આજે વિશ્વ સિંહ દિવસ! અમરેલી જીલ્લામા સિંહના સંવધૅન/સંરક્ષણ માટે યોજાઈ મહારેલી, વાંચો વિશેષ અહેવાલ.

Share this:

આજે વિશ્વ સિંહ દિન! અમરેલી જીલ્લામા સિંહના સંવધૅન અને સંરક્ષણ માટે યોજાઈ મહારેલી,વાંચો વિશેષ અહેવાલ.

અમરેલી/સાવરકુંડલા, ૧૦ ઓગષ્ટ ૧૯

સુભાષ સોલંકી દ્વારા…

પત્રકારિતા સિંહ સંવધૅન ક્ષેત્રે લોક જાગૂતિના પ્રહરી બની રહ્યા છે.

અમરેલી,સાવરકુંડલા, રાજુલા, બાબરા, ખાંભા સહિત જીલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સિંહ જાગૂતિ અંગે રેલી યોજાઈ હતી.સાવરકુંડલા ખાતે વન પ્રકૂતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે તેમજ માનવ મંદિર ખાતેથી રેલી યોજાઈ હતી.

સૌરાષ્ટ્રના પ જિલ્લાના ૪૦તાલુકાની ૫૫૦૦ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ મળીને ૧૧ લાખથી વધુ લોકો જોડાયા- લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો

આજે તા. ૧૦ ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિન, ગીર વિસ્તાર જ પુરતુ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનું ગૌરવ અને આગવી ઓળખ સિંહ હોય, વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ અમરેલી, જુનાગઢ, બોટાદ, ભાવનગર,અને ગીર સોમનાથ સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે જાગૃતિ અર્થે મહારેલીઓ યોજાઇ હતી. આજ રોજ પાંચ જિલ્લામાં ૪૦ તાલુકાનાં ૫૫૦૦ શાળાનાં વિદ્યાર્થીઓ સંગાથે ૧૧ લાખથી વધુ લોકોએ ભાગ લઇ સિંહના સંરક્ષણ અને સવર્ધન માટે રેલીમાં જોડાઈ અને પ્રતિજ્ઞા લીધી હતી.આ મહાજાગૃતિ સંકલ્પની નોંધ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ,૪૦ તાલુકા જેમાં ૫૫૦૦ પ્રાથમિક શાળા, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રકૃતિપ્રેમીઓ ,ગ્રામજનો વન વિભાગના વિવિધ અધિકારી-કર્મચારીઓ એમ કુલ ૧૧ લાખથી વધુ લોકો જોડાયા હતા. જે અન્વયે લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રોવીઝનલ સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.
મુખ્ય વન સંરક્ષક શ્રી ડી ટી વસાવડા એ જણાવ્યું હતું કે લોકજાગૃતિ માટે આજના બાળકો જે ભવિષ્યના નાગરિક છે તેઓ સિંહ, ગીર, ગીર વનસ્પતિ, વન્ય જીવો અને આપણા જીવન સાથે સિંહ કેવી રીતે અને ક્યાં જોડાયેલ છે તે વિષે જાણે તે જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે સિંહનું પૂજન કરીએ તો સિંહનું સંરક્ષણ અને સંવર્ધન આપોઆપ થઇ જશે. ગુજરાત સરકારશ્રી દ્વારા વન્ય જીવો માટે અનેક સવલતો પણ કરવામાં આવી છે વન્યજીવોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ સેવા, સિંહોને રેડિયો કોલર લગાડવામાં આવેલ, તથા તથા હાઈટેક ટેકનોલોજી વડે મોનીટરીંગ કરવામાં આવે છે.
કાર્યક્રમનાં પ્રારંભે નાયબ વન સંરક્ષક શ્રી ડો.મોહન રામે આમંત્રીતોને આવકારી વિશ્વ સિંહ દિવસની ઉજવણીની વિગતો આપ્તા જણાવ્યુ હતુ કે સિંહોના જતન અને સંવર્ધન માટે માત્ર વનવિભાગ જ નહીં પણ આમ જનતાનો પણ એટલોજ સહકાર છે. આ પ્રસંગે માધ્યમ કર્મીઓને બીરદાવતા ડો. રામે જણાવ્યુ હતુ કે સૈારાષ્ટ્રની પત્રકારીતા સિંહ સંવર્ધન ક્ષેત્રે લોકજાગૃતિનાં પ્રહરી બની રહ્યા છે.સિંહ સંવર્ધનમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ સ્વંયમસેવી સંસ્થાઓ પણ ભાગ લઇ રહી છે.ડો. રામે ઉમેર્યુ હતુ કે સાસણ ટુરીઝમ ક્ષેત્રે હવે વિશ્વ ફલકે પહોંચ્યુ છે. અહીં ૪૦ થી વધુ રાષ્ટ્રોનાં ૫.૫૦ લાખથી વધુ પ્રવાસીઓ મુલકાત લઇ ચુક્યા છે જે ગૌરવપ્રદ છે.
સિંહ દિવસની ઉજવણી પ્રસંગે સાસણ હેલીપેડ ખાતેથી મુખ્ય વનસંરક્ષકશ્રી શ્રી ડી.ટી. વસાવડા, સાસણનાં સરપંચશ્રી, જૂમાભાઇ, રાજીવ શ્રીવાત્સવ, અશ્વિન ત્રિવેદી,ડો. મોહન રામે સહિત મહાનુભાવોએ જાગૃતિ મહારેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી બાદ સિંહ સદન ખાતે સિંહ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. નમીરા મહમદભાઇ બ્લોચે સિંહ પર ગીરકાંઠાનો સાવર ગરજે…. વનરાવનનો કેસરી ગરજે….કાવ્ય અને તેમના જીવનમાં સિંહ નું મહત્વ પર વક્તવ્ય આપ્યું હતું સિંહોના સંવર્ધન માટે ઉપસ્થિત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી.

નોંધનીય છે કે ગુજરાત સરકાર ની વિવિધ યોજનાઓ અને વનવિભાગ અને વિવિધ સંસ્થાઓના અથાગ પ્રયત્નોના લીધે સિંહોની વસ્તીમાં વધારો થયો છે. વિશ્વ સિંહ દિનની ઉજવણી ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ થી કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો વિવિધ સંસ્થાઓ અને ગ્રામજનો પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.

##########################################

ADVERTISE BOX

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

आज विश्व शेर दिन! अमरेली जिले मे शेर के संवघॅन और शेरों के संरक्षण पर विशेष रिपोटॅ पढें!

Sat Aug 10 , 2019
Share this: આજે વિશ્વ સિંહ દિન! અમરેલી જીલ્લામા સિંહના સંવધૅન અને સંરક્ષણ માટે યોજાઈ મહારેલી,વાંચો વિશેષ અહેવાલ. અમરેલી/સાવરકુંડલા, ૧૦ ઓગષ્ટ ૧૯ સુભાષ સોલંકી દ્વારા… પત્રકારિતા સિંહ સંવધૅન ક્ષેત્રે લોક જાગૂતિના પ્રહરી બની રહ્યા છે. અમરેલી,સાવરકુંડલા, રાજુલા, બાબરા, ખાંભા સહિત જીલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સિંહ જાગૂતિ અંગે રેલી યોજાઈ […]

You May Like

Breaking News