જાણો….અમરેલી જીલ્લાની ઝીણવટભરી ખાસ ખબર..

Share this:


અમરેલી,તા.30/6/19, રવિવાર.

🔴 એક, બે નહી પણ ત્રણ વનરાજો મધરાત્રે આવી ચડ્યા માગૅ પર – ત્રણેય સિંહો એકબીજાને ભેટી આગળ ચાલતા નજરે ચડ્યા – સિંહોનો જોવા મળ્યો અદભૂત નજારો
🔴 બાળલગ્નની કંકોત્રી છપાઈ ગઈ : બાળ સુરક્ષા ટીમ પહોંચી લગ્નવિધી અટકી – 18 થી ઓછી ઉંમર છતા નક્કી કરાયા હતા લગ્ન – ચિતલના પરિવારે બાળ લગ્ન ન કરવા ખાતરી આપી
🔴 અમરેલીમા રમત ગમત, તલાવડી કૌંભાંડમા 30 દિવસમા હાઈકોટેૅ તપાસનો આદેશ કયોૅ
🔴 બગસરામા પાલિકાની ચુંટણીની આચારસંહિતાના પગલે આરામ ગૂહો, ડાક બંગલાનો ઉપયોગ પર પ્રતિબંધ – ઉમેદવારોએ વાહનોની કરાવવી પડશે નોંધણી
🔴 જાફરાબાદના લોરમા પરોઢે ઘરમા ઘુસ્યો દિપડો : દિવસભર ગામલોકોમા નાસભાગ બાદ વનતંત્રએ દિપડાનુ રેસ્ક્યુ કરી ઝબ્બે કરાયો
🔴 PI બનવા 13719 ઉમેદવારો આજે રાજકોટમા આપશે પરિક્ષા : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર પરિક્ષાના સમયમા છેલ્લી ઘડીયે ફેરફાર કરી સમય બપોરના 3થી 6 નો કરાયો
🔹 અમરેલી પાલિકાનમા સતત બીજા પણ હડતાલ, ધરણા આવેદન – આજે રવિવારની રજાના કારણે કામગીરી ત્રણ દિવસ ઠપ્પ – કમીૅઓએ પગાર મુદ્દે સિવિલ એપ્લિકેશન દાખલ કરી
🔴 રાજ્ય સરકારના કમૅચારીઓને જુલાઈથી પગારમા 3 ટકા DAનો વધારો – 9.61 લાખ કમીૅઓ, પેન્શનરોને 1071 કરોડ ચુકવાશે – નાણામંત્રી નિતીન પટેલે પ્રિ બજેટમા કરી જાહેરાત
🔴 રાજુલા પંથકના કરોડોના ખચેૅ બનેલ કેનાલો પ્રથમ વરસાદ માંજ ધરાશયી થયા – ખેડુતોની એકમાત્ર આધાર કેનાલ તુટતા ખેડૂતોમા રોષ
🔹 સીંગતેલમા ડબ્બાએ ફરી 40 નો વધારો – 1830 થી 2030 સુધી પહોંચ્યો ભાવ
🔹 ખાંભાના ડેડાણમા નહિવત વરસાદથી વરૂણદેવને રીઝવવા ધજા ચડાવાઈ
🔹 સા.કુંડલામા શહેર ભાજપ શક્તિ કેન્દ્ર વોડૅ 1 ના ઈન્ચા.સહઈન્ચા.ની વરણી થઈ
🔹 એક્ટિવા પર જતા મહિલા પ્રોફેસરના ગળા માથી સોનાના ચેઈનની ચીલ ઝડપ – સા.કુંડલા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસ શરૂ કરી
🔴 રૂષિકેશની ગંગા નદીમા સુરતના ત્રણ યુવાનો ડુબ્યા : એકનુ મૂત્યુ બે લાપતાની તંત્ર દ્વારા શોધખોળ – ચારધામ યાત્રાએ ગયા હતા ત્રણેય મિત્રો

