CRIME: અમરેલી SOG PSIશ્રી મોરીનો સપાટો/હનીટ્રેપ ટોળકીને દબોચી/ખંડણી માટે થયેલ અપહરણનો ભેદ ઉકેલાયો/મહિલા સહિત પોણા છ લાખની મતા સાથે 4 ઝબ્બે.

Share this:

CRIME: અમરેલી SOG PSIશ્રી મોરીનો સપાટો/હનીટ્રેપ ટોળકીને દબોચી/ખંડણી માટે થયેલ અપહરણનો ભેદ ઉકેલાયો/મહિલા સહિત 4 ઝબ્બે.

અમરેલી, 7/9/20
ANO ન્યુજ

અમરેલી એસઓજી ટીમે હનીટ્રેપ ટોળકીનો પદાૅફાશ કયોૅ,હનીટ્રેપમા ફસાવી, અપહરણ કરી ખંડણી માંગી,અને ધાક ધમકી આપનાર એક મહિલા સહિત ચાર શખ્સોને અમરેલીના બાબાપુર નજીકથી દબોચી લેવાયા.

ગત જુલાઈ માસમા અમરેલીના લિલીયા તાલુકાના ખાનગી શિક્ષકને મનિષા પટેલ નામની યુવતીએ મોબાઈલ વ્હોટસેપમા ચેટીંગ કરી શિક્ષકને પ્રેમજાળમા ફસાવ્યા હતા, બાદમા ફરીયાદી શિક્ષકને યુવતી મનિષા પટેલ મળવા બોલાવી મનિષા પટેલ અને તેની સાથે અજાણ્યા બે શખ્સોએ અપહરણ કરી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી ધાક ધમકી અપાઈ હતી, બદનામીના ડરથી શિક્ષકે આંગડીયા મારફત 1 લાખ 65 હજાર આપ્યા હતા, તેમ છતા ખંડણી ખોરોની માંગણી વધી જતા શિક્ષકે અમરેલી તાલુકા પોલીસમા ફરીયાદ.નોંધાવી હતી,

અમરેલીના એસપી નિલીૅપ્ત રાયે ઘટનાને ગંભીરતાથી લઈ
અમરેલી SOG ટીમના અધિકારી મહેશ મોરી દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝબ્બે કરવા ટેકનિકલ સોસિૅસ અને અલગ અલગ પાસાઓ અજમાવી કામગીરી આરંભી હતી, અમરેલી એસઓજી ટીમના અધિકારી મહેશ મોરીને ખાનગી બાતમી મળતા પીએસઆઈ મોરી સહિત ટીમ પહોંચી ગઈ અમરેલીના બાબાપુર અને તરવડા ગામની વચ્ચેથી હનીટ્રેપમા ફસાવનાર એક મહિલા સહિત ગેંગને દબોચી લેવાયા, આ ટોળકી અગાઉ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતા હતા,

અમરેલી એસઓજીએ ખંડણી માટે થયેલ અપહરણના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો, પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓને 1 લાખ 60 રોકડા તેમજ કાર,મોબાઈલ સહિત પોણા છ લાખના મુદ્દામાલ સાથે પકડી કુલ 4 શખ્સોને દબોચી લીધા હતા, આરોપી બટુક ઉફેૅ રણવીર મોણપરા, શબાના ઉફૅ હંસાબા ઉફૅ મનિષા પટેલ, જયેશ ઉફૅ ગઢવી માલવીયા, અને પ્રદિપ ઉફૅ પદુ પરમારને દબોચી લઈ કલમ 364(A), 365, 386, 384, 323, 504, 506(8), 34, અને 114 મુજબ અમરેલી તાલુકા પોલીસ મથકમા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING: સ્કૂલ ખુલવા અંગે મોટા સમાચાર/દિવાળી સુધી શરૂ થઈ થાય શાળાઓ/દિવાળ બાદ શાળા શરૂ કરવા કરાશે વિચારણા.

Mon Sep 14 , 2020
Share this: CRIME: અમરેલી SOG PSIશ્રી મોરીનો સપાટો/હનીટ્રેપ ટોળકીને દબોચી/ખંડણી માટે થયેલ અપહરણનો ભેદ ઉકેલાયો/મહિલા સહિત 4 ઝબ્બે. અમરેલી, 7/9/20 ANO ન્યુજ અમરેલી એસઓજી ટીમે હનીટ્રેપ ટોળકીનો પદાૅફાશ કયોૅ,હનીટ્રેપમા ફસાવી, અપહરણ કરી ખંડણી માંગી,અને ધાક ધમકી આપનાર એક મહિલા સહિત ચાર શખ્સોને અમરેલીના બાબાપુર નજીકથી દબોચી લેવાયા. ગત જુલાઈ માસમા […]

You May Like

Breaking News