અમરેલી ખાતે ભવ્ય રીતે સહકારી સંસ્થાઓની વાષિૅક સાધારણ સભા/સહકાર સંમેલન યોજાયુ.

Share this:

અમરેલી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા/ સહકાર સંમેલન યોજાયું

અમરેલી, ૧૦ ઓગષ્ટ ૧૯

જીલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનો સહિત કાયૅકરો, સહકારી આગેવાનો રહ્યા ઉપસ્થિત.

ભારત દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર સી. ફળદુ તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડિયાની ખાસ ઉપસ્થિતિમાં અમરેલીના લીલીયા રોડ પર આવેલા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અમરેલી જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને સહકાર સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઉદબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રે તોમરે કહ્યું હતું કે સહકારિતા ક્ષેત્રે જીવનમાં પહેલીવાર અમરેલી જેવું આયોજન જોવાનો મોકો મળ્યો છે. આજે ગ્રામીણ જીવનમાં, શહેરી જીવનમાં તેમજ જીવનના તમામ સ્તરે સમગ્ર ભારતભરમાં સહકારની ભાવના પ્રબળ છે. કહેવાય છે ને કે જ્યાં સુમતિ છે ત્યાં જ લક્ષ્મી
વસે છે અમરેલી જિલ્લો એ વાત ને સાર્થક કરે છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગુજરાતના મહાનુભાવો જેવા કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને દરેક ગુજરાતીઓમાં રહેલી દેશભક્તિ અને રાજ્યભક્તિની વિસ્તારપૂર્વક વાત કરી હતી. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના સંસ્કારમાં સહકાર છે. આપણે આ સંસ્કારને આપણા સમાજ જીવનમાં ઉમેરવા તથા આપણા લોકતાંત્રિક જીવનમાં ઉતારવા અમરેલી જિલ્લો ખુબ મોખરે છે. અમરેલીના તમામ નેતાઓએ સહકારિતા ક્ષેત્રે ખુબ મોટું યોગદાન આપ્યું છે. આજે જયારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
ન્યુ ઇન્ડિયા નું સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે આ સપનું સાકાર કરવામાં આપણે સૌ એમને સહભાગી થઈએ એવો અનુરોધ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં તમામને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે આજે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે આપણે સૌએ તેમનો સાથ સહકાર આપવો જરૂરી છે. કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે તાજેતરમાં લેવાયેલા કાશ્મીરની ૩૭૦ કલમ હટાવવાના અભૂતપૂર્વ નિર્ણયને બિરદાવ્યો હતો. આ ઉપરાંત એમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે થયેલા સુધારામાં અમરેલી જિલ્લાનું ખુબ મોટું યોગદાન છે. દેશના મોટાભાગના ખેડૂતો, પશુપાલકો સહકારી ક્ષેત્રે જોડાયેલા છે ત્યારે અમરેલી જિલ્લો મોખરે છે. આ ઉપરાંત એમણે દરેક ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી લેવા અપીલ કરી હતી. આ મુદ્દા ઉપર વધુ વાત કરતા એમણે જણાવ્યું હતું કે આપણા ખેડૂતમિત્રોને સરકાર વગર વ્યાજના રૂપિયા આપે છે ત્યારે દરેક ખડૂત આ
યોજનાઓનો લાભ લે તે દિશામાં સૌએ કાર્ય કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે સંગઠન હોય કે સહકાર હોય અમરેલી જિલ્લો પહેલેથી જ મોખરે રહ્યો છે. આજે સહકારી ક્ષેત્રે આટલા બદલાવ થયા છે ત્યારે જિલ્લામાં ખેતી, પશુપાલન, મત્સ્યોદ્યોગ જેવા અનેક ક્ષેત્રમાં લોકો પગભર થયા છે. સહકારએ ખેતી, પશુપાલન જેવા ઉદ્યોગો સાથે સીધી રીતે સંકળાયેલું છે. આમ અમરેલી જિલ્લામાં આવા બદલાવો ના કારણે યુવાનોને રોજગારી મળી રહે છે તેમજ બીજા ઘણા આર્થિક લાભો પણ મળતા થયા છે. આ કાર્યક્ર્મમાં તાજેતરમાં અવસાન પામેલા વરિષ્ઠ નેતા સ્વ. શ્રી. વિઠ્ઠલભાઈ રાદડિયા અને ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજજી માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ધીરુભાઈ ગોહિલ, ઓલ ઇન્ડિયા માર્કેટિંગ ડાયરેક્ટર શ્રી યોગેન્દ્રકુમાર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા, સહકારી આગેવાનશ્રી દિપકભાઈ માલાણી,જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી કમલેશભાઈ કાનાણી,કૌશિકભાઈ વેકરીયા, મનીષભાઈ સંઘાણી, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિન ભાઈ સાવલિયા સહિતના સહકારી ક્ષેત્રે કાર્ય કરતા તમામ લોકો વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ખાસ જાહેરાત પણ વાંચો

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી જીલ્લાની નવાજુની/ જાણો...તાજા અને સ્ફટિક ખબર અંશો.

Sun Aug 11 , 2019
Share this: અમરેલી ખાતે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા/ સહકાર સંમેલન યોજાયું અમરેલી, ૧૦ ઓગષ્ટ ૧૯ જીલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનો સહિત કાયૅકરો, સહકારી આગેવાનો રહ્યા ઉપસ્થિત. ભારત દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજ્યના કૃષિ […]

You May Like

Breaking News