચાભાઇ રવોદરા, ઉવ.૬૦, ધંધો-મજુરી, રહે.છતડીયા, તા.ધારી, જી.અમરેલી.

પકડાયેલ મુદામાલઃ-
મજકુર પકડાયેલ સાતેય ઇસમો ઘારી તાલુકાના ’’છતડીયા ગામે રહેતા રામજીભાઇ જીવરાજભાઇ રવોદરાના રહેણાંક મકાનના ડેલાની સામે ખુલ્લી બજારમાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂા.૨૨,૧૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪, કિ.રૂા.૧૬,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- એમ કુલ કિ.રૂા.૩૮,૧૪૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ સાતેય ઈસમો વિરૂધ્ધ ઘારી પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ SOG અમરેલીનાં PSI શ્રી એમ.એ.મોરી* તથા એસ.ઓ.જી.ટીમ ને શ્રાવણીયો જુગાર રમતા સાત ઈસમો ને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI: અમરેલીમા આજે કોવિડ 19 ના વધુ 15 પોઝિટીવ કેસ/કુલ આંક 587/આરોગ્ય વિભાગ દ્વારા કાયૅવાહી હાથ ધરાઈ.

Sat Aug 8 , 2020
Share this: CRIME: અમરેલી SOGના PSIશ્રી મોરીએ બોલાવ્યો સપાટો/ધારીના છતડીયામા જુગારીઓ પર ત્રાટકી 38 હજાર સાથે 7ને ઝડપી લીધા. અમરેલી, 8/8/20 ANO ન્યુજ ઘારી પો.સ્ટે., વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા ૭ (સાત) ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિ.રૂા.૩૮,૧૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત […]

You May Like

Breaking News