અમરેલી જીલ્લામા મંદિરો,દુકાનોમા ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને અમરેલી LCBએ પકડી પાડી, 10થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો.

Share this:

અમરેલી જીલ્લામા મંદિરો,દુકાનોમા ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને અમરેલી LCBએ પકડી પાડી, 10થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો.

અમરેલી જીલ્લામાં મંદિરો તથા દુકાનોમાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને ચોરીનાં મુદ્દામાલ, વાહન સહિત કુલ રૂ.૨૧,૯૫૧/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી દસ થી વધારે ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી LCB.

અમરેલી,૧૯ સપ્ટે.૧૯
ANO ડેસ્ક ન્યુજ.

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરીઓ કરનાર ગેંગના સભ્યોને બાબરા-કરીયાણા રોડ ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ઝડપી લઇ ચોરીઓમાં ગયેલ વાહન, રોકડ રકમ, સાડી, ધુપેલીયું તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ રીકવર કરી અમરેલી જીલ્‍લા તથા રાજકોટ જીલ્‍લાઓમાં થયેલ દસથી વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપીઓ નાં નામ સરનામાં :-
(૧) કાળુ ઉર્ફે કાળીયો વેરશીભાઇ વાધેલા, ઉ.વ.૪૦, રહે.હાલ અમરેલી, સાવરકુંડલા બાયપાસ ફાટક પાસે, મફત પરા, મુળ ટીંબા, અમરેલી બાબરા રોડની બાજુમાં, તા.જી.અમરેલી
(ર) ભયકુ ઉર્ફે દહલો ઉર્ફે ટુમ્મો બચુભાઇ ચારોલીયા, ઉ.વ.૨૭, રહે.હાલ રાજકોટ, કણકોટ ગામના પાટીએ, તા.જી.રાજકોટ મુળ કાળાસર ગામ, તા.ચોટીલા, જી.સુરેન્‍દ્રનગર.
(૩) લાલજી ઉર્ફે લાલો ઉર્ફે રાહુલ ઉર્ફે ભામલો ભુપતભાઇ પરમાર, ઉં.વ.૨૪, રહે.મોણપુર, તા.જી.અમરેલી,
(૪) સંજય ઉર્ફે સંજલો ઉર્ફે દિપક બીજલભાઇ પરમાર, ઉ.વ.૧૯, રહે.હાલ રાજકોટ, કણકોટ ગામના પાટીયા પાસે, તા.જી.રાજકોટ, મુળ મોણપુર, તા.જી.અમરેલી
ગુન્હો કરવાની રીત :-
ઉપરોકત આરોપીઓ એકબીજાનાં સંપર્કમાં રહી, જુદા-જુદા ગામોમાં દુકાનો તથા મંદિરોની રેકી કરી, મધ્ય-રાત્રિ દરમ્યાન આ ટોળકી એકસંપ કરી, રોકડ રકમ તથા કિંમતી સોના-ચાંદીનાં દાગીનાઓની ચોરી કરી, મકાન/દુકાન બહાર પડેલ મોટર સાઇકલોની ઉઠાંતરી કરી ચોરીના ગુન્હાઓને અંજામ આપતા હતાં.
આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ :-
(૧) રૂ.૧૦૦૦/- ના દરની રદ્દ થયેલ ચલણી નોટ-૧, રૂ.પ૦૦/- ના દરની જુની ચલણી નોટ-૧, રૂ.૧૦૦/- ના દરની જુની ચલણી નોટ-૧ ત્રણેય નોટ મળી કિં.રૂ.૦૦/૦૦
(ર) રૂ.૧૦/- ના દરની ચલણી નોટો નંગ-૨૦, રૂ.૨/- ના દરની ચલણી નોટો નંગ-૨૦, રૂ.૧/- ના દરની ચલણી નોટો નંગ-૪૬ મળી કુલ રોકડા રૂ.૨૮૬/-
(૩) એક નોકીયા કંપનીનો બ્લેક/બ્લુ કલરનો એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન જેની ડીસ્‍પ્‍લે ટુટેલી છે તે મોબાઇલ ફોન કિં.રૂ.૨૦૦૦/-
(૪) એક હોન્‍ડા કંપનીનું સીડી ૧૦૦ મો.સા. બ્લેક/રેડ પટ્ટા વાળું, જેના રજી.નંબર જી.જે.૦૩.ઇ.૭૨૦૫ કિં.રૂ.૧૦,૦૦૦/-
(૫) એક લીલા રંગની સાડી, સાડી, સોનેરી કિનારી વાળી, જેની કિં.રૂ.૨૦૦/-
(૬) એક ધુપેલીયું (આરતી કરવા માટેનું ચાંદીનું) જેનું વજન આશરે ૪૨૫ ગ્રામ, કિં.રૂ.૯૪૦૦/-
(૭) ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ સાધનો જેવા કે પક્કડ, ડીસમીસ, રીંગપાનું, તણી વિ. મળી કુલ કિં.રૂ.૬૫/- મળી કુલ કિં.રૂ.૨૧,૯૫૧/- નો મુદ્દામાલ.
