રાજ્યના યુવાનો,વિદ્યાથીૅઓ માટે સરકાર દ્વારા SC,BC,OBC વગોૅ માટે જાતિ પ્રમાણપત્રોની મૂદત 1 વષૅ સૂધી લંબાવાઈ.

Share this:

રાજ્યના યુવાનો,વિદ્યાથીૅઓ માટે સરકાર દ્વારા SC,BC,OBC વગોૅ માટે જાતિ પ્રમાણપત્રોની મૂદત 1 વષૅ સૂધી લંબાવાઈ.

અમરેલી,6/6/20
ANO ન્યુજ

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય

SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી

જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.૩૧ માર્ચ-ર૦ર૧ સુધી માન્ય રાખવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી વધારી આપવામાં આવી છે

OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.૩૧-૩-ર૦ર૦ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.૩૧-૩-ર૦ર૧ સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે

આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહિ

લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે અને તા.૩૧ માર્ચ-ર૦ર૦ એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે

રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી: લિલીયાની બજારમા નિકળતી નાવલી બે કાંઠે વહેતી થઈ/બાબરા,લાઠીમા સમી સાંજે પડ્યો ધોધમાર વરસાદ/જુઓ વિડીયો.

Sat Jun 6 , 2020
Share this: રાજ્યના યુવાનો,વિદ્યાથીૅઓ માટે સરકાર દ્વારા SC,BC,OBC વગોૅ માટે જાતિ પ્રમાણપત્રોની મૂદત 1 વષૅ સૂધી લંબાવાઈ. અમરેલી,6/6/20 ANO ન્યુજ રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની […]

You May Like

Breaking News