દુનિયાનુ સૌથી પૌષ્ટિક શાક માનવામા આવેછે કંટોલા, જાણો તેના અદભૂત ફાયદાઓ.

Share this:

દુનિયાનું સૌથી પૌષ્ટિક શાક માનવામાં આવે છે કંકોડા, જાણો તેના વિશેષ ફાયદાઓ.

અમરેલી, તા.૧૭/૭/૧૯

વરસાદની શરૂઆત થતા જ બજારમાં અનેક પ્રકારના લીલા શાકભાજી પણ મળે છે. જેમાથી એક છે કંકોડા..વરસાદની સીઝનમાં આવતા આ શાકને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાણકાર તેને દુનિયાનુ સૌથી પૌષ્ટિક શાક માને છે.અને હકિકત પણ છે.

અમરેલીના ગીર વિસ્તારમા ઠેક ઠેકાણે તેના વેલા ઉગી નિકળે છે અને તેમા ભરપુર જોવા મળતા આ શાકને વિવિધ નામથી પણ ઓળખાય છે.તેને કંટાલા,કંકોડા, મીઠા કારેલા, કેકરોલ, કાકરોલ, ભાટ કારેલા, કોરોલા, કરટોલી સહિતના નામથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ આપણે સૌરાષ્ટ્રમા તેને કંટોલાથી ઓળખીએ છીએ.આ શાક કારેલા પ્રજાતિની છે. પરંતુ તે કારેલા જેવી કડવા લાગતી નથી. ઘણી જગ્યાએ તો તેને ઔષધિની જેમ ઉપયોગ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સતત તેનું સેવન કરવાથી શારીરિક તાકાતમાં વધારો થાય છે.

આયુર્વેદમાં પણ કંકોડાને ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તેમા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. તેનું શાક ખૂબ ફાયદાકારક હોય છે. કેટલાક રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે કે તેમા પ્રોટીન અને આયરન ભરપૂર પ્રમાણમાં રહેલા છે. પરંતુ કેલરીનું પ્રમાણ ઓછું થઇ જાય છે.


ADVERTISE BOX

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગીર પંથકમા છેલ્લા ૨ વષૅમા ગેરકાયદેસર લાયન શો કરતા ૭૪ ઝડપાયા, વિધાનસભામા પુછાયેલા પ્રશ્નમા સરકારે શું આપ્યો જવાબ વાંચો..

Wed Jul 17 , 2019
Share this: દુનિયાનું સૌથી પૌષ્ટિક શાક માનવામાં આવે છે કંકોડા, જાણો તેના વિશેષ ફાયદાઓ. અમરેલી, તા.૧૭/૭/૧૯ વરસાદની શરૂઆત થતા જ બજારમાં અનેક પ્રકારના લીલા શાકભાજી પણ મળે છે. જેમાથી એક છે કંકોડા..વરસાદની સીઝનમાં આવતા આ શાકને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાણકાર તેને દુનિયાનુ સૌથી પૌષ્ટિક શાક માને છે.અને […]

You May Like

Breaking News