અમરેલી: રાજુલાના ઉટીયા ગામથી આરોગ્ય વિભાગ દ્વારા સેવાસેતુ કાયૅક્રમની શરૂઆત થઈ.

Share this:

અમરેલી: રાજુલાના ઉટીયા ગામથી આરોગ્ય વિભાગ દ્વારા સેવાસેતુ કાર્યક્રમની થઈ શરૂઆત.

અમરેલી/રાજુલા,૧૦ ઓક્ટો.૧૯
ANO ન્યુજ

વહીવટમા પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુથી પ્રાંત અધિકારી ડાભી સાહેબની અધ્યક્ષતામા અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ઉટીયા ગામથી સેવાસેતુના પાંચમા તબક્કાની શરૂઆત કરવામા આવી.જેમા રાજુલાના ઉટીયા,હડમતીયા, રાજપરડા,ગાંજાવદર,દેવકા,કુંભારીયા અને ખાંભલીયા ગામના લોકો દ્વારા જુદા જુદા વિભાગની લોકોની અરજીઓ નાગરીકો દ્વારા રજુ કરવામા આવેલ અને જુદા જુદા વિભાગની યોજનાકીય માહિતીની વિગતો પણ સેવા સેતુ કેમ્પ દરમિયાન પુરી પાડવામા આવેલ.

મા અમૃતમ કાર્ડ,આયુષમાન ભારત કાર્ડ,બ્લડ પ્રેસર અને ડાયાબીટીસની તપાસ, ડોક્ટર દ્વારા આરોગ્ય તપાસ,આધારકાર્ડ અને રેશન કાર્ડમા સુધારા વધારા,આવક અને જાતિના દાખલા,વૃદ્ધ સહાય યોજના જેવી વિવિધ પ્રકારની કામગીરી/યોજનાનો લાભ આપવામા આવેલ તેમજ તમામ અરજીનો સ્થળ પર જ નિકાલ કરવામા આવેલ અને મહત્તમ લોકો દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવામા આવેલ.

જેમા મામલતદાર ચૌહાણ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરીયા,ડેપ્યુટી મામલતદાર હિતેષભાઈ કાતરીયા,હસમુખભાઈ કાછડ,હરેશભાઈ વાળા,પુરોહીતભાઈ,નજુભાઈ, જયવીરસિંહ,સરપંચ ભાણાભાઈ લાખણોત્રા અને રાણીગભાઈ પીંજર,તલાટી કમ મંત્રી,આંગણવાડી બહેનો,આશા બહેનો સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી કામગીરી કરવામા આવેલ જે યાદીમા જણાવેલ છે.

રિપોટૅ: ઈલ્યાસ કલાણીયા

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાજ્યમંત્રીશ્રી પુરષોતમ સોલંકીની ખબર પુછવા ગુજરાત જનચેતના પાટીૅના સંયોજકશ્રી મનુ ચાવડા પહોંચ્યા એપોલો હોસ્પિટલ.

Thu Oct 10 , 2019
Share this: અમરેલી: રાજુલાના ઉટીયા ગામથી આરોગ્ય વિભાગ દ્વારા સેવાસેતુ કાર્યક્રમની થઈ શરૂઆત. અમરેલી/રાજુલા,૧૦ ઓક્ટો.૧૯ ANO ન્યુજ વહીવટમા પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુથી પ્રાંત અધિકારી ડાભી સાહેબની અધ્યક્ષતામા અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ઉટીયા ગામથી સેવાસેતુના પાંચમા તબક્કાની શરૂઆત કરવામા આવી.જેમા રાજુલાના ઉટીયા,હડમતીયા, રાજપરડા,ગાંજાવદર,દેવકા,કુંભારીયા અને […]

You May Like

Breaking News