અમરેલી: રાજુલા ખાતે નિમાૅણ પામતા નિ:શુલ્ક આરોગ્ય મંદિરનુ ખાત મૂહતૅ કરાયુ/ CM,ડે.Cm,મોરારીબાપુએ કયુૅ મૂહતૅ,જુઓ વિડીયો.

Share this:

અમરેલી: રાજુલા ખાતે નિમાૅણ પામતી નિ:શુલ્ક હોસ્પિટલનુ ખાત મૂહતૅ કરાયુ/સીએમ,ડે.સીએમ,મોરારીબાપુએ કયુૅ મૂહતૅ, જુઓ વિડીયો.

અમરેલી/રાજુલા, ૩ ઓક્ટો.૧૯
ANO ડેસ્ક ન્યુજ

અમરેલી જિલ્લાના રાજુલાના આંગણે આજે રૂડો અવસર આવ્યો હોય તેમ રાજુલા ખાતે નિર્માણ પામતી નિઃશુલ્ક આરોગ્ય મંદીરના ખાત મુહતૅ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સી.એમ.અને મોરારીબાપુના વરદ હસ્તે ખાત મુહતૅ થયા બાદ એકજ મંચ પર ભાજપ- કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા.
આજે અમરેલી જિલ્લાના રાજુલા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનતી નિઃશુલ્ક આરોગ્ય હોસ્પિટલના ખાત મુહરત પ્રસંગમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રસિદ્ધ રામાયણ કથાકાર મોરારીબાપુના વરદ હસ્તે ભૂમિ પૂજન ખાત મુહરત કાર્યક્રમ કરવામાં આવેલ હતો પણ રાજુલા ખાતે લોકોના આરોગ્યની જાળવણી માટે નિઃશુલ્ક હોસ્પિટલ બનવવાનું સ્વપ્ન કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર ના ટ્રસ્ટ સંચાલિત બની રહી છે, અને કોંગી ધારાસભ્ય ડેરના  હોસ્પિટલ ના ખાત મુહરત પ્રસંગ માં ભાજપના ગુજરાતના મુખ્યપ્રધાન સહિત કેબિનેટ મંત્રી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે કોંગ્રેસના નેતા વિપક્ષ પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, પૂનમ માંડમ સહિતના ભાજપ – કોંગ્રેસના નેતાઓ, સૌરાષ્ટ્રના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. અને કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના નિઃશુલ્ક હોસ્પિટલ નિર્માણને મુખ્યમંત્રી રૂપાણીએ બિરદાવ્યું હતું.
          વિજય રૂપાણી (મુખ્યમંત્રી)
મુખ્યમંત્રી રૂપાણી સહિતના કેબિનેટ મંત્રીઓ કોંગી ધારાસભ્યના હોસ્પિટલ ખાત મુહરત પ્રસંગમાં આવવા પ્રકરણે મુખ્યમંત્રી રૂપાણીએ પક્ષાપક્ષીથી પર રહીને કાર્યક્રમમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું, પણ કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર મીડિયા સામે આવ્યા ન હતા તો કોંગ્રેસના નેતા વિપક્ષ પણ કશું બોલ્યા ન હતા ફક્ત ભાજપના બે નેતાઓ અને મોરારીબાપુ એજ વક્તવ્ય આપ્યા હતા ત્યારે મોરારીબાપુએ કરોડોના ખર્ચે તૈયાર કરીને લોકો માટે નિઃશુલ્ક સેવાના સારથી અંબરીશ ડેર, માયાભાઈ આહીર સહિત ટ્રસ્ટીઓના બેફાટ વખાણ કર્યા હતા 
          મોરારીબાપુ (કથાકાર)
રાજુલાના કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર.
નિઃશુલ્ક હોસ્પિટલના ખાત મુહરતમાં મુખ્યમંત્રી ને નાયબ મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત.
કોંગી ધારાસભ્ય અંબરીશ ડેરના કાર્યક્રમમાં કોંગ્રેસ કરતા ભાજપના નેતાઓ વધુ.
નેતા વિપક્ષ ધાનાણી, મોઢવાઢીયા, પુંજા વંશ પ્રતાપ દુધાત હાજર..
કોંગી ધારાસભ્ય ડેરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહેતા રાજકારણ ગરમાયુ.
અમરેલી જિલ્લાના રાજકારણમાં હલચલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME! અમરેલી LCBએ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરી સાવરકુંડલાના સેંજળ ગામેથી પ્રાણઘાતક હથિયારો ઝડપી પાડ્યા.

Thu Oct 3 , 2019
Share this: અમરેલી: રાજુલા ખાતે નિમાૅણ પામતી નિ:શુલ્ક હોસ્પિટલનુ ખાત મૂહતૅ કરાયુ/સીએમ,ડે.સીએમ,મોરારીબાપુએ કયુૅ મૂહતૅ, જુઓ વિડીયો. અમરેલી/રાજુલા, ૩ ઓક્ટો.૧૯ ANO ડેસ્ક ન્યુજ અમરેલી જિલ્લાના રાજુલાના આંગણે આજે રૂડો અવસર આવ્યો હોય તેમ રાજુલા ખાતે નિર્માણ પામતી નિઃશુલ્ક આરોગ્ય મંદીરના ખાત મુહતૅ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સી.એમ.અને મોરારીબાપુના વરદ હસ્તે […]

You May Like

Breaking News