CRIME:પીપાવાવ પો.સ્ટે.ના અપહરણનાં ગુન્હાનાં કામે આરોપી સાથે ભોગબનનારને ઝડપી પાડતી અમરેલી SOG ટીમ.

Share this:

CRIME:પીપાવાવ પો.સ્ટે.ના અપહરણનાં ગુન્હાનાં કામે આરોપી સાથે ભોગબનનારને ઝડપી પાડતી અમરેલી SOG ટીમ.

અમરેલી, ૧૫ ડિસે.૧૯
ANO ક્રાઈમ ન્યુજ

પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ માટે સઘન ડે-નાઇટ પેટ્રોલીંગ ફરવા જેમાં પેટ્રોલિંગ દરમ્યાન કડક વાહન ચેકિંગ હાથ ધરવા તેમજ દારૂ-જુગારના કેસો કરવા તેમજ ગુના ના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે આજરોજ  તા.૧૪/૧૨/૨૦૧૯ ના અમરેલી એસ.ઓ.જી પો.ઇન્સ શ્રી કે.ડી.જાડેજા સાહેબ, તથા પો.સબ ઈન્સ., એમ.એ.મોરી તથા એસ.ઓ.જી ટીમ અમરેલી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન શાકમાર્કેટ, રાજપુતાનાં હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં છોકરો-છોકરી મળી આવતા વઘુ પુછપરછ દરમિયાન પીપાવાવ પો.સ્ટે. I ગુ.ર.ન ૩૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટ ૧૮ મુજબના ગુનાના કામે અપહરણ કરનાર આરોપી સાથે ભોગબનનારને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી :-
માનસંગભાઇ સુખાભાઇ ગુજરીયા, ઉ.વ.-૨૭, ઘંઘો-મજુરી, રહે.વાડી વિસ્તાર ખેરા, સમઢીયાળા-૧, તા.રાજુલા, જી.અમરેલી. હાલ-ટીંબા ગામની સીમમા તા.ગારીયાઘાર. ઉપરોકત પકડાયેલ આરોપીને પીપાવાવ પો.સ્ટે. I ગુ.ર.ન ૩૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૩૬૩, ૩૬૬, પોક્સો એક્ટ ૧૮ વિ. મુજબ અપહરણનાં ગુન્હાનાં કામે છેલ્લા અઢી માસ થી ફરાર હોય, જેને આજરોજ અમરેલી મુકામેથી ઘોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે અમરેલી સીટી પો.સ્ટે.,સોંપી આપવામાં આવેલ છે.

આમ, પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ અપહરણનાં ગુન્હાનાં કામે ભોગ બનનાર સાથે આરોપીને પકડી પાડવામા અમરેલી એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્‍સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ.ઇન્સ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી. ટીમને સફળતા મળેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દામનગરના રાભડા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત બાળકીની સફળ સર્જરી કરાય

Sun Dec 15 , 2019
Share this: CRIME:પીપાવાવ પો.સ્ટે.ના અપહરણનાં ગુન્હાનાં કામે આરોપી સાથે ભોગબનનારને ઝડપી પાડતી અમરેલી SOG ટીમ. અમરેલી, ૧૫ ડિસે.૧૯ ANO ક્રાઈમ ન્યુજ પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, અમરેલીનાઓ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ માટે સઘન ડે-નાઇટ પેટ્રોલીંગ ફરવા જેમાં પેટ્રોલિંગ દરમ્યાન કડક વાહન ચેકિંગ હાથ ધરવા […]

You May Like

Breaking News