BREAKING! રાજુલાના આગરીયા નજીક હાઈવે પર પડ્યો જીવતો ઈલેવન તાર/કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ/સદનસીબે જાનહાની ટળી/જુઓ વિડીયો.

Share this:

BREAKING! રાજુલાના આગરીયા નજીક હાઈવે પર પડ્યો જીવતો ઈલેવન તાર/વાહન વ્યવહાર ઠપ્પ/સદનસીબે જાનહાની ટળી.

અમરેલી,2/6/20
ANO ન્યુજ

સાવરકુંડલા- રાજુલા – પીપાવાવ હાઈવે પર વાડી લાઈનનો જીવિત ઈલેવન તાર કોઈ કારણોસર રોડ પર તુટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો જોકે સ્થાનિક લોકોની મદદથી જીવિત તારને હટાવી દેવાતા મોટી દુઘૅટના ટળી હતી.

અમરેલી- સાવરકુંડલા- રાજુલા હાઇવે પર મોટા આગરીયા ગામ નજીક સાંજના સમયે વાડી લાઈનનો પસાર થતો જીવીત ઈલેવન લાઈનનો તાર તુટતા કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો જોકે નજીકમાથી દોડી આવેલ ખેડુતો અને વાહન ચાલકોની મદદથી સાવચેતી પૂવૅક જીવિત ઈલેવન તારને ખસેડાતા વાહન વ્યવહાર પુન: શરુ થયેલ રાહદારીઓ અને ખેડુતોની મદદથી સદનસીબે જાનહાની થતા અટકી ગઈ હતી એકબાજુ વરસાદી માહોલથી માગોૅ ભેજવાળા હોવાથી સ્પાકૅ થતા ઝડપથી દુઘૅટના બનતી હોય છે સદનસીબે દુઘૅટના ટળતા રાહદારીઓના અધ્ધરતાલ થયેલા શ્વાસ બેઠા હતા.

ઉપરોક્ત ઘટના ત્યાંથી પસાર થતા આંબરડી ગામના હિરેનભાઈ ત્રિવેદીએ પોતાના મોબાઈલમા કેદ કરી લીધી હતી.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સા.કુંડલાના નાળ ગામે વિજળી પડતા 14 બકરાઓના મોત/માલધારી ચિંતામા ગરકાવ.

Tue Jun 2 , 2020
Share this: BREAKING! રાજુલાના આગરીયા નજીક હાઈવે પર પડ્યો જીવતો ઈલેવન તાર/વાહન વ્યવહાર ઠપ્પ/સદનસીબે જાનહાની ટળી. અમરેલી,2/6/20 ANO ન્યુજ સાવરકુંડલા- રાજુલા – પીપાવાવ હાઈવે પર વાડી લાઈનનો જીવિત ઈલેવન તાર કોઈ કારણોસર રોડ પર તુટતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો જોકે સ્થાનિક લોકોની મદદથી જીવિત તારને હટાવી દેવાતા મોટી દુઘૅટના […]

You May Like

Breaking News