1 નવેમ્બર આવતીકાલથી ગુજરાતમા ટ્રાફિકના આ નવા નિયમોમા આપવામા આવી શકે છે છૂટછાટ: વાંચો વિગત.

Share this:

આવતીકાલથી ગુજરાતમાં ટ્રાફિકના આ નવા નિયમોમાં આપવામાં આવશે છૂટછાટ: જાણો વિગતો.

અમરેલી, ૩૧ ઓક્ટો.૧૯
ANO ન્યુજ

આવતીકાલથી ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોનું થનાર કડક અમલીકરણ વચ્ચે વાહન વ્યવહાર મંત્રીએ કર્યો ખુલાસો

આવતીકાલ 1 નવેમ્બરથી ગુજરાતમાં અમલી બનનાર ટ્રાફિક ના નવા નિયમો ને લઈને એક ન્યુઝ હાઉસ દ્વારા વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુ સાથે ટેલીફોનીક વાતચીત કરતા એવું જાણવા મળ્યું હતું કે કદાચ આવતીકાલે 1 નવેમ્બરના દિવસે ગુજરાતમાં ટ્રાફિકના બધા નિયમોનો અમલ શક્ય નથી.

સરકારને મળતાં સૂચનોને ધ્યાનમાં લઇને હજુ પણ સરકાર લાઇસન્સ અને એચ.એસ.આર.પી ની બાબતમાં છૂટછાટ આપી શકે છે એવું તેમની વાતચીત પરથી પરોક્ષ રીતે જાણવા મળ્યું હતું.

વાહન વ્યવહાર મંત્રીએ મીડિયાને એવું જણાવ્યું હતું કે સરકારને જુદા જુદા સૂચનો પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે આ સૂચનોને ધ્યાનમાં લઈને 1 નવેમ્બરથી ટ્રાફિકના નિયમોને અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવશે.પ્રાપ્ત મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના સુભાષબ્રિજ RTOમાં 2018 કરતા 2019માં લાઇસન્સના 50 હજાર અરજદારો વધ્યા પણ પાસિંગનો રેશિયો 3 લાખ રહ્યો છે.

2019માં અંદાજે 3.54 લાખ અરજદારોએ અરજી કરી હતી. જેમાંથી 54 હજાર નાપાસ થયા હતાં.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ટ્રેકસૅ માટે ખુશીના સમાચાર: હિમાચલના મનાલી પહાડોમા શરૂ થઈ બરફવષાૅ/પહાડો પર પારો શુન્ય.

Thu Oct 31 , 2019
Share this: આવતીકાલથી ગુજરાતમાં ટ્રાફિકના આ નવા નિયમોમાં આપવામાં આવશે છૂટછાટ: જાણો વિગતો. અમરેલી, ૩૧ ઓક્ટો.૧૯ ANO ન્યુજ આવતીકાલથી ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોનું થનાર કડક અમલીકરણ વચ્ચે વાહન વ્યવહાર મંત્રીએ કર્યો ખુલાસો આવતીકાલ 1 નવેમ્બરથી ગુજરાતમાં અમલી બનનાર ટ્રાફિક ના નવા નિયમો ને લઈને એક ન્યુઝ હાઉસ દ્વારા વાહન વ્યવહાર […]

You May Like

Breaking News