CRIME: સા.કુંડલા રૂરલ PSI લેડી સિંઘમશ્રી એ.પી.ડોડીયાનો સપાટો/છેલ્લાં 7 મહિનાથી અપહરણ તથા પોકસો.ના ગુન્હામાં નાસતાં ફરતા આરોપીને ભોગબનનાર સાથે હાલોલથી શોધી કાઢ્યા.

Share this:

CRIME: સા.કુંડલા રૂરલ PSI લેડી સિંઘમશ્રી એ.પી.ડોડીયાનો સપાટો/છેલ્લાં 7 મહિનાથી અપહરણ તથા પોકસો.ના ગુન્હામાં નાસતાં ફરતા આરોપીને ભોગબનનાર સાથે હાલોલથી શોધી કાઢ્યા.

અમરેલી, 13 ઓક્ટો.20
ANO ન્યુજ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી શ્રી ના.પો.અધિ. શ્રી કે.જે ચૌધરી સાહેબ, સાવર કુંડલા વિભાગ તથા સી.પી.આઈ. શ્રી ડો.એલ.કે.જેઠવા સાહેબ ધારી સર્કલ નાઓ ના માર્ગદર્શન મુજબ સાવર કુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ શ્રી એ.પી.ડોડીયા દ્વારા ચોક્કસ બાતમી આધારે પો.સ્ટાફ દ્વારા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧ ૯૩૦ ૫૩૨ ૦૦૦ ૧૦૫/૨૦૨૦ IPC કલમ- ૩૬૩, ૩૬૬ તથા પોકસો કલમ- ૧૮ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે હાલોલ મુકામેથી પકડી પાડેલ છે.

✳️ પકડાયેલ આરોપીઃ-
➡️ સતીષભાઈ બુધાભાઇ તડવી ઉ.વ. ૨૦, ધંધો. કંપનીમાં, રહે. મૂળ ગામ- ધામનીઘોડા, તા. સંખેડા, જી . છોટા ઉદેપુર વાળો તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા સારું હસ્તગત કરેલ અને સી.પી.આઈ. સા. ધારી ને સોંપવા તજવીજ કરેલ.

આમ,શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી અપહરણ તથા પોકસો. ના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ભોગબનનાર સાથે હાલોલ ગામેથી પકડી પાડેલ છે.*

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

AMRELI:ધારી બેઠક પર ભાજપના ઉમેદવારે નોંધાવ્યુ નામાંકન/જે.વી.કાકડીયાએ ભયુૅ નામાંકન.

Tue Oct 13 , 2020
Share this: CRIME: સા.કુંડલા રૂરલ PSI લેડી સિંઘમશ્રી એ.પી.ડોડીયાનો સપાટો/છેલ્લાં 7 મહિનાથી અપહરણ તથા પોકસો.ના ગુન્હામાં નાસતાં ફરતા આરોપીને ભોગબનનાર સાથે હાલોલથી શોધી કાઢ્યા. અમરેલી, 13 ઓક્ટો.20 ANO ન્યુજ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની […]

You May Like

Breaking News