AMRELI: અમરેલી જીલ્લામા કોરોનાની સાંકળ તોડવા સ્વયં કોરોના ટેસ્ટ કરાવીને પોતે તથા પરિવારને, અન્યોને સુરક્ષીત કરીએ/કોરોનાને અટકાવવા એક જ ઉપાય.

Share this:

AMRELI: અમરેલી જીલ્લામા કોરોનાની સાંકળ તોડવા સ્વયં કોરોના ટેસ્ટ કરાવીને પોતે તથા પરિવારને, અન્યોને સુરક્ષીત કરીએ/કોરોનાને અટકાવવા એક જ ઉપાય.

અમરેલી, 23/9/20
ANO ન્યુજ

અમરેલી જીલ્લાને કોરોના મૂક્ત કરવા હવે કોરોનાની સાંકળ તોડવી ખુબ જરૂરી છે, અને તેના દરેક નાગરિક પોતે સ્વયં કોરોના ટેસ્ટ કરાવી કોરોના સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપે તે હાલના સમયે ખૂબ જરૂરી છે.

કોરોનાનું નિદાન થતા વ્યક્તિ હોમ આઈસોલેશન થઈ પોતાના બાળકો, વડીલો, સ્નેહીઓ તથા મિત્ર વર્તુળને કોરોના સંક્રમણથી સુરક્ષીત રાખી શકે છે.ઘરમાં જો 5 વર્ષથી નાની ઉંમરના બાળકો કે 60 વર્ષથી મોટી ઉંમરના વડીલો અથવા તો કોઈ સગર્ભા સ્ત્રી હોય ત્યારે બહાર જતા વ્યક્તિએ કોરોના તપાસ કરાવવી અત્યંત જરૂરી બની રહે છે.આ શબ્દો છે અમરેલી જીલ્લાના દરેક જાગૂત નાગરિકોના.

રેપીડ એન્ટીજન ટેસ્ટમાં પોઝીટીવ આવેલ દર્દીના ઘરની બહાર પતરા લગાવવામાં આવતા નથી કે તેનું નામ પણ જાહેર કરાવામાં આવતું નથી. આમ તે વ્યક્તિની ઓળખાણ ગુપ્ત રહે છે અને તે હોમ આઈસોલેશનમાં રહીને જ કોરોનામુક્ત થઈ શકે છે. જો સૌ કોરોના ટેસ્ટ કરાવે તો આવનારા વર્ષ ૨૦૨૧માં જ કોરોના સંક્રમણને અટકાવવામાં આપણે ચોક્કસ સફળ થઈશું અને આવનાર તહેવારો ફરી એવા જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવી શકીશું.

અમરેલી કલેક્ટરશ્રી આયુષ ઓક, જી.વિકાસ અધિકારીશ્રી તેજસ પટેલ તેમજ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પટેલ, ડૉ.સીંગ દ્વારા પણ અગાઉ કોરોનાને અટકાવવા આગોતરા પગલા લઈ સુરક્ષિત રહેવા વારંવાર અપીલ કરાઈ રહી છે.

તમે કરાવેલ ટેસ્ટ માત્ર તપાસ માટે જ નહીં પરંતુ તમારા પરિવારના બાળકો તથા વડીલો માટે પણ એટલો જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે, ત્યારે આ અધિક માસમાં અમરેલી જીલ્લાવાસીઓ અધિક ટેસ્ટ કરાવે અને કોરોનામુક્ત અમરેલી બનાવવા સહયોગી બને તેવી સૌ અમરેલી જીલ્લાવાસીઓને અપીલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA: આંબરડી ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિને પુષ્પાંજલી અપૅણ કરાઈ.

Fri Sep 25 , 2020
Share this: AMRELI: અમરેલી જીલ્લામા કોરોનાની સાંકળ તોડવા સ્વયં કોરોના ટેસ્ટ કરાવીને પોતે તથા પરિવારને, અન્યોને સુરક્ષીત કરીએ/કોરોનાને અટકાવવા એક જ ઉપાય. અમરેલી, 23/9/20 ANO ન્યુજ અમરેલી જીલ્લાને કોરોના મૂક્ત કરવા હવે કોરોનાની સાંકળ તોડવી ખુબ જરૂરી છે, અને તેના દરેક નાગરિક પોતે સ્વયં કોરોના ટેસ્ટ કરાવી કોરોના સામેની લડાઇમાં […]

Breaking News