CRIME:અમરેલી SOG ટીમે ગણતરીના કલાકોમા ફરાર આરોપીને દબોચી લીધો/સુરેન્દ્રનગર સિવીલમા કોરોના વોડૅમાથી નાસ્યો હતો આરોપી.

Share this:

CRIME:અમરેલી SOG ટીમે ગણતરીના કલાકોમા ફરાર આરોપીને દબોચી લીધો/સુરેન્દ્રનગર સિવીલમા કોરોના વોડૅમાથી નાસ્યો હતો આરોપી.

અમરેલી, 29/9/20
ANO ન્યુજ

ખુનના ગુન્હામાં સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કેદી તરીકે સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતેથી ફરાર કેદીને ગણતરીની કલાકોમા પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ તથા એસ.ઓ.જી. અમરેલી.

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી ફરાર કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.શ્રી એમ.એ.મોરી સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તથા એસ.ઓ.જી. અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. ગોબરભાઇ લાપા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. સંજયભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્‍દ્રકુમાર ધાધલ તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કેદી તરીકે સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતેથી ફરાર કેદીને પકડી પાડેલ.

વિગત:-
વઢવાણ પો.સ્ટે. ફ.ગુ.ર. નં.૨૬/૨૦૧૭ આઇ.પી.સી.કલમ ૩૦૨, ૩૦૭ વિ. મુજબના હત્યાના ગુન્હાના કામે સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે હોય અને મજકુર કેદીને કોરોના પોઝીટીવ હોય જેથી સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ નર્સિગ હોમમાં કોવીડ-૧૯ સેન્ટરમાં રાખેલ હોય અને તા.૨૮/૦૯/૨૦૨૦ ના કલાક.૦૩/૪૫ વાગ્યે કેદી નાસી ગયેલ હોય.

પકડાયેલ કેદી:-
કાચા કામના કેદી રાજુભાઇ ધીરૂભાઇ ઉર્ફે છગનભાઇ માથાસુરીયા (દેવીપૂજક) ઉ.વ.-૨૦ ધંધો-મજુરી રહે.-મૂળગામ-અમરેલી ઠે.મફતીયા પરા લીલાનગર અમરેલી-સા.કુંડલા બાયપાસ પાસે તા.જી.અમરેલી હાલ-સબ જેલ સુરેન્દ્રનગર વાળાને ચોક્કસ બાત્‍મી આધારે પકડી પાડી હાલ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ (Covid-19) સબબ નામ. ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે કેદીની અમરેલી સિવીલ હોસ્પીટલમાં આજરોજ તા.૨૯/૯/૨૦૨૦ ના રોજ કોરોના ટેસ્ટ કરાવેલ હોય અને સુરેન્દ્રનગર સબ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવામાં તજવીજ કરેલ.

આમ, શ્રી નિર્લિપ્ત  રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.શ્રી એમ.એ.મોરી સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તથા એસ.ઓ.જી. અમરેલી દ્વારા ખુનના ગુન્હામાં સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કેદી તરીકે સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતેથી ફરાર કેદીને ગણતરીની કલાકોમા પકડી  પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી પેરોલ ફલોૅ સ્કવોડૅે 3 વર્ષથી ગીર સોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. ગુન્હામાં નાસતાં ફરતાં આરોપી તથા નાગ્રેશ્રી પો.સ્ટે. માંથી ગુમ થયેલ ઇસમને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી.

Tue Sep 29 , 2020
Share this: CRIME:અમરેલી SOG ટીમે ગણતરીના કલાકોમા ફરાર આરોપીને દબોચી લીધો/સુરેન્દ્રનગર સિવીલમા કોરોના વોડૅમાથી નાસ્યો હતો આરોપી. અમરેલી, 29/9/20 ANO ન્યુજ ખુનના ગુન્હામાં સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કેદી તરીકે સજા ભોગવતો સિવીલ હોસ્પીટલ સુરેન્દ્રનગર ખાતેથી ફરાર કેદીને ગણતરીની કલાકોમા પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કવોર્ડ તથા એસ.ઓ.જી. અમરેલી. શ્રી નિર્લિપ્ત રાય […]

Breaking News