અમરેલી જીલ્‍લા તથા બહારના જીલ્‍લાઓના ડીટેક્ટ થયેલ ગુન્‍હાઓઃ-
આ કામના આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ તેમજ કબુલાત ઉપરથી નીચે મુજબના વણશોધાયેલ ગુન્‍હાઓ ડીટેક્ટ થયેલ છે.
(૧) એક મહિના પહેલા બાબરાના ધરાઇ ગામે શ્રી.ગીરીરાજજીની હવેલીમાંથી દાનપેટીની રોકડ રકમ, સોના ચાંદીની વસ્‍તુઓ, ચાંદીની આરતી વિ. મળી કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/- ની ચોરી થયેલ જે અંગે બાબરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં ૭૬/૨૦૧૯, ઈ.પી.કો. ક.૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબ ગુન્‍હો રજી. થયેલ હતો.
(ર) બે મહિના પહેલા અમરેલીમાં કેરીયા રોડ ઉપર પાંચેક દુકાનોના તાળા તોડી, ઉમા પાનના શટર ઉંચકાવી, ગલ્લામાંથી રોકડા રૂ.૧૫૦૦/- ની ચોરી કરેલ હોય જે અંગે અમરેલી સીટી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૭૮/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો.
(૩) પચીસેક દિવસ પહેલા બાબરા તાલુકાના લુણકી ગામે રામાપીરના મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરેલ જે અંગે બાબરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૮૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો.
(૪) દોઢ બે મહિના પહેલા રાજકોટ ભગવતીપરામાં પુલ પાસે એક ઝૂંપડામાંથી મોબાઇલ ફોન તથા રોકડ રકમની ચોરી કરેલ હતી.
(૫) આશરે બે-ત્રણ મહિના પહેલા રાજકોટના ત્રંબા ગામે દુકાનના તાળા તોડી ચોરી કરવાની કોશીશ કરેલ હતી.
ગુન્હાહિત ઇતિહાસ :-
(૧) આ કામે પકડાયેલ આરોપીઓ પૈકીના કાળુ વેરશીભાઇ વાઘેલા રીઢો ગુનેગાર છે અને નજીકના ભુતકાળમાં તેના ઉપર લુંટની કોશીશ, ઘરફોડ ચોરી, મારા મારી, પ્રોહિબીશન, કેફી પીણું પી ને વાહન ચલાવવું, જેવા અનેક ગુન્‍હાઓ નોંધાયેલ છે.
(૨) આ ગેંગ પૈકી પકડાયેલ આરોપી ભયકુ ઉર્ફે દહલો ઉર્ફે ટુમ્મો બચુભાઇ ચારોલીયા વિરૂધ્‍ધમાં સને ૨૦૧૧ માં ભાવનગર એ ડિવી. પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૩૨/૨૦૧૧, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ વિ. મુજબનો ગુન્‍હો નોંધાયેલ છે.
(૩) લાલજી ઉર્ફે લાલો ઉર્ફે રાહુલ ઉર્ફે ભામલો ભુપતભાઇ પરમાર વિરૂધ્‍ધમાં સને ૨૦૧૮ માં વડીયા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૩૯/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્‍હો નોંધાયેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજુલાના વડલી ગામેથી જાહેરમા જુગાર રમતા 5 શખ્સોને 43,190ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી રાજુલા પોલીસ.

Thu Sep 19 , 2019
Share this: અમરેલી જીલ્લામા મંદિરો,દુકાનોમા ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને અમરેલી LCBએ પકડી પાડી, 10થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો. અમરેલી જીલ્લામાં મંદિરો તથા દુકાનોમાં ઘરફોડ ચોરીઓ કરતી ગેંગને ચોરીનાં મુદ્દામાલ, વાહન સહિત કુલ રૂ.૨૧,૯૫૧/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી દસ થી વધારે ચોરીઓનો ભેદ ઉકેલતી અમરેલી LCB. અમરેલી,૧૯ સપ્ટે.૧૯ ANO ડેસ્ક […]

You May Like

Breaking News