Share this:
BREAKING! અમરેલી જીલ્લામા કોરોનાના 3 શંકાસ્પદ કેસ સામે આવ્યા/આરોગ્ય વિભાગ કોરોનાને લડત આપવા સજ્જ.
અમરેલી,31/3/20
ANO ન્યુજ
અમરેલી જીલ્લા પ્રશાસનની સજાગતા વચ્ચે આજ સુધી એકપણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી, આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટૂ ડોર સવૈૅ હાથ ધરી બિમારીથી બચવા તકેદારીના તમામ પગલા લેવા તંત્ર સજ્જ છે ત્યારે
અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના ત્રણ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે રાજુલાના પીપાવાવ,ખાંભાના સમઢીયાળા અને ધારીના મીઠાપુરથી આ કેસો છે જેમાં બે યુવતી અને એક યુવકનો શંકાસ્પદ કેસ છે જેમના રિપોર્ટ ભાવનગર મોકલવામાં આવ્યા છે આવતી કાલે આ રિપોર્ટ ભાવનગરથી આવશે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનાં શંકાસ્પદ કેસો અંગે પુષ્ટિ આપી છે જેમાં પીપાવાવ ખાતેની 35 વર્ષીય યુવાન કેટલાક સમય પૂર્વે રાજકોટનો પ્રવાસ કર્યો હતો જ્યારે ધારીના મીઠાપુર ખાતે 35 વર્ષીય યુવતીનો શંકાસ્પદ કેસ છે તો ખાંભાના મોટા સમઢીયાળાની 25 વર્ષીય યુવતી કેટલાક સમય પૂર્વે સુરતનો પ્રવાસ કર્યો હોવાનું માહિતી ખાતાની એક પ્રેસનોટમાં જણાવાયુ આવ્યું છે જિલ્લામાં આ અગાઉ પણ શંકાસ્પદ કેસો સામે આવી ચુક્યા છે પરંતુ તે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
