AMRELI: તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા વારંવાર આપેલ સુચનાની અવગણના કરાતા 3 દુકાનો સીલ/ટેસ્ટ કરાવવા તંત્રએ આપી હતી નોટીસ/સુપર સ્પ્રેડસૅ માટે ટેસ્ટ ફરજીયાત.

Share this:

AMRELI: તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા આપેલ સુચનાની અવગણના કરાતા 3 દુકાનો સીલ/ટેસ્ટ કરાવવા તંત્રએ આપી હતી નોટીસ/સુપર સ્પ્રેડસૅ માટે ટેસ્ટ ફરજીયાત.

અમરેલી, 27/9/20
ANO ન્યુજ

અમરેલી શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહેલ છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા કોરોના કાબુમાં લેવા શહેરના તેમજ જીલ્લાના તમામ દુકાનદારો અથવા સુપર સ્પ્રેડસૅ કે જે યેનકેન રીતે લોકોના સંપકૅમા આવતા હોય એ તમામે કોરોના ટેસ્ટ કરવા માટે તંત્રએ સૂચના આપી હતી જે અનુસંધાને મામલતદાર અને પાલિકા દ્વારા શહેરના દુકાનદારોને નોટિસ આપી હતી જેમાં ત્રણ દુકાનદારોએ ટેસ્ટ નહી કરાવી તંત્રના આદેશની અવગણના કરતા તેમની દુકાન સીલ કરવામાં આવી હતી,જયારે અન્ય ૨૦ વેપારીઓને કોરોના ટેસ્ટ કરવા નોટિસ આપેલ હતી.

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસે પોતાનો પંજો વિકરાળ રૂપે ફેલાવતા આ રોગના જિલ્લામાં રોજ ૨૫ થી ૩૦ કેસો નોંધાઈ રહયા છે અને અત્યર સુધીમાં આ આંકડો બે હજાર નજીક પહોંચેલ છે,અને ૩૨ લોકોના મૃત્યુ પણ સરકારી ચોપડે નોંધાયેલ છે,ત્યારે જિલ્લામાં દિનપ્રતિદિન વધી રહેલ કોરોના વાયરસના સંક્રમણ ને રોકવા જિલ્લા કલેકટરશ્રી આયુશ ઓક તેમજ આરોગ્ય તંત્ર દ્વારા જીલ્લા તેમજ શહેરના દરેક દુકાનદારો કે જે સુપર સ્પ્રેડસૅમા આવતા હોય તે તમામને કોરોના ટેસ્ટ કરવા તંત્રને સૂચના આપેલ હતી અને તે અંગે આજે પાલિકા અને મામલતદારના સ્ટાફ દ્વારા શહેરના ૨૦ દુકાનદારોને કોરોના ટેસ્ટ જાતેજ કરાવી લેવા નોટિસ આપેલ હતી જયારે બે દિવસ પહેલા ૨૦ જેટલા દુકાનદરોને આપેલ નોટિસ માંથી ત્રણ દુકાનદરોએ કોરોના ટેસ્ટ ના કરાવી તંત્રના આદેશને અવગણતા તંત્રએ આજે ત્રણેય વેપારીની દુકાનો સીલ કરી હતી,શહેરમાં વધી રહેલ કોરોના સંક્રમણ ને રોકવા કલેકટર દ્વારા નવતર પ્રયાશ કર્યો છે અને આ અંગે વેપારીઓ પણ સાથ સહકાર આપવો જરૂરી છે, તેમાં જ સમગ્ર સમાજની ભલાઈ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

SAVARKUNDLA: વાહનચાલકોમા આનંદો/બાઢડાથી રાજુલા હાઈવેની મરામત શરૂ/જાબાળના સરપંચ ભૂપેન્દ્રભાઈ ખુમાણની સાંસદ રજુઆત સફળ.

Sun Sep 27 , 2020
Share this: AMRELI: તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા આપેલ સુચનાની અવગણના કરાતા 3 દુકાનો સીલ/ટેસ્ટ કરાવવા તંત્રએ આપી હતી નોટીસ/સુપર સ્પ્રેડસૅ માટે ટેસ્ટ ફરજીયાત. અમરેલી, 27/9/20 ANO ન્યુજ અમરેલી શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહેલ છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા કોરોના કાબુમાં લેવા શહેરના તેમજ જીલ્લાના તમામ દુકાનદારો […]

You May Like

Breaking News