CRIME Report! અમરેલી SOG ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગુનાઓનો પદાૅફાશ કરી મોટી સફળતા મેળવી

Share this:

CRIME Report ! અમરેલી SOG ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગુનાઓ પદાૅફાશ કરી નાંખી મેળવી મોટી સફળતા.

અમરેલી, ૩૦ સપ્ટે.૧૯
ANO ડેસ્ક ન્યુજ.

મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાંએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને લુંટ તથા હત્યા જેવા ગંભીર વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને પ્રજામાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ જળવાય રહે, તે રીતે કામગીરી કરવા સુચનાઓ આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી SOG PSI શ્રી.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમે સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે અઠવાડીયા અગાઉ બનવા પામેલ વૃધ્ધાની હત્યા કરી, લુંટ કરવાના વણશોધાયેલ ગુન્હાના આરોપીને ઝડપી લીધેલ છે.

બનાવની વિગત- ગઇ તા.૨૪/૦૯/૨૦૧૯ નાં રોજ જાનબાઇબેન W/O નરશીભાઇ કાનજીભાઇ ઘોડાદ્રા, ઉં.વ.આશરે ૭૦ ના ઘરે એકલા હતાં ત્યારે કોઇ અજાણ્યા ઇસમે જાનબાઇબેનને દોરી વડે ગળે ટુંપો દઇ મોત નિપજાવી, તેમણે પહેરેલ સોનાની ટોટો જોડી-૧, સોનાની કડીઓ, નંગ-૬, સોનાની નખલી-૧, સોનાનો નાકનો દાણો, પ્લાસ્ટીકના પાટલા, સોનાની ચીપ્સ વાળા તથા પગના ચાંદીના છડાં મળી કુલ કિં.રૂ. ૬૨,૮૦૦/- ની કિંમતના દાગીનાની લુંટ કરી, નાસી ગયેલ હોય, આ અંગે નરશીભાઇ કાનજીભાઇ ઘોડાદ્રા, ઉં.વ.૭૨, રહે.હાડીડા, તા.સાવરકુંડલા વાળાની ફરિયાદ પરથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૨/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૭, ૪૫૦ મુજબનો ગુન્હો રજી. થયેલ. આગુન્હો અનડીટેક્ટ હોય, ગુન્હો કરવાની પધ્ધતિ, ગુન્હો કરવાનો હેતુ, ગુન્હો કરવા માટે વપરાયેલ સાધનો વિ. વિગતોનો જીણવટભરી રીતે અભ્યાસ કરી, આ ગુન્હો ડીટેક્ટ કરી,અજાણ્યા આરોપીને પકડી પાડવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી.નિર્લિપ્ત રાય સાહેબએ અમરેલી સ્પેશ્યલ ઓપરેશન ગૃપના PSI શ્રી.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમને જરૂરી સુચનાં આપેલ હતી.

પકડાયેલ આરોપીઃ-
મિલન ભકાભાઇ રાઠોડ (રાવળદેવ), ઉં.વ.૩૨, ધંધો.કપાસની દલાલીનો, રહે.સેદરડા, બસ સ્ટેશન સામે, જોગી શેરી, તા.મહુવા, જી.ભાવનગર

