સાવરકુંડલાના આંબરડી ખાતે કેન્દ્રીયમંત્રી રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો ભવ્ય અભિવાદન/સહકારી પરિસંવાદ/ખેડુત શિબીર કાયૅક્રમ.

Share this:

સાવરકુંડલાના આંબરડી ખાતે કેન્દ્રીયમંત્રી રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો ભવ્ય સહકારી પરિસંવાદ/ખેડુત શિબીર.

અમરેલી/સાવરકુંડલા, ૩૧ ઓગષ્ટ ૧૯

સુભાષ સોલંકી/ફારૂક કાદરી દ્વારા…

સાવરકુંડડલા માકેૅટયાડૅ અને સહકારી સંસ્થાઓના સંયુક્ત ઉપક્ર્મે યોજાયો ભવ્ય કાયૅક્રમ.
આંબરડી સેવા સહકારી મંડળીની નવનિમીૅત ઓફિસનુ શ્રી રૂપાલા, સાંસદશ્રી કાછડીયા, દિલીપ સંઘાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામા આવેલ.

કાયૅક્રમમા તાજેતરમા ભારત સરકારના મંત્રી પદ પ્રાપ્ત થયુ છે તેવા શ્રી રૂપાલા, રાજ્ય પ્રભારી મંત્રીશ્રી જાડેજા, ઈફકોના ચેરમેનશ્રી દિલીપ સંઘાણી, તેમજ સાંસદ તરિકે સતત ત્રીજી વખત ચુંટાયેલા શ્રી નારણભાઈ કાછડીયા,આભિવાદન/જાહેર સન્માન માકેૅટયાડૅના ચેરમેનશ્રી દિપકભાઈ માલાણી, વા.ચેરમેનશ્રી મનજીભાઈ તળાવીયા, સેક્રેટરી રાદડીયા, તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા કરવામા આવેલ.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના આંબરડી ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ખેડૂત શિબિરમાં ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે કેન્દ્રીય મંત્રીએ કાશ્મીર મુદ્દે અને 370 ની કમલ મુદ્દે વિપક્ષને આડે હાથ લીધા હતા.અમરેલી જિલ્લાના આંબરડી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ખેડૂતોની આવક કેમ બમણી થાય તે મુદ્દે ખેડૂત શિબિર યોજવામાં આવેલી હતી.
કાયૅક્રમમા કેન્દ્રીય મંત્રી રૂપાલા સાથે સહકારી નેતા દિલીપ સંઘાણી, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા સહિતના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ખાસ આ ખેડૂત શિબિરમાં આવ્યા હતા. હકડે ઠાઠ જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કાશ્મીરની 370 કલમ સાથે કોંગ્રેસ અને વિપક્ષ સામે પ્રહારો કર્યા હતા ને જમ્મુ કાશ્મીરમાં ક્યાંય કરફ્યુ નથી પણ થોડાક વિસ્તારોમાં 144 ની કલમ ચાલુ હોવાની વાત કરી હતી તો પૂલવામાં 40 સૈનિકો શહીદ થયા ત્યારે કેમ વિપક્ષને યાદ ન આવી કહીને આડે હાથ રૂપાલાએ લીધા હતા.
વિપક્ષને આડે હાથ લીધા બાદ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા કપિલ સીંબલ પર પ્રહારો કર્યા હતા તો સરદાર વલ્લભભાઈ પટેલ જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાન ને આપી દેવાના મત માં હોવાનું કહીને સિંબલ પર પ્રહારો રૂપાલાએ કર્યા હતા.
ખેડૂત શિબિરમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા ખીલ્યાં હતા ને ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દા કરતા કાશ્મીર અને 370 કલમ મુદ્દે આકરા પાણીએ કોંગ્રેસને ફટકાર્યા હતા ત્યારે ખેડૂત સાથે આગામી 1 સપ્ટેમ્બર થી એપીએમસી ઓમાં ખેડૂતોને આર.ટી.જી.એસ.થી નાણાં ચૂકવવા અંગે ડિજિટલ કરન્સીમાં પારદર્શકતા વધે તેવા હેતુંથી સરકાર આગળ વધી રહી છે છતાં કેન્દ્રીય મંત્રી ગુજરાત સાથે પરામર્શ કરતા હોવાનું જણાવી ને ખેડૂતોના મત જાણવાની વાત રૂપાલા એ કરી.
આ કાયૅક્રમમા અતિથી વિશેષ તરિકે પૂવૅ કૂષિમંત્રીશ્રી વી.વી.વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, જી.ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી, પ્રદેશ ભાજપ મહામંત્રી મહેશ કસવાળા, જી.ભાજપ અગ્રણી ડૉ.કાનાબાર, પૂવૅ ધારાસભ્ય બાલુભાઈ તંતી ઉપસ્થિત રહેલ.
આમંત્રિત મુખ્ય મહેમાનોમા ભાજપ અગ્રણી ઘનશ્યામ ડોબરીયા, કૌશિક વેકરીયા,મનિષ સંઘાણી,શરદ પંડ્યા, અશ્વિનભાઈ સાવલીયા, પુનાભાઈ ગજેરા,મયુર ઠાકર, મહેશ સુદાણી,અમરેલી પાલિકા પૂવૅ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, મંજુલાબેન ચિત્રોડા, અમર ડેરી ડિરેક્ટર અરૂણાબેન માલાણી,તેમજ તાલુકાના તમામ સહકારી સંસ્થાના પદાધિકારીઓ,હોદ્દેદારો, ખેડુત અગ્રણીઓ, સા.કુંડલા માકેૅટયાડૅના તમામ બોડૅ ઓફ ડિરેક્ટરશ્રીઓ,સહકારી મંડળીના પ્રમુખો, મંત્રીઓ,વ્યવ.કમિટીના સભ્યો,તાલુકાના તમામ સરપંચો,જી.તા.પંચાયતના સદસ્યો તેમજ ખેડુતો ખુબ જ મોટી સંખ્યા ઉપસ્થિત રહેલ.
આંબરડી સરપંચ બાબુભાઈ માલાણી, ઉપસરપંચ બાવચંદભાઈ ચોડવડીયાએ આમંત્રિત મહાનુભાવોનુ મોમેન્ટો આપૅણ કરી શાલ ઓઢાડી સન્માન કરેલ.

