SAVARKUNDLA: વાહનચાલકોમા આનંદો/બાઢડાથી રાજુલા હાઈવેની મરામત શરૂ/જાબાળના સરપંચ ભૂપેન્દ્રભાઈ ખુમાણની સાંસદ રજુઆત સફળ.

Share this:

SAVARKUNDLA: વાહનચાલકોમા ખુશી/બાઢડાથી રાજુલા હાઈવેની મરામત શરૂ/જાબાળ સરપંચની સાંસદ રજુઆત સફળ.

અમરેલી, 27/9/20
ANO ન્યુજ

રાજુલા-સાવરકુંડલા-અમરેલીમાથી પસાર થતો પીપાવાવ – અંબાજી સ્ટેટ હાઈવે લાંબા સમયથી જ અતિ બિસ્માર હાલતમા હતો, ચોમાસા દરમિયાન આ ધોરીમાગૅ પર ફુટ ફુટ જેટલા ખાડા પડી જતા માગૅ દયનીય સ્થિતી જેવો બનતા વાહન ચાલકોને પારવાર મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલ આ સ્ટેટ હાઈવેની મરામતને લઈ સાવરકુંડલાના જાબાળ ગામના જાગૂત સરપંચ ભૂપેન્દ્રભાઈ નિમૅળભાઇ ખુમાણ દ્વારા ગત માસે સાંસદશ્રી નારણભાઈ કાછડીયાને કાયાૅલય ખાતે લેખિત તથા મૌખિક રજુઆત કરવામા આવી હતી, સાંસદશ્રી દ્વારા આ રજુઆતને ગંભીરતાથી લઈ કાયૅપાલક ઈજનેરશ્રીને આદેશ કરતા આજે 27/9/20 થી બાઢડાથી રાજુલા સુધીના 30 કિ.મી.ના અતિ બિસ્માર હાઈવેનુ રિસરફેસ તેમજ પડી ગયેલા મસમોટા ખાડાઓની મરામત શરૂ થતા વાહનચાલકોમા આશાનુ કિરણ જોવા મળી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે પીપાવાવ – અંબાજી હાઈવે નેશનલ હાઈવેને જોડતો માગૅ છે, રાજુલા, જાફરાબાદ પંથક ઔદ્યોગિક એકમોનો વિસ્તાર હોય રોજબરોજના નાના,મોટા હેવી લોડેડ વાહનોની 24 કલાક આવન જાવનથી અતિ વ્યસ્ત એવો આ હાઈવે બિસ્માર બનતા નાના મોટા અકસ્માતો પણ સજાૅઈ છે, સાવરકુંડલાથી રાજુલા વચ્ચેનુ 40 કિ.મી.નુ અંતર કાપવા માટે માત્ર 45 મિનીટ લાગે જેના બદલે હાલ આ માગૅની દયનીય સ્થિતીના કારણે સા.કુંડલાથી રાજુલા પહોંચવા માટે દોઢ કલાક જેટલો સમય લાગે છે, ખરાબ માગૅના લીધે લોકોનો સમય પણ વેડફાઈ છે ને ઉપરાંત અકસ્માતોનો મોટો ભય રહે છે, ત્યારે જાબાળ ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ ખુમાણની રજુઆતથી અતિ જરૂરી એવા આ માગૅની હાલતો મરામત શરૂ થઈ છે પરંતુ થઈ રહેલ માગૅની મરામત કેવી અને કેટલો સમય અને કાઢે છે તે જોવાનુ રહ્યુ.માગૅની મરામત શરૂ થતા લોકોમા ખુશી જોવા મળી રહી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BHAVNAGAR: જીલ્લા સહ.બેંક લિ.ની 61મી ઓનલાઈન વાષિૅક સાધારણ સભા યોજાઈ ગઈ.

Sun Sep 27 , 2020
Share this: SAVARKUNDLA: વાહનચાલકોમા ખુશી/બાઢડાથી રાજુલા હાઈવેની મરામત શરૂ/જાબાળ સરપંચની સાંસદ રજુઆત સફળ. અમરેલી, 27/9/20 ANO ન્યુજ રાજુલા-સાવરકુંડલા-અમરેલીમાથી પસાર થતો પીપાવાવ – અંબાજી સ્ટેટ હાઈવે લાંબા સમયથી જ અતિ બિસ્માર હાલતમા હતો, ચોમાસા દરમિયાન આ ધોરીમાગૅ પર ફુટ ફુટ જેટલા ખાડા પડી જતા માગૅ દયનીય સ્થિતી જેવો બનતા વાહન ચાલકોને […]

You May Like

Breaking News