અમરેલી SOG ટીમે રાજકમલ ચોકમાથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી લીધો.

Share this:

અમરેલી શહેરના રાજકમલ ચોકમાંથી ચોરીના એક્સેસ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી SOG ટીમ.

અમરેલી, તા.૧૭ જુલાઈ.

અમરેલી SPશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી અને ચોરાયેલ મિલકત મુળ માલિકને પરત મળી જાય અને આવા ચોરીઓ કરતાં  આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા તેમજ પેટ્રોલિંગ દરમ્યાન કડક વાહન ચેકિંગ હાથ ધરવા  અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ તા:૧૭/૦૭/૨૦૧૯ ના  SOGના PSI શ્રી આર.કે.કરમટા તથા ટીમ SOGએ રાજકમલ ચોકમાંથી ચોરીના એક્સેસ મો.સા. સાથે આરોપીની ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપી :- કરણસિંહ મગનસિંહ ચૌહાણ ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે. જેશર લાખાભાઇ બોદરની વાડીએ મુળ સમૌ પ્રજાપતિ નાયીવાસ તા.માણસા જિ.ગાંધીનગર
મળેલ મુદ્દામાલની વિગત :-  એક કાળા કલરનું સુઝુકી કંપનીનું  એક્સેસ મો.સા. (સ્કુટર) કિ.રૂ. ૧૫૦૦૦/- નું આરોપી પાસેથી કબ્જે કરેલ જે આરોપીએ આશરે ત્રણેક મહિના પહેલા દિવના ઘોઘલા વિસ્તરમાંથી સુઝુકી કંપનીનું એક્સેસ મો.સા. ચોરી કરેલ હોય જેને આજરોજ વાહન ચેકિંગ દરમ્યાન રાજકમલ ચોક પાસેથી ચોરીના સ્કુટર સાથે પકડી પાડેલ અને વધુ તપાસ અર્થે  અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે. આમ, અમરેલી SOG ટીમને ચોરીના એક્સેસ મો.સા. સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

ADVERTISE BOX

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING ! વાંચો..અમરેલી જીલ્લાભરમા શું થઈ નવા જુની...

Thu Jul 18 , 2019
Share this: અમરેલી શહેરના રાજકમલ ચોકમાંથી ચોરીના એક્સેસ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી SOG ટીમ. અમરેલી, તા.૧૭ જુલાઈ. અમરેલી SPશ્રી નિર્લિપ્ત રાય, સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સંબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી અને ચોરાયેલ મિલકત મુળ માલિકને પરત મળી જાય અને આવા ચોરીઓ કરતાં  આરોપીઓને સત્વરે પકડી […]

Breaking News