CRIME:અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સા.કુંડલા ડીવીઝન.

Share this:

CRIME:અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સા.કુંડલા ડીવીઝન.

અમરેલી,13/8/20
ANO ન્યુજ

મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૬/૦૮/૨૦૨૦ થી તા.૨૦/૦૮/૨૦૨૦ સુધીની ૦ થી ૧૮ વયના ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનારને શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલી* નાઓએ ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગ બનનાર તથા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.કુંડલા વિભાગ-સા.કુંડલા નાઓએ સ્પેશ્યલ સ્કવોર્ડ ની રચના કરેલ હોય તેઓશ્રી ના સીધા માર્ગદર્શન નીચે ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.એચ.એચ. સેગલીયા તથા એ.એસ.આઇ.હિંગરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા પો.કોન્સ.યુવરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ.રણધીરભાઇ વાળા તથા પો.કોન્સ.મીતેષભાઇ વાળા તથા બ્રીજરાજસિંહ વાળા તથા મહિલા પો.કોન્સ.કિરણબેન બોરીચા એ રીતેનાઓની ટીમ દ્રારા સા.કુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.રજી નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૫૧૮/૨૦૨૦ IPC ૩૬૩,૩૬૬ તથા પોકસો ક.૧૮ વિ. મુજબના કામે અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે લીલીયા તાલુકાના કલ્યાણપુર ગામની સીમમાંથી શોધી કાઢેલ:-

ગુન્હાની વિગત:-* આ કામે ફરીયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાના બદ ઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપીએ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ.

પકડાયેલ આરોપી:-*
અશ્વિન ભલાભાઇ નાયકા ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે.વ્યાસડા તા.કાલોલ જી.પંચમહાલ હાલ-રહે.કલ્યાણપુર ગામની સીમ તા.મોટા લીલીયા જી.અમરેલી* વાળાને આજરોજ તા.૧૩/૦૮/૨૦૨૦ ના રોજ પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા સા.કુંડલા રૂરલ પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અમરેલીનાઓની સુચનાથી શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સા.કુંડલા વિભાગ-સા.કુંડલાનાઓના માર્ગદર્શન મુજબ સ્પેશ્યલ સ્કવોર્ડ સા.કુંડલા ડીવીઝન ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એચ.એચ.સેગલીયા નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા અપહરણ થનાર ભોગ બનનાર ને શોધી કાઢેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA: તાલુકા પંચાયતના સતાધારી યુગનો અંત/ક્ષત્રિય સમાજ પીઢ અગ્રણી બબલાભાઈ ખુમાણનો દેહ વિલય/સમાજ શોકમય.

Thu Aug 13 , 2020
Share this: CRIME:અપહરણ તથા પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ સા.કુંડલા ડીવીઝન. અમરેલી,13/8/20 ANO ન્યુજ મ્હે. પોલીસ મહાનિદેશકશ્રી અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગાંધીનગર નાઓ દ્રારા તા.૦૬/૦૮/૨૦૨૦ થી તા.૨૦/૦૮/૨૦૨૦ સુધીની ૦ થી ૧૮ વયના ગુમ થયેલ બાળકો તેમજ અપહરણ થયેલ ભોગબનનારને શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન […]

You May Like

Breaking News