BREAKING!આંબાના બગીચામા કેરી વિણતા શ્રમિક યુવક પર સિંહે કરી દીધો હુમલો/જાફરાબાદના મોટા માણસા ગામનો બનાવ/ગળુ પકડી ઢસડી ગયો સિંહ.

Share this:

BREAKING! કેરી વિણતા શ્રમિક યુવક પર સિંહે કરી દીધો હુમલો/જાફરાબાદના મોટા માણસા ગામનો બનાવ/ગળુ પકડી ઢસડી ગયો સિંહ.

અમરેલી,2/6/20
ANO ન્યુજ

અમરેલીના મોટામાણસા ગામે શ્રમિક યુવક પર સિંહે હુમલો કયાૅની ઘટના સામે આવતા ફફડાટ મચ્યો છે…વારંવાર લાયન શો દ્વારા સિંહની પજવણીથી સિંહ ખીજાયાની આશંકા વચ્ચે હુમલો થયાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે..

સામાન્ય રીતે સિંહો માણસ ઉપર હુમલો કરતો નથી ત્યારે જાફરાબાદના મોટા માણસ ગામે વહેલી સવારે આંબાની વાડી માં બેઠેલા સિંહે શ્રમિક યુવાન ઉપર અચાનક હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે આજે વહેલી સવારના સમયમાં જાફરાબાદના મોટામાણસા ગામે ૧૮ વર્ષીય મુન્ના નામનો યુવક આંબાના બગીચામાં કેરી વિણવા માટે ગયો હતો ત્યારે ત્યાં બેઠેલા સિંહે તેની પર હુમલો કર્યો હતો અને ગળાના ભાગેથી પકડી ઢસડી જતા યુવાનની ચિંસોથી ખેડૂતોએ હાકલા પડકારા કરતા સિંહ ભાગી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે તાત્કાલીક ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સિંહ સામાન્ય રીતે માણસો પર હુમલો કરતા નથી પરંતુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે લાયન શો કરીને સિંહોની પજવણી કરવામાં આવતી હોવાની ફરિયાદો છે વન વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.સિંહને પકડીને તપાસ હાથ ધરાશે તેવી વિગતો હાલ જાણવા મળી રહી છે…

સુભાષ સોલંકી…કે ન્યુજ ગુજરાતી- અમરેલી

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી: ગુજરાતમા ટકરાશે નહી વાવાઝોડુનુ જાહેર બાદ જાફરાબાદના દરિયા કિનારે લાગ્યુ 2 નંબરનુ સિગ્નલ/અગમચેતીના તમામ પગલા શરૂ.

Tue Jun 2 , 2020
Share this: BREAKING! કેરી વિણતા શ્રમિક યુવક પર સિંહે કરી દીધો હુમલો/જાફરાબાદના મોટા માણસા ગામનો બનાવ/ગળુ પકડી ઢસડી ગયો સિંહ. અમરેલી,2/6/20 ANO ન્યુજ અમરેલીના મોટામાણસા ગામે શ્રમિક યુવક પર સિંહે હુમલો કયાૅની ઘટના સામે આવતા ફફડાટ મચ્યો છે…વારંવાર લાયન શો દ્વારા સિંહની પજવણીથી સિંહ ખીજાયાની આશંકા વચ્ચે હુમલો થયાનુ અનુમાન […]

You May Like

Breaking News