CRIME: છેલ્લા એકાદ માસથી જાફરાબાદ પોલીસ સ્ટેશનનાં ઘરફોડીનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડતી સા.કુ.ડીવી.નાસતા ફરતા સ્કોર્ડ.

Share this:

CRIME: છેલ્લા એકાદ માસથી જાફરાબાદ પોલીસ સ્ટેશનનાં ઘરફોડીનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડતી સા.કુ.ડીવી.નાસતા ફરતા સ્કોર્ડ.

અમરેલી,૧૨ જાન્યુ.૨૦
ANO ક્રાઈમ ન્યુજ

  *શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,* ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે *તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦* સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે *પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલી નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાવરકુંડલા નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પો.સબ ઈન્સ. શ્રી એચ.એચ.સેગલીયા તથા નાસતા ફરતા ટીમ સા.કુ.રૂ. પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, જાફરાબાદ પો.સ્ટે., ભાગ એ-૦૦૦૬/૨૦૨૦ ઇ.પી.કો.ક. ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુન્હાના આરોપીને વિજપડી બસ સ્ટેશન પાસેથી પકડી પાડેલ છે.  

પકડાયેલ આરોપી ઃ-
ચકુર ભાણાભાઈ શિયાળ ઉ.વ.-૨૬, ઘંઘો-મજૂરી, રહે.છાપરી મૂળ-ભાકોદર તા.જાફરાબાદ

ગઇ તા.૦૭/૧/૨૦૨૦ નાં રોજ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં કોપર વાયર ઘરફોડ ચોરી ગુન્હો રજી. થયેલ જે ગુન્હાનાં કામે મજકુર આરોપી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળતો હોય, અને આજરોજ સ.કુ.રૂ. પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન ખાનગી બાતમી રાહે પકડી પાડેલ છે. અને વઘુ તપાસ અર્થે સ.કુ.રૂ.પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

 આમ, અમરેલી પોલીસ અધિક્ષક સા શ્રી તથા સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષસ સા શ્રી નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ.શ્રી એચ.એચ.સેગલીયા તથા નાસતા ફરતા ડિવિઝન ટીમે છેલ્લા એકાદ માસથી ઘરફોડ ચોરીના ગુન્હાનાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલા કબીર ટેકરી ખાતે રાષ્ટ્રીય એકતા મંચ પ્રદેશ અધિવેશન યોજાયુ/આગેવાનો રહ્યા ઉપસ્થિત.

Sun Jan 12 , 2020
Share this: CRIME: છેલ્લા એકાદ માસથી જાફરાબાદ પોલીસ સ્ટેશનનાં ઘરફોડીનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડતી સા.કુ.ડીવી.નાસતા ફરતા સ્કોર્ડ. અમરેલી,૧૨ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ પકડાયેલ આરોપી ઃ- ચકુર ભાણાભાઈ શિયાળ ઉ.વ.-૨૬, ઘંઘો-મજૂરી, રહે.છાપરી મૂળ-ભાકોદર તા.જાફરાબાદ ગઇ તા.૦૭/૧/૨૦૨૦ નાં રોજ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં કોપર વાયર ઘરફોડ ચોરી ગુન્હો રજી. થયેલ જે ગુન્હાનાં […]

You May Like

Breaking News