CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે ડબલ મડૅરના ફરાર આરોપીને સુરતથી દબોચી લીધો/રાજકોટ હોસ્પિ.પોલીસ જાપ્તામાથી થયો હતો ફરાર.

Share this:

CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે ડબલ મડૅરના ફરાર આરોપીને સુરતથી દબોચી લીધો/રાજકોટ હોસ્પિ.પોલીસ જાપ્તામાથી થયો હતો ફરાર.

અમરેલી, 30/8/20
ANO ન્યુજ

ડબલ મર્ડરના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ માં સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ રાજકોટ ખાતેથી પોલીસ જાપ્તા માંથી ફરાર પાકા કામના કેદીને સુરત થી પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી.

     શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા જેલમાંથી પેરોલ /ફર્લો રજા પરથી ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્‍દ્રકુમાર ધાધલ તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા મધ્‍યસ્‍થ જેલ રાજકોટના પાકા કામના કેદીને સુરતથી પકડી પાડેલ.

વિગત:- ભાવનગર ડી. ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૧૫૦/૨૦૧૦ આઇ.પી.સી.કલમ ૩૦૨, ૫૦૯ વિ. મુજબના ડબલ મર્ડરના ગુન્હાના કામે નામદાર સેસન્શ કોર્ટ ભાવનગર દ્રારા તા.૨૦/૦૩/૨૦૧૨ ના રોજ મજકુર કેદીને આજીવન કેદ તથા દંડની સજા થયેલ જે કામે મજકુર કેદી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી રાજકોટ સિવીલ હોસ્પીટલમાંથી તા.૦૪/૦૮/૨૦૨૦ ના ક.૨૨/૦૦ વાગ્યે નાસી ગયેલ હોય

*પકડાયેલ કેદી:-
*પાકા કામના કેદી નં. ૪૧૭૯૨ સુરેશભાઇ ઉર્ફે સુરો ઉર્ફે સુરીયો ઉર્ફે જોહન ધનજીભાઈ મકવાણા ઉ.વ.-૩૮ ધંધો-મજુરી રહે.- મૂળગામ- સલડી તા.મોટાલીલીયા જી.અમરેલી* વાળાને ચોક્કસ બાત્‍મી આધારે સુરત મુકામેથી પકડી પાડી હાલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ (Covid-19) સબબ નામ. ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે કેદીની અમરેલી સિવીલ હોસ્પીટલમાં તા.૨૯/૮/૨૦૨૦ ના રોજ કોરોના RT-PCR ટેસ્ટ કરાવેલ હોય અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવામાં તજવીજ કરેલ.

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા ડબલ મર્ડરના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો અને રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતેથી પોલીસ જાપ્તા માંથી ફરાર પાકા કેદીને સુરતથી પકડી  પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME:સા.કુંડલાના મોટા ઝિંઝુડા ગામે ત્રાટક્યા લેડી સિંઘમ PSIશ્રી ડોડીયા/જાહેરમા જુગાર રમતા 6 શખ્સોને 10500ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા.

Sun Aug 30 , 2020
Share this: CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વોડ ટીમે ડબલ મડૅરના ફરાર આરોપીને સુરતથી દબોચી લીધો/રાજકોટ હોસ્પિ.પોલીસ જાપ્તામાથી થયો હતો ફરાર. અમરેલી, 30/8/20 ANO ન્યુજ ડબલ મર્ડરના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલ માં સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ રાજકોટ ખાતેથી પોલીસ જાપ્તા માંથી ફરાર પાકા કામના કેદીને સુરત થી પકડી પાડતી પેરોલ ફર્લો […]

You May Like

Breaking News