CRIME:સા.કુંડલાના ઓળીયા ગામે જુગારીઓ Dysp કોડીયાતર,લેડી સિંઘમ PSI ડોડીયા, PSI જાડેજાનો કાફલો ત્રાટક્યો/6 શખ્સોને 38 હજારની મતા સાથે પકડી પાડ્યા.

Share this:

CRIME:સા.કુંડલાના ઓળીયા ગામે જુગારીઓ Dysp કોડીયાતર,લેડી સિંઘમ PSI ડોડીયા, PSI જાડેજાનો કાફલો ત્રાટક્યો/6 શખ્સોને 38 હજારની મતા સાથે પકડી પાડ્યા.

અમરેલી, 13/8/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે જુની પ્રાથમીક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ ૨૨,૫૦૦/-સહિત કુલ કિં.રૂ.૩૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજ રોજ સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે જુની પ્રાથમીક શાળા પાસે ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે શ્રી કે.જે.ચોધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પ્રો.નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ . શ્રી.એ.પી.ડોડીયા સાહેબ તથા પોલીસ.સબ.ઈન્સ શ્રી જી.જી.જાડેજા સાહેબ નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) અનકભાઇ રાણીંગભાઇ પટગીર ઉ.વ.૫૦ ધંધો.ખેતીકામ રહે. ઓળીયા તા.સા.કુંડલા જી.અમરેલી
(૨) પ્રવિણભાઇ છનાભાઇ સોલંકી ઉ.વ. ૪૮ ધંધો.મજુરીકામ રહે. ઓળીયા તા.સા.કુંડલા જી.અમરેલી
(૩) સુરેશભાઇ રામભાઇ ખાચર ઉ.વ.૪૨ ધંધો.ખેતીકામ રહે.સા.કુંડલા ઠે.ગાંધીચોક તા.સા.કુંડલા જી.અમરેલી
(૪) લખનભાઇ મેઘાભાઇ બગડા ઉ.વ.૩૫ ધંધો.ખેતીકામ રહે.ઓળીયા તા.સા.કુંડલા જી.અમરેલી
(૫) અજયભાઇ અશોકભાઇ સોલંકી ઉ.વ.૨૨ ધંધો.મજુરીકામ રહે.ઓળીયા તા.સા.કુંડલા જી.અમરેલી
(૬) દિનેશભાઇ વાઘાભાઇ ચુડાસમા ઉ.વ.૩૫ ધંધો.ખેતીકામ રહે. કેરાળા તા.સા.કુંડલા જી.અમરેલી

પકડાયેલ મુદામાલ:-
કુલ રૂપીયા ૨૨,૫૦૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨ તથા મોબાઇલ ફોન નંગ – ૦૫ કિ.રૂ.૧૬,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૩૮,૫૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી શ્રી કે.જે.ચોધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ તથા પ્રો.નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ એ.પી.ડોડીયા સાહેબ તથા પોલીસ સબ ઈન્સ જી.જી.જાડેજા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME:અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સા.કુંડલા ડીવીઝન.

Thu Aug 13 , 2020
Share this: CRIME:સા.કુંડલાના ઓળીયા ગામે જુગારીઓ Dysp કોડીયાતર,લેડી સિંઘમ PSI ડોડીયા, PSI જાડેજાનો કાફલો ત્રાટક્યો/6 શખ્સોને 38 હજારની મતા સાથે પકડી પાડ્યા. અમરેલી, 13/8/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે જુની પ્રાથમીક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ ૨૨,૫૦૦/-સહિત કુલ કિં.રૂ.૩૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા […]

Breaking News