આરોપીએ લુંટ કરવા કરેલ હત્યાઓની આપેલ કબુલાતઃ-
(૧) ગઇ તા.૨૪/૦૯/૨૦૧૯ નાં રોજ સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે એક વૃધ્ધાનું દોરી વડે ગળા ટુંપો આપી મોત નિપજાવી, તેના શરીર પરથી સોનાની છ કડીઓ તથા કાનમાં પહેવાની ટોટીઓ-ર તથા કાનમાં પહેરવાનું બુટીયું-૧ તથા નાકમાં પહેરવાનો સોનાનો દાણો તથા હાથમાં સોનાની ચીપ ચડાવેલ પાટલા જેવી બંગડી તથા ચાંદીના છડાં મળી કુલ કિં.રૂ.૬૨,૮૦૦/- લુંટી લીધેલ જે અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૨/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૯૭, ૩૦૨, ૪૫૦ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.
(૨) ગઇ તા.૨૬/૦૮/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના લોયંગા ગામે એક વૃધ્ધાનું દોરી વડે ગળા ટુંપો આપી મોત નિપજાવી, તેના શરીર પરથી સોનાની છ કડીઓ તથા કાનમાં પહેવાની ટોટીઓ-ર તથા સોનાની નખલી-૧ મળી કુલ કિં.રૂ.૪૫,૦૦૦/- લુંટી લીધેલ જે અંગે બગદાણા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૨/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૨, ૪૪૯ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.
(૩) આશરે છએક માસ પહેલા ભાવનગર જીલ્લાનામહુવા તાલુકાના દેગવડા ગામના લીલુબેન નામના આધેડ મહિલાનું ગળું દબાવી, મોત નિપજાવી, તેના શરીર પરથી સોનાની બુટી, સોનાની કાનની સર, સોનાનું માદળીયું લુંટી લીધેલ. જે અંગે બગદાણા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૦/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૯૨ મુજબનો બનાવ રજી. થયેલ છે.
(૪) આશરે ચારેક વર્ષ પહેલા ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના સેંદરડા ગામના ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પાસેથી પ્રથમ રૂ.૬૦,૦૦૦/- અને ત્યાર બાદ રૂ.૪૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય, આ રૂપીયા પાછા આપવા ન પડે તે માટે ગોવિંદભાઇ ટપુભાઇ હડીયા પોતાના ઘરે ખાટલામાં સુતા હતા ત્યારે તેમનું ગળું દબાવી, ખુન કરી નાંખેલ.
(૫) આશરે સતર-અઢાર વર્ષ પહેલા ભાવનગર જીલ્લાના સેંદરડા ગામના રહેવાસી અને પોતાના બાપુજીના કુટુંબી કાકી શાંતુબેન W/O નાનજીભાઇ રાઠોડ ઘરે એકલા હોય, તે સમયે તેના ઘરે જઇ તેમનું ગળું હાથેથી દબાવીને ખુન કરી નાંખેલ અને તેમના બ્લાઉઝના ખીસામાંથી પાંચ-છ હજાર રૂપીયા કાઢી લીધેલ હતાં.

આમ, પકડાયેલ સિરીયલ કિલરે ભાવનગર તથા અમરેલી જીલ્લાના વિસ્તારમાં પોતાને મર્ડર કરીને માનસિક સંતોષ લેવા માટે અને નિશાની રૂપે ભોગ બનનારની વસ્તુ લઇ ગયેલ તે પૈકી ઘણી વસ્તુઓ આર્થિક ફાયદો મેળવવા માટે સોનીને વેચાણ કરેલ છે.

આરોપીએ આ સિવાય કરેલ ચોરીનાં બનાવોની વિગત
(૧) પોતાના ગામના બાવાજીની દિકરી ધારડી તા.તળાજા મુકામે સાસરે હોય, ત્યાં ગયેલ અને તે બહેન નહાવા માટે બાથરૂમમાં જતાં તેમની કાનની સોનાની બુટીની ચોરી કરેલ.
(૨) પોતાના ફઇ કાત્રોડી, તા.જેસર મુકામે સાસરે હોય, ત્યાં લગ્ન પ્રસંગમાં ગયેલ ત્યારે તેમના સબંધીના દાગીનાની ચોરી કરેલ.

આરોપીની એમ.ઓ. (ગુન્હો કરવાની રીત) આ કામનો આરોપી દેખીતી રીતે કપાસની દલાલીનો ધંધો કરે છે. અને કપાસની દલાલી કરવા ગામો-ગામ ફરી, એકલ-દોકલ રહેતા વૃધ્ધ લોકોની રેકી કરી, તેઓની એકલતાનો લાભ લઇ, પાણી પીવાના બહાને ઘરમાં જઇ, હાથેથી અથવા સુતરની દોરી વડે ગળાટુંપો આપી, મોત નિપજાવી, મરણ જનારના શરીર પરથી ઘરેણા તથા રોકડ રકમની લુંટ કરતો હતો. અને ભોગ બનનારને એવી રીતે મારતો હતો અને લાશને એવી રીતે ગોઠવીનો જતો કે જેનાથી પ્રથમ દ્રષ્ટીએ ખુન થયેલાની શંકા ન જાય. અને લુંટમાં મેળવેલ મુદ્દામાલ પૈકી કોઇ એક વસ્તુ આ લુંટની નિશાની (ટ્રોફી) તરીકે પોતાની પાસે રાખતો હતો. અને તેને જોઇ જોઇને માનસિક આનંદ મેળવતો હતો.

આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ
(૧) સોનાના ચાંદીના દાગીનાઃ-એક સોનાની વીંટી, જેનું વજન આશરે ૪ ગ્રામ ૨૭૦ મી.ગ્રા., કિં.રૂ.૧૩,૭૦૦/-
(ર) રોકડ રકમ-જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડ રકમ રૂ.૫૮,૦૦૦/-
(૨) મોટર સાયકલઃ-એક કાળા કલરનું, હોન્ડા કંપનીનું, લાલ પટ્ટા વાળું,શાઇન મોડલનું મોટર સાયકલ, જેના રજી. નંબર GJ-04-CQ-8269 છે તેનાએન્જીન નં. JC65ET0375448 તથા ચેસીસ નં.-ME4JC651EGT252811 નું કિ.રૂા.૪૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન- એક મોબાઇલ ફોન કિ.રૂા. ૫૦૦/-

    ઉપરોક્ત વિગતે સોના-ચાંદીના દાગીના તથા મોટર સાયકલ તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂા. ૧,૧૨,૨૦૦ /- (એક લાખ બાર હજાર બસ્સો રૂપિયા) નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આ ગુન્હાની તપાસ અમરેલી સર્કલ પોલીસ ઇન્સ. શ્રી.જી.આર.રબારીનાઓ ચલાવી રહ્યા છે. અને તપાસ દરમ્યાન સેદરડા મુકામે આરોપીના ઘરેથી લોંગીયા ગામે થયેલ લુંટ વીથ મર્ડરના ગુન્હામાં ગયેલ મુદ્દામાલની સોનાની નખલી, વજન ૧.૨૬૦ ગ્રામ, કિં.રૂ.૪૦૦૦/- તથા લુંટના ઘરેણા વેચીને મેળવેલ રોકડા રૂ.૫૧,૭૫૦/- તથા આરોપીએ બનાવ વખતે પહેરેલ કપડા કબ્જે કરેલ છે.

આરોપીની પુછપરછ દરમ્યાન તેણે હાડીડા ગામે કરેલ લુંટ તથા લોંગીયા અને દેગવડા ગામે કરેલ લુંટનો સોના-ચાંદીનો મુદ્દામાલ મહુવા સરાફ બજારમાં આવેલ નટવરલાલ વી.મથુરાદાસ નામની દુકાને વેચેલ હોવાની કબુલાત આપતા ત.ક.અ.શ્રીએ ઉપરોક્ત દુકાન વાળા સોની વેપારીઓને લુંટનો મુદ્દામાલ રાખવા બદલ અટક કરેલ છે. અને તેમની પાસેથી હાડીડા ગામે થયેલ લુંટનો અસલ મુદ્દામાલ રીકવર કરેલ છે.

અટક કરેલ સોની આરોપીઓઃ-
(૧) પ્રણવ વિનોદરાય મહેતા, ઉં.વ.૩૯, રહે.મહુવા, હાઉસીંગ બોર્ડ પાછળ.
(ર) મિહીર નયનભાઇ મહેતા, ઉં.વ.૩૭, રહે.મહુવા, ગણપતિ મંદિર પાસે, કૃષ્ણ સોસાયટી.

સોની આરોપીઓ પાસેથી રીકવર કરેલ મુદ્દામાલઃ-
(૧) સોનાની ટોટી, જોડી-૧ (નંગ-ર), જેનું કુલ વજન આશરે ૨૭.૩૦૦ ગ્રામ, જેમાં સોનાનું વજન ૧૩ ગ્રામ, જેનીકિં.રૂ.૪૫,૫૦૦/-
(ર) સોનાની કાનની કડી (વાળી) નંગ-૬, વજન ૧૩.૩૫૦ ગ્રામ, કિં.રૂ.૪૬,૦૦૦/-
(૩) સોનાની ચીપ (ચુડલાની) નંગ-ર, વજન ૩.૨૮૦ ગ્રામ, કિં.રૂ.૧૧,૦૦૦/-
(૪) ચાંદીના છડાં, જોડી-૧ (નંગ-ર), વજન ૪૫.૦૦ ગ્રામ, કિં.રૂ.૧૧૦૦/- મળી કુલ કિં.રૂ.,૧,૦૩,૬૦૦/- નો મુદ્દામાલ રીકવર કરેલ છે.

