CRIME:સાવરકુંડલા રૂરલમા હાજર થતાજ લેડી સિંઘમ PSI ડોડીયાનો સપાટો/20 લાખની ખંડણી માંગી મારની ધમકી આપી 1 વષૅથી ફરાર વોન્ટેડ આરોપીને દબોચી લેવાયો.

Share this:

CRIME:સાવરકુંડલા રૂરલમા હાજર થતા જ લેડી સિંઘમ PSI ડોડીયાનો સપાટો/ 20 લાખની ખંડણી માંગી મારની ધમકી આપનારને દબોચી લેવાયો.

અમરેલી/સાવરકુંડલા,૬ નવે.૧૯
ANO ક્રાઈમ ન્યુજ.

રૂ.૨૦ લાખ ની ખંડણી માંગી માર મારી ધાક ધમકી આપવાના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડી ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ રાણા સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓના માર્ગદર્શન તળે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના લેડી સિંઘમ PSI શ્રી એ.પી.ડોડીયા સાહેબ તથા પોલીસ સ્ટાફ નાઓની ચોકકસ બાતમી આધારે ખંડણી માંગી ધાક ધમકી આપવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને પકડી પાડી ઘરપકડ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી -ધર્મેશભાઇ ઉર્ફે ધમો ઉર્ફે ભાણો અમરૂભાઇ ધાખડા ઉ.વ. ૨૨ ધંધો. ખેતી કામ રહે. ભાક્ષી – ૦૩ ( ભંડારીયા) પ્રા. શાળા સ્કુલની સામે, તા. રાજુલા જી. અમરેલી વાળાને તા. ૦૬/૧૧/૨૦૧૯ રોજ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુન્હાની વિગત

  • સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં- ૧૦૩/ આઇ.પી.સી. કલમ – ૩૮૫, ૩૮૭, ૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૫૦૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ – ૧૩૫ મુજબ ના કામે નાસતા ફરતા આરોપીઓએ આજથી એકાદ વર્ષ પહેલા શૈલેષ નાથા ચાંદુ તથા દાદુ નાથા ચાંદુ સાથે મળી ફરીયાદીએ ભમ્મર થી દોલતી જવાના રોડનુ કામ ચાલુ કરવુ હોય પોતાના ગામ દોલતીમાંથી રોડ બનાવવો હોય તો રૂ. ૨૦,૦૦,૦૦૦/- ની ખંડણી આપવી પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હોય જે ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને થોરડી ગામે થી પકડી પાડેલ. આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ – પકડાયેલ આરોપી એ એકાદ વર્ષ પહેલા તેઓએ રાજુલા શહેરમાં વકીલ સાથે મારામારી કરી ગુન્હો કરેલ છે. જે રાજુલા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૬૨/૨૦૧૮ આઇ.પી.સી. કલમ – ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ – ૩(૨)(૫)(એ), ૩(૧)(આર)(એસ) નોધાયેલ છે.

આમ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત લેડી સિંઘમ PSI શ્રી એ.પી.ડોડીયા તથા હેડ કોન્સ. કે.એ.સાંખટ તથા હેડ કોન્સ આર.બી.મારૂ તથા હેડ કોન્સ એમ.કે.મકવાણા તથા હેડ કોન્સ જી.જી. મકવાણા દ્રારા ખંડણીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

'મહા'BREAKING! અમરેલી જીલ્લાના વાતાવરણમા પલ્ટો/વ્હેલી સવારથી પવન સાથે કમોસમી માવઠા પડ્યા/પાકને નુકશાન.

Thu Nov 7 , 2019
Share this: CRIME:સાવરકુંડલા રૂરલમા હાજર થતા જ લેડી સિંઘમ PSI ડોડીયાનો સપાટો/ 20 લાખની ખંડણી માંગી મારની ધમકી આપનારને દબોચી લેવાયો. અમરેલી/સાવરકુંડલા,૬ નવે.૧૯ ANO ક્રાઈમ ન્યુજ. રૂ.૨૦ લાખ ની ખંડણી માંગી માર મારી ધાક ધમકી આપવાના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. શ્રી નિર્લિપ્ત […]

You May Like

Breaking News