Share this:
SAVARKUNDLA:બોઘરીયાણી ખાતે અયોધ્યા મંદિર નિમાૅણ નિમિતે સંત સંમેલન યોજાયુ/દાન એકત્ર કરવા કરાયુ આહવાન.
અમરેલી, 9/1/21
ANO ન્યુજ
સાવરકુંડલા બોધરયાણી ખાતે અયોધ્યા રામમંદિર નવનિર્માણ નિમિતે સંત સંમેલન યોજાયું- રામમંદિર માં દરેક લોકો નિધિ અર્પણ કરવા સંતો એ આહવાન કર્યું.- મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા.

સાવરકુંડલા ના બોધરયાણી આશ્રમ ખાતે શ્રી રામ જન્મ નિધિ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અયોધ્યા ખાતે નવ નિર્માણ પામી રહેલા રામ મંદિર માટે આગામી દિવસો માં ધર્મપ્રેમી લોકો પાસે થી ધનરાશિ એકઠી કરી રામ મંદિર અયોધ્યા ના એકાઉન્ટ માં જમા કરાવી રામ મંદિર ના નિર્માણ માં સહભાગી થવા સંતો મહંતો અને મહા મંડલેશ્વરો દ્વારા દરેક સમાજ ના લોકો ને આહવાન કરવામાં આવ્યું હતું આ સંત સંમેલન ના અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી આત્માનંદ સરસ્વતીજી બોટાદ, પ્રમુખ સ્થાને મહામંડલેશ્વર શ્રી મસ્તરામબાપુ ઘી વાળી ખોડિયાર બોધરયાણી, મહામંડલેશ્વરશ્રી ઉદયગીરી બાપુ ધજડી, મહામંડલેશ્વર શ્રી બંસીબાપુ ગોદડીયા આશ્રમ બાઢડા, નારાયણદાસ સાહેબ કબીર ટેકરી, ઘનશ્યામદાસબાપુ રામાનંદ ગુરૂકુળ, લવજીબાપુ નેસડી, શિવચેતન બાપુ, વિષ્ણુસ્વામી ખાંભા ગુરૂકુળ, હરિનંદનસ્વામી સ્વામિનારાયણ મંદિર રાજુલા, ચેતનગીરી બાપુ રાજુલા, સરસ્વતીભારથી માતાજી વાંકુ ની ધાર વગેરે સંતો મહંતો અને મહા મંડલેશ્વરો ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે નવ નિર્માણ પામી રહેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિર માટે ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો પાસે શ્રી રામ જન્મ નિધિ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ ના સભ્યો કાર્યકરો ને ઘન રાશિ અર્પણ કરવા આહવાન કરવામાં આવ્યું હતું તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

ફોટો / રીપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી ( જર્નાલિસ્ટ ) સાવરકુંડલા.
