CRIME: સા.કુંડલા રૂરલ પોલીસનો ભેંકરા ગામે જુગાર પર દરોડો/લેડી સિંઘમ PSI ડોડીયાએ 45750 રૂ.ના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા.

Share this:

CRIME: સા.કુંડલા રૂરલ પોલીસનો ભેંકરા ગામે જુગાર પર દરોડો/લેડી સિંઘમ PSI ડોડીયાએ 45750 રૂ.ના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા.

અમરેલી, 13/8/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામે ગણેશગઢ જવાના જુના કેડે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ ૪૫૭૭૦/-સહિત કુલ કિં.રૂ.૬૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચોધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ તથા પ્રો.નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ નાઓના માર્ગદર્શન અન્વયે આજ રોજ સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામે ગણેશગઢ જવાના જુના કેડે ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . શ્રી.એ.પી.ડોડીયા સાહેબ નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા પાંચ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) રમેશભાઇ ગીગાભાઇ વાળા ઉ.વ.૩૫ ધંધો.ખેતી રહે. ભેકરા તા.સા.કુંડલા જી.અમરેલી વિગેરે ૦૫ ઇસમો

પકડાયેલ મુદામાલ:-
કુલ રોકડા રૂપીયા ૪૫,૭૭૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨ તથા મોબાઇલ ફોન નંગ-૪ જેની કુલ કિ.રૂ.૧૫,૫૦૦/-મળી કુલ કિ.રૂ.૬૧,૨૭૦/-ના મુદ્દામાલ

આ કામગીરી લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: તાલુકા પોલીસ ટીમે સા.કુંડલાના બોરાળા ગામે ત્રાટકી 7 શખ્સો સાથે રૂ.34 હજારના મુદ્દામાલ ઝબ્બે કયોૅ.

Thu Aug 13 , 2020
Share this: CRIME: સા.કુંડલા રૂરલ પોલીસનો ભેંકરા ગામે જુગાર પર દરોડો/લેડી સિંઘમ PSI ડોડીયાએ 45750 રૂ.ના મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા. અમરેલી, 13/8/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામે ગણેશગઢ જવાના જુના કેડે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ ૪૫૭૭૦/-સહિત કુલ કિં.રૂ.૬૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા […]

You May Like

Breaking News