CRIME: અમરેલી SOG ટીમે છેલ્લા દોઢેક માસથી બગસરા પોલીસ સ્ટેશનનાં લૂંટનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડ્યો.

Share this:

CRIME: અમરેલી SOG ટીમે છેલ્લા દોઢેક માસથી બગસરા પોલીસ સ્ટેશનનાં લૂંટનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડ્યો.

અમરેલી, ૨૨ જાન્યુ.૨૦
ANO ક્રાઈમ ન્યુજ.

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, અમરેલી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. અમરેલીના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા સાહેબ તથા પો.સબ ઈન્સ., મહેશ મોરી તથા એસ.ઓ.જી. ટીમ બગસરા પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, બગસરા પો.સ્ટે., બગસરા પો.સ્ટે.,ફ.ગુ.ર.ન-૭૫/૨૦૧૯, IPC કલમ- ૩૯૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબનાં ગુન્હાનો આરોપી બગસરા બાયપાસ ચોકડી, હામાપુર ગામ તરફ જવાનાં રસ્તે ઉભેલ હોય, તેવી ચોકકસ અને આઘારભુત બાતમી મળતા મજકુર આરોપીને બગસરા-હામાપુર તરફ જવાનાં રસ્તે થી પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી :-
છત્રજીત ઉર્ફે લાલો બાઘાભાઇ વાળા ઉવ.-૨૨, રહે.પાદરગઢ તા.ઘારી, જી.અમરેલી. ગઇ તા.૨૮/૧૧/૨૦૧૯ નાં રોજ આ કામનાં ફરિયાદીશ્રી પોતાનું ટ્રેકટર લઇ પોતાનાં ઘરે આવતા હોય, અને આ કામનાં આરોપીઓ કાગદડી ગામ તરફથી બે મોટર સાઇકલ તથા તલવાર અને પાઇપ લઇ ટ્રેક્ટરની આગળ મો.સા. ઉભુ રાખતા ફરિયાદીશ્રીએ દુર લઇ લેવા કહેતા આ કામનાં આરોપીઓએ ડ્રાઈવીંગ લાયસન્સ તથા રોકડા રૂા.૧૦૪૦૦/- ની લુંટ કરેલ અને બાદ ફરિયાદીશ્રીનાં ઘર પાસે આવી માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપેલ હતી જે અનુસંઘાને બગસરા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન-૭૫/૨૦૧૯, IPC કલમ-૩૯૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુન્હો રજી. થયેલ જે ગુન્હાનાં કામે મજકુર આરોપી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળતો હોય, અને આજરોજ બગસરા પો.સ્ટે., વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન ખાનગી બાતમી રાહે બગસરા બાયપાસ ચોકડી હામાપુર ગામ તરફ જવાનાં રસ્તા પાસેથી પકડી પાડેલ છે. અને વઘુ તપાસ અર્થે બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ. શ્રી મહેશ મોરી તથા એસ.ઓ.જી. ટીમને છેલ્લા દોઢેક માસથી લુંટનાં ગુન્હાનાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી શહેરમા ટ્રાફિક સમસ્યાને લઈ કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયુ જાહેરનામુ.

Wed Jan 22 , 2020
Share this: CRIME: અમરેલી SOG ટીમે છેલ્લા દોઢેક માસથી બગસરા પોલીસ સ્ટેશનનાં લૂંટનાં ગુન્હાનાં કામનાં આરોપીને પકડી પાડ્યો. અમરેલી, ૨૨ જાન્યુ.૨૦ ANO ક્રાઈમ ન્યુજ. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે તા.૦૮/૦૧/૨૦૨૦ થી તા.૨૮/૦૧/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે […]

Breaking News