BREAKING! અમરેલી: ભ્રષ્ટાચારી સરપંચો પર યુવા DDO તેજસ પરમારની તવાઈ/જીલ્લાના બે સરપંચોને સસ્પેન્ડ કરાતા ભ્રષ્ટ સરપંચોમા ફફડાટ.

Share this:

BREAKING! અમરેલી: ભ્રષ્ટાચારી સરપંચો પર યુવા DDO તેજસ પરમારની તવાઈ/જીલ્લાના બે સરપંચોને સસ્પેન્ડ કરાતા ભ્રષ્ટ સરપંચોમા ફફડાટ.

અમરેલી,31/5/20
ANO ન્યુજ

અમરેલીના યુવા જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર દ્વારા ભ્રષ્ટચારી સરપંચો પર તવાઈ બોલાવતા જીલ્લામા ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે.

ખાસ્સી સુઝબૂઝ ધરાવતા અમરેલીના યુવા IAS વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર દ્વારા હાલ જીલ્લાની ગ્રામ પંચાયતોના ભ્રષ્ટાચારી સરપંચો દ્વારા કરવામા આવી રહેલી ગેરરિતી કરનાર સામે સકંજો કસ્યો છે ત્યારે ભ્રષ્ટ સરપંચોમા ફફડાટ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જીલ્લાની કેટલીક ગ્રામ પંચાયતોમા મહિલા સરપંચોના હોદ્દાનો ઉપયોગ કરી મહિલાના પતિદેવો જ તમામ વહિવટો કરતા હોય છે જે નિયમ વિરૂધ્ધ હોય અને અમૂક સરપંચો દ્વારા ગામલોકો માટે આવતી સરકારી સહાયમા યેનકેન પ્રકારે ગેરરિતી આચરી લાખો રૂપિયા રોકડા કરી લીધાની ફરીયાદો જીલ્લા વિકાસ અધિકારીશ્રી સુધી પહોંચતા તેજસ પરમાર દ્વારા હાલ આવા ભ્રષ્ટ સરપંચો પર તવાઈ શરૂ કરી તપાસ હાથ ધરી સસ્પેન્ડ કરી હોદ્દા પરથી દુર કરવાની કાયૅવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા સાવરકુંડલાના થોરડી ગામના મહિલા સરપંચના પતિ અને રાજુલાના પીપાવાવ ગામના મહિલા સરપંચના પતિ દ્વારા નાણાકીય ગેરરિતી બદલ તપાસ કરી સરપંચ પદેથી સસ્પેન્ડનો હુકમ કરતા ભ્રષ્ટાચારી સરપંચોમા ધ્રુજારી વછુટી છે.આગામી દિવસોમા પણ જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા આવા સરપંચો પર વધુ કડક હાથે કામ કરી સરકારી સહાયનો થતા દુરઉપયોગને અટકાવવા કમર કસી છે તેવુ જાણવા મળી રહ્યુ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! જાફરાબાદના દરિયામા સંભવિત વાવાઝોડાના પગલે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા કડક સુચના અપાઈ/વાંચો વિગત.

Mon Jun 1 , 2020
Share this: BREAKING! અમરેલી: ભ્રષ્ટાચારી સરપંચો પર યુવા DDO તેજસ પરમારની તવાઈ/જીલ્લાના બે સરપંચોને સસ્પેન્ડ કરાતા ભ્રષ્ટ સરપંચોમા ફફડાટ. અમરેલી,31/5/20 ANO ન્યુજ અમરેલીના યુવા જીલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર દ્વારા ભ્રષ્ટચારી સરપંચો પર તવાઈ બોલાવતા જીલ્લામા ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે. ખાસ્સી સુઝબૂઝ ધરાવતા અમરેલીના યુવા IAS વિકાસ […]

You May Like

Breaking News