SAVARKUNDLA:સુરજવડી ડેમ ઓવરફ્લો/બન્ને ગામ વચ્ચે પસાર થતી નદીમા સતત વહેતા પાણીને લીધે આંબરડી અને લુવારા ગામનો સંપકૅ કપાતા દિપકભાઈ માલાણી પહોંચ્યા ખેડુતોના વ્હારે…

Share this:

SAVARKUNDLA:સુરજવડી ડેમ ઓવરફ્લો/બન્ને ગામ વચ્ચે પસાર થતી નદીમા સતત વહેતા પાણીને લીધે આંબરડી અને લુવારા ગામનો રસ્તો બંધ/સંપર્ક કપાયો.

અમરેલી, 22/8/20
ANO ન્યુજ
સુભાષ સોલંકી દ્વારા..

સાવરકુંડલાના લુવારા- આંબરડી ગામ વચ્ચે વહેતી સુરજવડી ડેમ અતિ વરસાદના કારણે ઓવરફ્લો થતા વચ્ચે પસાર થતી નદીમા પુર જેવી સ્થિતી સજાૅતા બંને ગામ વચ્ચે રસ્તો બંધ થતાં ખેડૂતો અને આમ નાગરિકો માટે મુસીબત સમાન બન્યો છે, લુવારા ગામના ખેડૂતોને સામા કાંઠે આવેલા પોતાના જ ખેતરે જવા માટે બાઢડા અને આંબરડી થઈ ૧૭ કિલોમીટર દુર ફરીને જવું પડે છે, લુવારા ગામના લોકોને હટાણુ, મેડિકલ સારવાર કે દવા, ખાતર, બિયારણ લેવા માટે આંબરડી સાથે પરંપરાગત વ્યવહાર છે એક માત્ર એક રસ્તો પણ બંધ થતા લુવારા ગામના લોકો મુસીબતમાં મુકાયા છે, આ અસુવિધાથી પ્રભાવિત થયેલા લુવારા ગામના લોકો દ્વારા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણીને રજૂઆત કરતા શ્રી માલાણી ડેમ સાઈટ પર રૂબરૂ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા,

રૂબરૂ સ્થળની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી ત્યારે તેમની સાથે ગામના ખેડૂતો ચાંદુ નરેશભાઈ, ઉમેશભાઈ આપભાઈ, લખુભાઇ, વાડિયાભાઈ, કેશુભાઇ, બીચ્છુભાઈ,દીપકભાઈ, મનુભાઈ, કેશુભાઈ સહિત નાગરિકોને ખેડૂતો સાથે રહ્યા હતા.દિપકભાઈએ જણાવેલ કે આ સમસ્યાનો એક માત્ર ઉપાય એ છે કે સિંચાઈ વિભાગ તરફથી આ નદી પર માઈનોર બ્રિજ બાંધવામા આવે એજ એકમાત્ર ઉકેલ છે.

તેને લઈ માકેૅટયાડૅના ચેરમેન દિપકભાઈ માલાણીએ લુવારા- આંબરડી વચ્ચે વહેતી નદી ઉપર માઈનોર બ્રીજ બાંધવા રજુઆત કરેલ હોવાનુ શ્રી દિપકભાઈ માલાણીએ જણાવ્યુ હતુ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME:સા.કુંડલા ડિવી.સ્પેશ્યલ સ્ક્વોડે અપહરણ, પોસ્કોના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢતી સ્પેશ્યલ સ્કવોર્ડ.

Sun Aug 23 , 2020
Share this: SAVARKUNDLA:સુરજવડી ડેમ ઓવરફ્લો/બન્ને ગામ વચ્ચે પસાર થતી નદીમા સતત વહેતા પાણીને લીધે આંબરડી અને લુવારા ગામનો રસ્તો બંધ/સંપર્ક કપાયો. અમરેલી, 22/8/20 ANO ન્યુજ સુભાષ સોલંકી દ્વારા.. સાવરકુંડલાના લુવારા- આંબરડી ગામ વચ્ચે વહેતી સુરજવડી ડેમ અતિ વરસાદના કારણે ઓવરફ્લો થતા વચ્ચે પસાર થતી નદીમા પુર જેવી સ્થિતી સજાૅતા બંને […]

You May Like

Breaking News