આમંત્રણને માન આપી આંબરડી ખાતે પધારેલા સૌ મહાનુભાવોનુ સા.કુંડલા માકેૅટયાડૅના ચેરમેનશ્રી દિપકભાઈ માલાણી,વા.ચેરમેનશ્રી મનજીભાઈ તળાવીયા,સેક્રેટરીશ્રી આર.વી.રાદડીયાએ હ્રદયપૂવૅ આભાર વ્યક્ત કરેલ.સમગ્ર કાયૅક્રમનુ સ્ટેજ સંચાલન સા.કુંડલા નાગરિક બેંકના ચેરમેનશ્રી પરાગભાઈ ત્રિવેદીએ કરી કાયૅક્રમને સફળ બનાવેલ.અંતમા સૌ આમંત્રિતોએ વિશાળ સંખ્યામા એકી સાથે સમૂહ ભોજન લઈ કાયૅક્રમની પૂણાૅહુતી થઈ હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વરસાદનો વિરામ, છતા ઉભી બજારે ક્યાં વહે છે હજુ પાણી? જુઓ વિડીયો...

Sat Aug 31 , 2019
Share this: સાવરકુંડલાના આંબરડી ખાતે કેન્દ્રીયમંત્રી રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો ભવ્ય સહકારી પરિસંવાદ/ખેડુત શિબીર. અમરેલી/સાવરકુંડલા, ૩૧ ઓગષ્ટ ૧૯ સુભાષ સોલંકી/ફારૂક કાદરી દ્વારા… સાવરકુંડડલા માકેૅટયાડૅ અને સહકારી સંસ્થાઓના સંયુક્ત ઉપક્ર્મે યોજાયો ભવ્ય કાયૅક્રમ. આંબરડી સેવા સહકારી મંડળીની નવનિમીૅત ઓફિસનુ શ્રી રૂપાલા, સાંસદશ્રી કાછડીયા, દિલીપ સંઘાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામા આવેલ. કાયૅક્રમમા તાજેતરમા […]

You May Like

Breaking News