બાબરામાં તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો.

Share this:

બાબરામાં તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો.

બાબરા, 19/2/20
ANO ન્યુજ

બાબરામાં સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા અને જિલ્લા મથકે “કોંગ્રેસ વિચાર સંવાદ” નો કાર્યક્રમ યોજાઈ છે જેમાં પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પ્રોજેક્ટર વીડિયો વિજયુલ દ્વારા કોંગ્રેસ પક્ષની માહિતી વિચારસરણી કાર્યકર્તાઓ અને આગેવાનો ને બતાવવામાં આવે છે

ત્યારે બાબરામાં પણ નવા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના વિચાર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાષ્ટ્રગીત નું સમૂહ ગાન કરી ભારતમાતાનો જયજય કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના જીતેન્દ્ર બધેલ, ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ સોસા,સમજયસિંહ સરવૈયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,શહેર કોંગ્રેસના પ્રમુખ વિનુભાઈ કરકર,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઇ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેઠળિયા,નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાળા,ઉપ પ્રમુખ જગદીશભાઈ કારેટિયા,માજી પ્રમુખ ખીમજીભાઈ મારૂ,જિલ્લા કોંગ્રેસના મનસુખભાઇ પલસાણા,તાલુકા કોંગ્રેસના મહામંત્રી બાવાલાલ હિરપરા,તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા,સહિત નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહી કોંગ્રેસના સંવાદ કાર્યક્રમને નિહાળ્યો હતો

આ કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા દેશ હિતમાં કરવામાં આવેલ વિવિધ કામગીરી તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશ હિટ તેમજ જન હિત માટે જે નિર્ણયો કરવામાં આવ્યા હતા તેના વીડિયો વિજયુંલ બતાવવામાં આવ્યા હતા અને ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા સમજાવવા આવ્યા હતા

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સાવરકુંડલા ખાતે CAA/NRCના સમથૅનમા યોજાઈ વિશાળ રેલી.

Wed Feb 19 , 2020
Share this: બાબરામાં તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો. બાબરા, 19/2/20 ANO ન્યુજ બાબરામાં સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં તાલુકા અને જિલ્લા […]

Breaking News