CRIME:અમરેલી ટ્રાફિક શાખાએ વાહન ચેકીંગ દરમિયાન લિલીયા નજીકથી વિદેશી શરાબની થતી હેરાફેરી પકડી પાડી,2 લાખથી વધુની મતા કબ્જે કરી.

Share this:

CRIME: વાહન ચેકીગ દરમ્‍યાન લીલીયા વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી. રૂ.ર,૨૨,૯૦૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી, ટ્રાફીક શાખા

અમરેલી, ૧૫ ઓક્ટો.૧૯
ANO ક્રાઈમ ન્યુજ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા અને કેફી પીણુ પીધેલી હાલતમાં વાહન ચલાવતા ઇસમો તથા પ્રોહીબીશનની વાહનોમાં હેરાફેરી કરતા ઇસમો અંગે કડક વાહન ચેકીંગ કરી પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે આજરોજ તા.૧૪/૧૨/૨૦૧૯ નાં રોજ ટ્રાફીક શાખા ટીમ લીલીયા ગામ પાસે, લીલીયા ચોકડી ઉપર વાહન ચેકીંગ કામગીરી દરમ્‍યાન એક મારૂતિ અલ્‍ટો કાર નિકળતા જેનો પીછો કરતા, અલ્‍ટો કારનો ચાલક કાર મુકી નાશી ગયેલ જે અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો પકડી પાડેલ.
નાશી જનાર કાર ચાલક:-
પ્રવિણભાઇ પોપટભાઇ આલગરીયા રહે. અમરેલી.

પકડાયેલ પ્રોહી મુદ્દામાલઃ-
ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંન્‍ડની બોટલો નંગ-૨૮૭, કિં.રૂ.૧,૦૨,૯૦૦/- તથા મારૂતિ અલ્‍ટો કાર રજી.નંબર જી.જે.૦૧.એચ.જે.૨૭૮૩ કિં.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૨૨,૯૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી અમરેલ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી ટ્રાફીક શાખા, પો.સ.ઇ. શ્રી ડી. સી. સાકરીયા તથા ટ્રાફીક શાખા ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દામનગર-ગારીયાધાર ગામો તરફ જતા માગૅ મામલે મિડીયા અહેવાલથી માગૅ મકાન વિભાગનો દેખાવ/થીંગડા વિકાસ શરૂ.

Tue Oct 15 , 2019
Share this: CRIME: વાહન ચેકીગ દરમ્‍યાન લીલીયા વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી. રૂ.ર,૨૨,૯૦૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી, ટ્રાફીક શાખા અમરેલી, ૧૫ ઓક્ટો.૧૯ ANO ક્રાઈમ ન્યુજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા અને કેફી પીણુ પીધેલી હાલતમાં વાહન ચલાવતા […]

You May Like

Breaking News