    પકડાયેલ સિરીયલ કિલરની પુછપરછ દરમ્યાન હજુ પણ વધુ વણશોધાયેલ ખુનના ગુન્હાઓની હકીકત ખુલવા પામે તેવી શક્યતા રહેલ છે. આરોપીએ કબુલાત આપેલ તે પૈકી જે ગુન્હાઓ નોંધાયેલ નથી, તેવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ગુન્હાઓ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. 

    આમ, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન તળે અમરેલી SOG PSI શ્રી.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમ્યાન લાઠીદડ વાળી ગેંગ તથા સિરીયલ કિલર સહિતના આરોપીઓ પકડી પાડી વણશોધાયેલ ખુનના ૧૨ (બાર) ગુન્હાઓ ડીટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે. 

જાહેર જનતાને અપીલઃ-
(૧) ઘરમાં એકલા રહેતાં વૃધ્ધ દંપતિએ તથા સિનીયર સીટીઝનોએ અજાણ્યા ફેરીયા, રાહદારી ઇસમો કે શંકાસ્પદ ઇસમોને ઘરમાં પ્રવેશ ન આપવો.
(ર) ઘરમાં પ્રવેશ કરવાના મુખ્ય દરવાજા, ડેલી, ખડકી બંધ રાખવી.
(૩) શક્ય હોય તો દરવાજામાં બહાર કોણ છે તે જોવા માટેના મેગ્નીફાઇંગ ગ્લાસ ફીટ કરાવવા.
(૪) આવા ગુન્હા આચરતા આરોપીઓ પાણી પીવાના બહાને તથા સરનામું પુછવાના બહાને એકલ-દોકલ વ્યક્તિઓને ટાર્ગેટ બનાવતા હોય છે. જેથી આવી વ્યક્તિઓ પાણી માંગે કે સરનામું પુછે ત્યારે તેમનાથી એક ચોક્કસ અંતર બનાવી રાખવું.
(૫) પોતાના રહેણાંક વિસ્તાર આજુ બાજુ કોઇ શંકાસ્પદ વ્યક્તિ આંટા ફેરા મારતો દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન કે જીલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
(૬) સતર્કતા એ જ સલામતી છે. સતર્ક રહો, સલામત રહો.

    ઉપરોક્ત કામગીરી અમરેલી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ના PSI શ્રી.આર.કે.કરમટા તથા ASI પ્રકાશભાઇ જોષી તથા ASI હેતલબેન કોવાડીયા તથા હેડ કોન્સ. રાહુલભાઇ ચાવડા તથા ભાસ્કરભાઇ નાંદવા, જયસુખભાઇ આસલીયા, સંજયભાઇ પરમાર તથા ભગવાનભાઇ ભીલ તથા કિશનભાઇ હાડગરડા, તથા જયરાજભાઇ વાળા, ગીરીરાજસિંહ જાડેજા, વરજાંગભાઇ મુળીયાસીયા, ગોકળભાઇ કળોતરા, દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાચાણી, જેશીંગભાઇ કોચરા, દેવેન્દ્રસિંહ ગોહિલ, કેતનભાઇ ગરણીયા નાઓએ કરેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી: ગઈકાલે બે માનવીને ફાડી ખાનાર માનવભક્ષી દિપડો બીજી જ રાતે મોણવેલ ગામમા ઘુસી પાડીનુ મારણ કયુૅ.

Mon Sep 30 , 2019
Share this: CRIME Report ! અમરેલી SOG ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગુનાઓ પદાૅફાશ કરી નાંખી મેળવી મોટી સફળતા. અમરેલી, ૩૦ સપ્ટે.૧૯ ANO ડેસ્ક ન્યુજ. મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગરનાંએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને લુંટ તથા હત્યા જેવા ગંભીર વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલાય અને પ્રજામાં પોલીસની કામગીરી […]

You May Like

Breaking News