અમરેલીમા બે પોલીસ ચોકી/ટ્રાફિક કચેરીનુ રેન્જ IGશ્રી યાદવે લોકાપૅણ કયુૅ.

Share this:

અમરેલીમાં બે પોલીસ ચોકી/ ટ્રાફિક કચેરીનુ રેન્જ IG શ્રી યાદવે કયુૅ લોકાર્પણ.

અમરેલી, ૧૪ ઓગષ્ટ ૧૯

અમરેલીમા રેંજ IG અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમા જિલ્લા ટ્રાફિક કચેરી તથા બે અલગ અલગ પોલીસ ચોકીનુ ઉદ્દઘાટન કરાયુ હતુ. સરદાર સર્કલ ખાતે મહિલાઓ માટેની સ્પેશ્યલ સ્કવોડની ચોકીનુ ઉદ્દઘાટન કરવામા આવ્યું હતુ. અમરેલી ખાતે રેંજ IG શ્રી અશોકકુમાર યાદવના હસ્તે આ ચોકીઓનુ લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ તકે વિશેષ ઉપસ્થિતીમા અમરેલી પોલીસવડાશ્રી નિલીૅપ્ત રાય, બોટાદના એસપી શ્રી હર્ષદ મહેતા ખાસ રહેલ. તેમજ અગ્રણી ડો. કાનાબાર, પી.પી.સોજીત્રા, જયેશભાઇ ટાંક, મુકુંદભાઇ મહેતા, વિપુલભાઇ ભટ્ટી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. અહીના બહારપરા વિસ્તારમા ગીરધરભાઇ ગજેરા, પીન્ટુભાઇ ધાનાણી, ચતુરભાઇ ખુંટ વિગેરેની ઉપસ્થિતિમા બહારપરા ચોકીનુ લોકાર્પણ કરાયુ હતુ. અમરેલીના સેન્ટર પોઇન્ટ ખાતે સિનીયર સીટીઝન પાર્કમા જિલ્લા ટ્રાફિક કચેરીનુ લોકાર્પણ કરાયુ હતુ.

આ ઉપરાંત અમરેલી SP શ્રી દ્વારા મહિલાઓ સામેના ગુનાઓ રોકવા માટે સ્પેશ્યલ સ્કવોડ બનાવી છે જે અહીના સરદાર સર્કલ પોલીસ ચોકી ખાતે તૈનાત રહેશે. આ ચોકીનુ પણ અહી ઉદ્દઘાટન કરાયુ હતુ.

ADVERTISE BOX

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બંધ પાણીના બોરમાંથી અચાનક ૪૦ ફુટ ઉંચા પાણીના ફુવારા ઉડ્યા/ લોકોમા આશ્ચયૅ ફેલાયુ.

Wed Aug 14 , 2019
Share this: અમરેલીમાં બે પોલીસ ચોકી/ ટ્રાફિક કચેરીનુ રેન્જ IG શ્રી યાદવે કયુૅ લોકાર્પણ. અમરેલી, ૧૪ ઓગષ્ટ ૧૯ અમરેલીમા રેંજ IG અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમા જિલ્લા ટ્રાફિક કચેરી તથા બે અલગ અલગ પોલીસ ચોકીનુ ઉદ્દઘાટન કરાયુ હતુ. સરદાર સર્કલ ખાતે મહિલાઓ માટેની સ્પેશ્યલ સ્કવોડની ચોકીનુ ઉદ્દઘાટન કરવામા આવ્યું હતુ. અમરેલી ખાતે […]

You May Like

Breaking News