CRIME: લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સાથે રૂરલ પોલીસનો સપાટો/સા.કુંડલાના ભુવા ગામે જુગાર રમતા 6 શખ્સોને 10,480ની મતા સાથે ઝડપાયા.

Share this:

CRIME: લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સાથે રૂરલ પોલીસનો સપાટો/સા.કુંડલાના ભુવા ગામે જુગાર રમતા 6 શખ્સોને 10,480ની મતા સાથે ઝડપાયા.

અમરેલી, 27/9/20
ANO ન્યુજ

સા.કુંડલા રૂરલના લેડી સિંઘમ PSIશ્રી એ.પી.ડોડીયા, PSIશ્રી જી.જી.જાડેજા સહિત પોલીસ સ્ટાફની કામગીરી.

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે રામજી મંદીરની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ કિં.રૂ.૧૦,૪૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે. ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન અન્વયે આજ રોજ સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે રામજી મંદીરની પાછળ ખુલ્લી જગ્યામા જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે. તેવી બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . શ્રી.એ.પી.ડોડીયા સાહેબ તથા પોલીસ સબ. ઇન્સ. શ્રી જી.જી. જાડેજા સાહેબ નાઓએ પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડી પાડેલ હોય જે તમામ સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો
(૧) ભરતભાઈ સાદુલભાઈ ડાંગર ઉ.વ.૨૯ ધંધો. ખેતી રહે. ભુવા તા.સા.કુંડલા જી.અમરેલી
(૨) પ્રતાપભાઈ ભનુભાઈ ડાંગર ઉ.વ. ૩૨ ધંધો. ખેતી રહે. ભુવા તા.સા.કુંડલા જી.અમરેલી
(૩) વિક્રમભાઈ નારણભાઈ યાદવ ઉ.વ.૪૫ ધંધો.વેપાર રહે. સા.કુંડલા, દેવળા ના જાપે, બટુક હનુમાનજી પાછળ તા.સા.કુંડલા જી.અમરેલી
(૪) ધીરુભાઈ જીવરાજભાઈ માનસુરીયા ઉ.વ. ૭૦ ધંધો. લુહારી કામ રહે. સા.કુંડલા, હાથસણી રોડ, મિરા પાન સેન્ટર પાસે તા.સા.કુંડલા જી.અમરેલી
(૫) હરેશભાઈ ભગુભાઈ ખાચર ઉ.વ.૩૭ ધંધો. ખેતી રહે. ખડકાળા તા.સા.કુંડલા જી.અમરેલી
(૬) રામજીભાઈ લવજીભાઈ ગોહિલ ઉ.વ.૫૫ ધંધો. મજુરી રહે. સા.કુંડલા, દેવળા ગેટ, બાર શેરી તા.સા.કુંડલા જી.અમરેલી

પકડાયેલ મુદામાલ:-
રોકડ રૂપીયા મળી કુલ રૂપીયા ૧૦,૪૮૦/- તથા ગંજી પતાના પાના નંગ- ૫૨

આ કામગીરી પોલીસ લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સાહેબ તથા PSI જી.જી.જાડેજા સાહેબ તથા હેડ કોન્સ. રમેશભાઈ મારુ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME:અમરેલી SOG ટીમે ગણતરીના કલાકોમા ફરાર આરોપીને દબોચી લીધો/સુરેન્દ્રનગર સિવીલમા કોરોના વોડૅમાથી નાસ્યો હતો આરોપી.

Tue Sep 29 , 2020
Share this: CRIME: લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા સાથે રૂરલ પોલીસનો સપાટો/સા.કુંડલાના ભુવા ગામે જુગાર રમતા 6 શખ્સોને 10,480ની મતા સાથે ઝડપાયા. અમરેલી, 27/9/20 ANO ન્યુજ સા.કુંડલા રૂરલના લેડી સિંઘમ PSIશ્રી એ.પી.ડોડીયા, PSIશ્રી જી.જી.જાડેજા સહિત પોલીસ સ્ટાફની કામગીરી. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે રામજી મંદીરની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ […]

You May Like

Breaking News