Share this:
અમરેલી, 7/1/21
ANO ન્યુજ
સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અમરેલી દ્વારા મહિલા સામખ્ય ના ૩૧ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી બદલ આરોગ્ય મેળાનું આયોજન કરાયુ.

સાવરકુંડલા ખાતે મહિલા સામખ્ય અમરેલી દ્વારા જિલ્લા સંકલન અધિકારી ઇલાબેન ગોસાઇ ના માર્ગદર્શન હેઠળ બ્લોક હેલ્થ સેન્ટર પર આરોગ્ય મેળા ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં 56 બહેનો હાજર રહી. આ તકે બ્લોક હેલ્થ સેન્ટરના અધિકારી ડો.મીણાસાહેબ તથા ડો.પારધી સર દ્વારા બહેનોને આરોગ્ય મતલબ સમજાવતા કહેવામાં આવ્યું કે શારીરિક આરોગ્યની સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે પણ માણસ સ્વસ્થ રહે ત્યારે આરોગ્ય સારું રહે આ માટે તેમણે ખૂબ જ સરસ યોગ કરાવ્યા.વ્યસન થી થતા નુકસાન વિશે પણ સમજ આપી.આ કાર્યક્રમમાં બહેનો માટે સંગીત ખુરશી રમત રમાડવામાં આવી તેમાં બહેનોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા તાલુકાના જે .આર. પી. પ્રિયદર્શની બેન પરમાર સી. આર .પી. મકવાણા કિરણ અને રેણુકા હેતલબેન તથા રાણપરીયા દ્રષ્ટિ બેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી.
