ગીરગઢડા પંથકના ખેડુતોને મોંમા આવેલો કોળીયો જુટવાયાનો અહેસાસ/અતિવૂષ્ટીથી લીલો દુષ્કાળ જાહેર કરવા ખેડુતોમા માંગ ઉઠી,જુઓ વિડીયો.

Share this:

ગીર ગઢડા પંથકના ખેડુતોને મોંમા આવેલ કોળીયો છીનવાયો, વરસાદથી અતિવૂષ્ટી/લીલો દુષ્કાળ જાહેર કરવા ખેડુતોમા માંગ ઉઠી,જુઓ વિડીયો.

ગીરસોમનાથ/ગીર ગઢડા, ૨૭ સપ્ટે.૧૯
ANO ન્યુજ.

ઉના અને ગીર ગઢડા પંથકમાં અતિવૃષ્ટિ થી ખેડૂતોનાં પાક નિષ્ફળ જવાને આરે છે, અવિરત વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે જેથી આ વિસ્તારના ખેડુતોને ‘મોંમા આવેલો કોળીયો’ જુટવાઈ ગયાનો અહેસાસ અહીંના ખેડુતો અનુભવી રહ્યા છે, લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ અને આ વિસ્તારમાં સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે.
ઉના, ગીર ગઢડા અને ગીર વિસ્તારમાં ખેડૂતોએ આ વખતે ચોમાસામાં વ્યાપક પ્રમાણમાં અલગ અલગ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ વર્ષ ચોમાસું પાક-મોલ એટલો સારો હતો કે ધરતી પુત્રો પણ ખુશ ખુશાલ હતાં પરંતુ છેલ્લા 15 દિવસ થી સર્વત્ર અનરાધાર ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતોને માઠી અસર થઇ છે સંપુર્ણ પાક નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે જેને પગલે ખેડૂતોના ચહેરા પર ખુશી નહીં પણ ઉદાસી અને ચિંતા છવાઇ ગઇ.
ગીર ગઢડા તેમજ ઉના પંથકમાં ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા જેને પગલે પાણી નું તળ ઊંચા મથાળે પર આવી ગયા છે જેને કારણે ખેડૂતોના ખેતરોમાં જમીન નીચે થી સતત નીર પાણી વહી રહ્યું છે ત્યારે તમાંમ ખેડૂતોના મહેનત નાં પાક આશા પર પાણી ફરી વળ્યુ છે ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિ ને કારણે વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલું છે, જીલ્લા પં.પ્રમુખ દ્વારા આ પંથકમા સવેૅ કરાવવા મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવી રજુઆત કરવામા આવેલ.

રિપોર્ટ: હમીરસિંહ દરબાર ઉના ગીર-ગઢડા

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી: જી.ભાજપ મહામંત્રી કમલેશ કાનાણીએ સા.કુંડલા પંથકના બિસ્માર માગૅ,નાળા,મુદ્દે પ્રભારી મંત્રી જાડેજાને પત્ર દ્વારા રજુઆત કરાઈ.

Fri Sep 27 , 2019
Share this: ગીર ગઢડા પંથકના ખેડુતોને મોંમા આવેલ કોળીયો છીનવાયો, વરસાદથી અતિવૂષ્ટી/લીલો દુષ્કાળ જાહેર કરવા ખેડુતોમા માંગ ઉઠી,જુઓ વિડીયો. ગીરસોમનાથ/ગીર ગઢડા, ૨૭ સપ્ટે.૧૯ ANO ન્યુજ. ઉના અને ગીર ગઢડા પંથકમાં અતિવૃષ્ટિ થી ખેડૂતોનાં પાક નિષ્ફળ જવાને આરે છે, અવિરત વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે જેથી આ વિસ્તારના ખેડુતોને ‘મોંમા […]

You May Like

Breaking News