        અમરેલી પોલીસ ડાયરી

અમરેલી પેરોલ ફલોૅ સ્ક્વૉડ દ્વારા મારામારી,બાઈક ચોરી જેવા અલગ અલગ ત્રણ ગુનાઓ આચરી બે વષૅથી નાસતા ફરતા આરોપીને ઝડપી પડાયો – જીલ્લા સ્પે.ટીમના ઈન્ચા.PSI લેડી સિંઘમ એ.પી.ડોડીયા સહિત સ્ટાફે દબોચી લીધો
સા.કુંડલા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ વિરૂદ્ધ દોડતા વાહન ચાલકોને દંડ ફટકારી ટ્રાફિક સેન્સની સ્થળ પર જાણકારી આપી
કૂખ્યાત આરોપીની પોલીસે જાહેરમા કરી સરભરા : પોલીસ પર હુમલાનો પ્રયાસ કરતા કુખ્યાત શખ્સની શાન ઠેકાણે લાવતા ડોન બની ગયો ડોગી – મોરબીના માળીયા પોલીસની કામગીરીથી પ્રજા રાજીની રેડ થઈ
અમરેલી જીલ્લા પોલીસની વિવિધ ટીમો દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝબ્બે કરવાનો સિલસિલો જારી – છેલ્લા બે માસમા અનેક ગુનેગારોને કરાયા જેલ હવાલે

          નેશનલ ન્યુજ અપડેટ

G-20 શિખર સંમેલનમા પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વચ્ચે ખાનગી મુલાકાત થઈ – આતંકવાદ મુદ્દે બન્ને નેતાઓની મુલાકાત ફળદાયી રહી
નિરવ મોદી અને મેહુલ ચોક્સીને પણ વટી ગયા સાંડેસરા બંધુઓ : પીએનબી કરતા પણ મોટુ કૌંભાંડ – સાંડેસરાએ બેન્કોને 14,500 કરોડનો લગાડી દીધો ચુનો
બીગ બોસની 13મી સિઝનમા સૌથી વધુ ફી ઝરીનખાનને ચુકવાશે
પુણેમા દિવાલ ઘસી પડવાથી 15 મજુરોના મોત અનેકને ઈજા – રાત્રે દોઢ વાગ્યે બની ઘટના – સીએમ એ તપાસના આદેશ આપ્યા
વલ્ડૅકપ: અફઘાન સામે પાક.નો માંડ વિજય થયો – આજે ભારત, ઈંગ્લેંડ વચ્ચે રોમાંચક મુકાબલો – જો ભારત જીતે તો સીધુ સેમિમા, ઈંગ્લેંન્ડ હારેતો પાક.માટે સેમિ.ની તક વધશે – પાક.ભારતની જીત માટે આશા રાખશે
હવે ગૂગલ પણ ફોલ્ડેબલ સ્માટૅફોનની રેસમા : ગૂગલે 4 સ્ક્રિન ધરાવતા ફોલ્ડેબલ સ્માટૅફોનની પેટન્ટ કરાવી લીધી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલા તાલુકા સંઘની ૬૬મી વાષિૅક સાધારણ સભા યોજાઈ, ચેરમેન દિપકભાઈ માલાણીની અધ્યક્ષતામા મળી સભા.

Sun Jun 30 , 2019
Share this: અમરેલી,તા.30/6/19, રવિવાર. 🔴 એક, બે નહી પણ ત્રણ વનરાજો મધરાત્રે આવી ચડ્યા માગૅ પર – ત્રણેય સિંહો એકબીજાને ભેટી આગળ ચાલતા નજરે ચડ્યા – સિંહોનો જોવા મળ્યો અદભૂત નજારો 🔴 બાળલગ્નની કંકોત્રી છપાઈ ગઈ : બાળ સુરક્ષા ટીમ પહોંચી લગ્નવિધી અટકી – 18 થી ઓછી ઉંમર છતા નક્કી […]

Breaking News