BREAKING! સતત બીજા દિવસે ત્રાટક્યો વરસાદ/ખાંભાના ઈંગોરાળામા તુફાની પવન સાથે વરસાદ/જુઓ વિડીયો.

Share this:

BREAKING! સતત બીજા દિવસે ખાંભાના ઈંગોરાળામા તુફાની પવન સાથે વરસાદ/જુઓ વિડીયો.

અમરેલી,31/5/20
ANO ન્યુજ

સતત બીજા દિવસે અમરેલીના ખાંભા પંથકના ઈંગોરાળા સહિત ગામોમા તુફાની પવન સાથે વરસાદનુ આગમન થયુ છે તો અન્ય વિસ્તારોમા પણ ભારે પવન સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ છે.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા કરાયેલ આગાહી મુજબ અમરેલી જીલ્લામા સતત બીજા દિવસે ઝાટકા વાળા પવન સાથે વરસાદનુ આગમન થયુ છે ગઈકાલે સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમા વરસાદે ધમરોળ્યા બાદ આજે ખાંભાના ઈંગોરાળા આસપાસના ગામોમા તેજગતિના પવન સાથે વરસાદ પડી રહ્યો છે અમરેલીના અન્ય વિસ્તારોની જો વાત કરીએ તો હાલ અત્યારે પણ સાવરકુંડલા, રાજુલા અને ખાંભા વિસ્તારોમા વિજળીના કડાકા અને તૂફાની પવન સાથે વરસાદી માવઠા પડી રહ્યા છે જણાવી દઈએ કે આગામી ત્રણ દિવસમા ‘હિકા’ વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે જેના પગલે અમરેલીના દરિયામા ઉંચા મોજા સાથે કરંટ પણ જોવા મળી રહ્યો છે જેને લઈ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સુચના અપાઈ છે તો હાલ 700 જેટલી બોટો પરત બોલાવી દરિયા કાંઠે લાંગરી દેવામા આવી છે…

સુભાષ સોલંકી…કે ન્યુજ ગુજરાતી-અમરેલી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દિકરીઓએ આપી પિતાને કાંધ/પિતાનુ નિધન થતા ચાર દિકરીઓએ નિભાવ્યો પુત્રધમૅ.

Sun May 31 , 2020
Share this: BREAKING! સતત બીજા દિવસે ખાંભાના ઈંગોરાળામા તુફાની પવન સાથે વરસાદ/જુઓ વિડીયો. અમરેલી,31/5/20 ANO ન્યુજ સતત બીજા દિવસે અમરેલીના ખાંભા પંથકના ઈંગોરાળા સહિત ગામોમા તુફાની પવન સાથે વરસાદનુ આગમન થયુ છે તો અન્ય વિસ્તારોમા પણ ભારે પવન સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા કરાયેલ […]

You May Like

Breaking News