CRIME:સા.કુંડલાના મોટા ઝિંઝુડા ગામે ત્રાટક્યા લેડી સિંઘમ PSIશ્રી ડોડીયા/જાહેરમા જુગાર રમતા 6 શખ્સોને 10500ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા.

Share this:

CRIME:સા.કુંડલાના મોટા ઝિંઝુડા ગામે ત્રાટક્યા લેડી સિંઘમ PSI ડોડીયા/જાહેરમા જુગાર રમતા 6 શખ્સોને 10500ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા.

અમરેલી, 30/8/20
ANO ન્યુજ

સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે વેલનાથ મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૧૦,૫૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચોધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન અન્વયે આજ રોજ સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે વેલનાથ મંદીર પાસે ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . શ્રી.એ.પી.ડોડીયા સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) પરેશભાઈ ભગવાનભાઈ ગેડીયા ઉ.વ.૩૫ ધંધો. મજુરી રહે. મોટા જીંજુડા તા.સા.કુંડલા જી.અમરેલી
(૨) મુકેશભાઈ ભગવાનભાઈ પાટડીયા ઉ.વ.૨૩ ધંધો.મજુરીકામ રહે. મોટા જીંજુડા તા.સા.કુંડલા જી.અમરેલી
(૩) અશોકભાઈ હરીભાઈ ચૌહાણ ઉ.વ.૩૦ ધંધો.હીરાકામ રહે. મોટા જીંજુડા તા.સા.કુંડલા જી.અમરેલી
(૪) ગોરધનભાઈ મનજીભાઈ પરમાર ઉ.વ.૩૭ ધંધો.મજુરી રહે. કામરોળ તા.તળાજા જી.ભાવનગર હાલ રહે. મોટા જીંજુડા તા.સા.કુંડલા જી.અમરેલી
(૫) ઓમકારભાઈ સોમગીરીભાઈ ગોસ્વામી ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.વંડા તા.સા.કુંડલા જી.અમરેલી
(૬) જયસુખભાઈ લાલજીભાઈ ચુડાસમા ઉ.વ.૩૫ ધંધો.ખેતમજુરી રહે.પીઠવડી તા.સા.કુંડલા જી.અમરેલી

પકડાયેલ મુદામાલ:-
કુલ રૂપીયા ૧૦,૫૭૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨

આ કામગીરી લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી SOG PSIશ્રી મોરીનો સપાટો/હનીટ્રેપ ટોળકીને દબોચી/ખંડણી માટે થયેલ અપહરણનો ભેદ ઉકેલાયો/મહિલા સહિત પોણા છ લાખની મતા સાથે 4 ઝબ્બે.

Mon Sep 7 , 2020
Share this: CRIME:સા.કુંડલાના મોટા ઝિંઝુડા ગામે ત્રાટક્યા લેડી સિંઘમ PSI ડોડીયા/જાહેરમા જુગાર રમતા 6 શખ્સોને 10500ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા. અમરેલી, 30/8/20 ANO ન્યુજ સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે વેલનાથ મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૧૦,૫૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. […]

You May Like

Breaking News