POLICEને ધમકી-અમરેલીના SP અને સા.કુંડલા રૂરલના લેડી સિંઘમ PSI ડોડીયાને મળી ધમકી/કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરે આપી ધમકી/નોંધાવાઈ ફરીયાદ.

Share this:

POLICEને ધમકી-અમરેલીના SP અને સા.કુંડલા રૂરલના લેડી સિંઘમ PSIને મળી ધમકી/કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરે આપી ધમકી/નોંધાવાઈ ફરીયાદ.

અમરેલી, ૧૭ ડિસે.૧૯
ANO ડેસ્ક ન્યુજ

ધમકી આપવાના કિસ્સાઓ તો કેટલાય સાંભળ્યા હશે પરંતુ પોલીસને ધમકી આપતો એક વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

શું છે સમગ્ર મામલો:-

અહીં વાત છે અમરેલીના જાંબાજ SP શ્રી નિલીૅપ્ત રાય તેમજ લેડી સિંઘમની છાપ ધરાવતા સાવરકુંડલા રૂરલ પોલીસના મહિલા PSI શ્રી એ.પી.ડોડીયાની. થોડા દિવસો પૂવેૅ અમદાવાદની એક હોટેલમા પોલીસે છાપો મારતા રાજકોટની કુખ્યાત અને લેડી ડોન ગણાતી સોનુ ડાંગર અને અન્ય બે આરોપી પુરૂષો શરાબના નશામા ધુત હાલતમા ઝડપાયા હતા, અમદાવાદ પોલીસે સોનુ ડાંગર સહિત બે પુરૂષોની તપાસ કરતા ત્રણેય ગુનાહિત કૂત્યો સાથે સંકળાયેલા હોવાનુ માલુમ પડેલ. ઝડપાયેલા બે પુરૂષો અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વંડા પોલીસ મથકના વોન્ટેડ આરોપી હતા. જેના પર સાત જેટલા ગેરકાયદે હથિયારો રાખવા, સહિતના કેસોમા ઘણા સમયથી વોન્ટેડ હતા. અમદાવાદ પોલીસે આ મામલે જાણ કરાતા અમરેલી પોલીસે બન્ને આરોપીનો ટ્રાન્સફર કબ્જો લઈ અમરેલી લવાયા હતા અને કોટૅમા રજુ કરી રિમાન્ડની માંગ કરાતા કોટેૅ બે દિવસના રિમાન્ડ મંજુર પણ કયાૅ હતા, પોલીસે બન્ને આરોપીને વધુ પુછપરછ હાથ ધરી હતી, પોલીસને શંકા હતી લેડી ડોન ગણાતી સોનુ ડાંગર સહિત ત્રણેય હોટેલમા રોકાયા તો શું કોઈ ગુનાને અંજામ આપવા માટેનુ પ્લાનિંગ હતુ ? તે મામલે પોલીસે પુછપરછ હાથ ધરી હતી જેમા અમરેલીના પોલીસ અધિક્ષક નિલીૅપ્ત રાયના માગૅદશૅન અને સુચના મુજબ સાવરકુંડલા તાલુકા પીએસઆઈ લેડી સિંઘમ એ.પી.ડોડીયાએ તપાસ હાથ ધરી હતી, જે મામલે સોનુ ડાંગર કે જે અસંખ્ય ગુનાઓમા પોલીસ ચોપડે ચડી ચુકી છે તેણે આ બન્ને આરોપીની તરફદારી કરી રહી હોવાનુ વાયરલ વિડીયોમા સ્પષ્ટ થાય છે.

બન્ને આરોપીની પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ હતી જેમા કેટલાય ગુનાહિત રાજ ખુલવાની શક્યતા હોવાથી લેડી ડોન સોનુ ડાંગરે પોતે વિડીયો બનાવી અમરેલી એસપી નિલીૅપ્ત રાય અને પીએસઆઈ એ.પી.ડોડીયા વિરૂદ્ધ બેફામ વાણી વિલાસ કરી અભદ્ર ભાષા પ્રયોગ કરી લેડી ડોન સોનુ ડાંગરે આખરે ન કરવાની ભુલ કરી હવે પોલીસના સાણસામા આવી ગઇ છે.

લેડી ડોન સોનુ ડાંગરના વાયરલ વિડીયો મામલે સાવરકુંડલા તાલુકા PSI અલ્પા ડોડીયાએ અમરેલી એસ.પી.અને પી.એસ.આઈ.વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા મુદ્દે સોનુ ડાંગર સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં IPC કલમ 109, 189, 228, 295 (ક), 500, 504, 506(2) અને આઈ.ટી.એક્ટ 67 મુજબ
સાવરકુંડલા તાલુકા PSI અલ્પા ડોડીયાએ સોનુ ડાંગર સામે ફરીયાદ નોંધાવી છે.

અમરેલી પોલીસ અધિક્ષક નિલીૅપ્ત રાય

લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા

કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

તાજગીસભર શિયાળાની કડકડતી ઠંડીમા ગરમા ગરમ લાઈવ જલેબીની લૂપ્ત ઉઠાવી રહ્યા છે આંબરડી ગામના લોકો/જુઓ વિડીયો.

Tue Dec 17 , 2019
Share this: POLICEને ધમકી-અમરેલીના SP અને સા.કુંડલા રૂરલના લેડી સિંઘમ PSIને મળી ધમકી/કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરે આપી ધમકી/નોંધાવાઈ ફરીયાદ. અમરેલી, ૧૭ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ ધમકી આપવાના કિસ્સાઓ તો કેટલાય સાંભળ્યા હશે પરંતુ પોલીસને ધમકી આપતો એક વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર […]

Breaking News