સા.કુંડલા સિગ્મા સ્કુલ ઓફ સાયન્સનો વિદ્યાથીૅ ઝળ્ક્યો/મજૂરી કરતાં માં-બાપનું નામ રોશન કરી 12 સાયન્સમા 99.42 PR મેળવતો વંડા ગામનો રાહુલ રાઠોડ.

Share this:

સા.કુંડલા સિગ્મા સ્કુલ ઓફ સાયન્સનો વિદ્યાથીૅ ઝળ્ક્યો/મજૂરી કરતાં માં-બાપનું નામ રોશન કરી 12 સાયન્સમા 99.42 PR મેળવતો વંડા ગામનો રાહુલ રાઠોડ.

અમરેલી, 17/5/20
ANO ન્યુજ
સુભાષ સોલંકી દ્વારા…

‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’…
આ ઉક્તિને સાર્થક કરનાર સિગ્મા સ્કુલ ઓફ સાયન્સના વિદ્યાર્થી રાઠોડ રાહુલ અરવિંદભાઈ ગામ વંડાની વાત છે. રાહુલના પિતા અરવિંદભાઈ લાકડાં કાપી મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાચા મકાનમાં રહી રાહુલે સપનાં સોનાના જોયા છે. તે અભ્યાસમાં ખૂબ હોંશિયાર હોવાથી તેમનાં પિતાની ઈરછા 11-12 સાયન્સ કરાવવાની હતી, પણ પોતાની આવક મર્યાદાને ધ્યાને લઈ આગળ વધી શકતાં ન હતા.

આ સમયે સિગ્મા સ્કુલ ઓફ સાયન્સ સાવરકુંડલાએ રાહુલની અભ્યાસ પ્રત્યેની લગન જોઈ તેને સાયન્સમાં એકપણ પૈસાની ફી લીધા વિના એડમિશન આપી તેનો સંપૂર્ણ ખર્ચો શાળાએ ઉપાડી લીધો હતો. ટ્રસ્ટીઓનાં પ્રેમભર્યા સ્વભાવ, પ્રિસિપાલ પ્રત્યેનો લગાવ અને શિક્ષકોની સરળ શૈક્ષણિક સમજથી રાહુલે સંપૂર્ણ માર્ગદર્શન મેળવી 12 સાયન્સની પરીક્ષા આપી.

આજે તેનું પરિણામ પત્રક હાથમાં આવતાં સિગ્મા સ્કુલ ઓફ સાયન્સ તો હર્ષની લાગણી અનુભવે છે તેની સાથોસાથ તેના માતાપિતાનાં હર્ષાશ્રુ અને રાહુલની શાળા પ્રત્યેની લાગણી સ્પષ્ટ દેખાઈ આવી હતી. રાહુલનું પરિણામ 99.42 PR સાથે A2 ગ્રેડ આવેલ છે.

તેને ભવિષ્યમાં એક સારા ડૉક્ટર બનવું છે. સર્વોત્તમ પરિણમ બદલ શાળા પરિવારે શુભાષિશ પાઠવેલ તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફને ટ્રસ્ટીઓએ અભિનંદન આપેલ.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

CRIME: અમરેલી ક્રાઈમ બ્રાંચ ટીમને મળી મોટી સફળતા/કુખ્યાત વોન્ટેડ હિસ્ટ્રિશીટર શૈલેશ ચાંદુને પંચમહાલના શિવરાજપુરથી દબોચી લેવાયો.

Sun May 17 , 2020
Share this: સા.કુંડલા સિગ્મા સ્કુલ ઓફ સાયન્સનો વિદ્યાથીૅ ઝળ્ક્યો/મજૂરી કરતાં માં-બાપનું નામ રોશન કરી 12 સાયન્સમા 99.42 PR મેળવતો વંડા ગામનો રાહુલ રાઠોડ. અમરેલી, 17/5/20 ANO ન્યુજ સુભાષ સોલંકી દ્વારા… ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’… આ ઉક્તિને સાર્થક કરનાર સિગ્મા સ્કુલ ઓફ સાયન્સના વિદ્યાર્થી રાઠોડ રાહુલ અરવિંદભાઈ ગામ […]

Breaking News