BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉનનો ભંગ કરતા ૧૫૦ ઇસમો સામે ૧૧૪ ગુન્‍હાઓ દાખલ કરી ૮૧ વાહનો ડીટેઇન કરયા.

Share this:

BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉનનો ભંગ કરતા ૧૫૦ ઇસમો સામે ૧૧૪ ગુન્‍હાઓ દાખલ કરી ૮૧ વાહનો ડીટેઇન કરયા.

અમરેલી,11/4/20
ANO ન્યુજ

વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં ‘‘લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ દ્વારા અમરેલી જિલ્‍લાના મહત્‍વના એન્‍ટ્રી / એક્ઝીટ પોઇન્‍ટ પર ૩૯ (ઓગણ ચાલીસ) ચેકપોસ્‍ટ શરૂ કરી, નાકાબંધી કરી, ‘‘લોક ડાઉન’’ નો ચુસ્‍ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

ગઇ કાલ તા.૧૦/૦૪/૨૦૨૦ ના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં કુલ ૧૫૦ ઇસમો વિરૂધ્‍ધ ૧૧૪ ગુન્‍હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૮૧ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૧૦૯ ઇસમો સામે ચલાલા, પીપાવાવ મરીન, લીલીયા, લાઠી, ધારી, બગસરા, દામનગર, જાફરાબાદ, સાવરકુંડલા ટાઉન, બાબરા, જાફરાબાદ મરીન, સાવરકુંડલા રૂરલ, અમરેલી સીટી, રાજુલા, ખાંભા, ડુંગર તથા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૯૮ ગુન્‍હાઓ રજી. કરાવવા માં આવેલ છે.

બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્‍થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્યલ ડીસ્‍ટન્‍સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં ૩૦ ઇસમો સામે લાઠી, બગસરા તથા અમરેલી સીટી પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૬ ગુન્‍હા રજી. થયેલ છે.

માસ્‍ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી કરતાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં ૫ ઇસમો વિરૂધ્‍ધ વંડા તથા ડુંગર પો.સ્‍ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪ ગુન્‍હાઓ રજી. કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ૪ ઇસમો વિરૂધ્‍ધ નાગેશ્રી તથા ડુંગર પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

દુકાનો ખુલ્‍લી રાખી, ટોળા ભેગા કરી, દુકાનમાં સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા ૨ ઇસમો વિરૂધ્‍ધ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૨ ગુન્‍હા રજી. કરવામાં આવેલ છે.

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાયસાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્‍લા પોલીસ કટિબધ્‍ધ અને સતત કાર્યશીલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમરેલી POLICE વિભાગ દ્વારા આગવી પહેલ/ નાગરિકોને ઘરેબેઠા જ મળશે જીવનજરૂરી સામાન/'લોકમિત્ર' એપથી જરૂરી વસ્તુઓની થશે હોમ ડીલિવરી.

Sat Apr 11 , 2020
Share this: BREAKING! અમરેલી જીલ્લા POLICE દ્વારા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉનનો ભંગ કરતા ૧૫૦ ઇસમો સામે ૧૧૪ ગુન્‍હાઓ દાખલ કરી ૮૧ વાહનો ડીટેઇન કરયા. અમરેલી,11/4/20 ANO ન્યુજ વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં nCOVID –19 ના સંક્રમણને અટકાવવા માટે […]

You May Like

Breaking News