BREAKING!સાવરકુંડલાના દોલતીમાં ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુ પાસે રિકન્ટ્રકશન કરાવતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

Share this:

BREAKING!સાવરકુંડલાના દોલતીમાં ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુ પાસે રિકન્ટ્રકશન કરાવતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી, 30/5/20
ANO ન્યુજ

સાવરકુંડલા દોલતીમાં ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુ પાસે પોલીસે રિકન્સ્ટ્રકશન કરાવાયુ છે આરોપી શૈલેષ ચાંદુની કન્ફેસનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બે દિવસના રિમાન્ડ પર રહેલા શૈલેષ ચાંદુને ગઈકાલે સા.કુંડલા રૂરલ પોલીસના તપાસનીસ અધિકારી લેડી સિંઘમ એ.પી. ડોડીયા સહિતની રૂરલ પોલીસ ટીમ દ્વારા દોલતીમા પંચનામુ કરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે કેટલાક ગંભીર ગુનાઓમા સંડોવાયેલો આરોપી ગુનોઓ કરી નાસતો ફરતો હતો અમરેલી પોલીસ દ્વારા શૈલેશ ચાંદુને ‘મોસ્ટ વોન્ટેડ’ જાહેર કરાયો હતો, લાંબા સમયથી પોલીસને સંતાકુકડી રમાડતો શૈલેશ પંચમહાલના હાલોલમા છુપાયો હોવાની બાતમી અમરેલી ક્રાઈમ બ્રાંચના PI આર.કે.કરમટાને મળી હતી. LCBના PI આર.કે.કરમટા અને SOG PSI મહેશ મોરી સહિત ટીમના સંયુક્ત ઓપરેશનથી SP નિલિૅપ્ત રાયના માગૅદશૅન હેઠળ હાલોલ નજીક વોન્ટેડ આરોપીને ઝડપી પડાયો હતો.

આરોપીએ સા.કુંડલા તાબા હેઠળ અસંખ્ય ગુનાઓ નોંધાયેલ હોઈ આરોપીને સા.કુંડલા રૂરલ પોલીસને સોંપવામા આવેલ, રૂરલ પોલીસના લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયાએ આરોપીને કોટૅમા રજુ કરી રિમાન્ડની માંગણી કરતા કોટેૅ બે દિવસના રિમાન્ડ મંજુર કયાૅ હતા, રિમાન્ડ દરમિયાન આરોપીએ પોપટની જેમ કબુલાત આપી હતી જેના આધારે ગઈકાલે સા.કુંડલાના દોલતી ગામે વોન્ટેડ આરોપી શૈલેશ ચાંદુને રિકન્ટ્રકશન માટે લાવી PSI એ.પી.ડોડીયાએ પંચનામુ કયુૅ હતુ,

લેડી સિંઘમ PSI ડોડીયાએ આરોપી પાસે અન્ય ગુનાઓની વિગતો જાણવા કમરકસી છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! વાવાઝોડાની આશંકા વચ્ચે રાજ્યના બંદરો પર જારી કરાયા એલટૅ/પોરબંદરના બંદર પર લાગ્યુ 1 નંબરનુ સિગ્નલ.

Sat May 30 , 2020
Share this: BREAKING!સાવરકુંડલાના દોલતીમાં ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુ પાસે રિકન્ટ્રકશન કરાવતી સાવરકુંડલા રૂરલ પોલીસ. અમરેલી, 30/5/20 ANO ન્યુજ સાવરકુંડલા દોલતીમાં ગુજસીટોકના આરોપી શૈલેષ ચાંદુ પાસે પોલીસે રિકન્સ્ટ્રકશન કરાવાયુ છે આરોપી શૈલેષ ચાંદુની કન્ફેસનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બે દિવસના રિમાન્ડ પર રહેલા શૈલેષ ચાંદુને ગઈકાલે સા.કુંડલા રૂરલ પોલીસના તપાસનીસ અધિકારી […]

You May Like

Breaking News