સિંહે ત્રાડ નાંખતા નીલગાયનુ બચ્ચુ ગભરાઈને ગામની શેરીમા ઘુસ્યુ/મંદિર નજીક સિંહે દબોચી લીધુ/જાબાળ ગામનો બનાવ.

Share this:

સિંહે ત્રાડ નાંખતા નીલગાયનુ બચ્ચુ ગામની શેરીમા ઘુસી ગ્યુ/મંદિર નજીક સિંહે શિકાર કયોૅ/જાબાળ ગામનો બનાવ.

સાવરકુંડલા, ૩૦ ડિસે.૧૯
ANO ડેસ્ક ન્યુજ

સુભાષ સોલંકી દ્વારા…

શિકારની શોધમા આંટા ફેરા મારતા સિંહે નદીમા ચારો ચરતા નીલગાયના ઝુંડ નજીક આવી ગજૅના કરતા બચ્ચુ ગભરાઈને ભાગીને ગામની શેરીએ ચડ્યુ હતુ.

ગીર કાંઠે વસેલા સાવરકુંડલા તાલુકાના મિતીયાળા અભયારણ્ય નજીક આવેલા ગામોમા જંગલી પ્રાણીઓ સહિત સિંહ અને દિપડાઓની અવર જવર આમતો હવે સામાન્ય બાબત બની ગઈ છે.

જાબાળ ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ ખુમાણે બનાવનો ચિતાર આપતા જણાવેલ કે આજે વહેલી સવારે જાબાળ ગામ નજીક આવેલ નદીમા નીલગાયોનુ ઝુંડ ચારો કરી રહ્યુ હતુ તેવામા અચાનક શિકારની શોધમા આવી ચડેલા વનરાજે ત્રાડ નાંખતા ઝુંડમા ભાગમ ભાગ મચી હતી તેમાંથી નીલગાયનુ એક બચ્ચુ ગભરાઈને ગામની બજારે ચડતા સિંહે પણ પાછળ દોટ મુકી હતી અને રામજી મંદિર નજીક રોડ પર બચ્ચુ સ્લિપ થઈ જતા સિંહે દબોચી લેતા બચ્ચાની ચિંસો સાંભળી શેરીમા જાગી ગયેલા લોકો દોડી આવતા સિંહે હાથમા આવેલો શિકાર છોડી નાસી છુટ્યો હતો. આ બનાવથી ગામમા આવી ગયેલા સિંહથી ગ્રામજનોમા પણ ભયનો માહોલ સજાૅયો હતો.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી જી.પોલીસ દ્વારા જીલ્‍લામાં 31 ડીસેમ્‍બર તથા નવા વર્ષની ઉજવણીના ઉપક્રમે શરાબની પ્રવૃતિ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરાઈ.

Mon Dec 30 , 2019
Share this: સિંહે ત્રાડ નાંખતા નીલગાયનુ બચ્ચુ ગામની શેરીમા ઘુસી ગ્યુ/મંદિર નજીક સિંહે શિકાર કયોૅ/જાબાળ ગામનો બનાવ. સાવરકુંડલા, ૩૦ ડિસે.૧૯ ANO ડેસ્ક ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… શિકારની શોધમા આંટા ફેરા મારતા સિંહે નદીમા ચારો ચરતા નીલગાયના ઝુંડ નજીક આવી ગજૅના કરતા બચ્ચુ ગભરાઈને ભાગીને ગામની શેરીએ ચડ્યુ હતુ. ગીર કાંઠે […]

You May Like

Breaking News