મોરાબાપુના નિવેદન મામલે સા.કુંડલાના ભક્તિબાપુએ સમથૅન આપતા શું જણાવ્યુ?/ જુઓ વિડીયો.

Share this:

મોરાબાપુના નિવેદન મામલે સા.કુંડલાના ભક્તિબાપુએ સમથૅન આપતા શું જણાવ્યુ?/ જુઓ વિડીયો.

અમરેલી, 9/6/20
ANO

નમ્ર અપીલ સાથે સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિરામ બાપુ ગોંડલિયાએ જણાવ્યુ કે હાલમાં સોશિયલ મિડિયામાં પ્રસિધ્ધ સંત મોરારીબાપુ વિરુધ્ધ કેટલાક નિવેદનો ચાલી રહ્યાં છે.

ખાસ કરીને આહિર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ વ્યવસ્થીત રીતે કરવામાં આવી રહ્યો છે.

પ્રથમ વાત કરીએ મોરારીબાપુ દ્વારા દ્વારીકામાં કૃષ્ણભગવાનના અંતિમ દિવસોના દ્રષ્યની તો નાનપણમાં અમરચિત્ર કથા જો કોઈએ વાંચી હોય તો તેમાં બાપુએ કરેલા વર્ણન પ્રમાણેના દ્રષ્યોવાળી વાર્તા આવે છે. આ ઉપરાંત સંસ્કૃત સાહિત્યમાં પણ યાદવોના અંતિમ સમયની વાત આ રીતે વર્ણવી છે, આમાં મુળ આશય લોકોને મદીરાપાનથી દુર રાખવા માટે અપાતા ઉદાહરણનો હતો. બાપુની જે તે દિવસની આખી કથા જો સાંભળો તો બાપુ આ બે ચાર મીનીટમાં જે વર્ણન કરે છે તે તેના સંદર્ભે છે. પરંતુ કોઈક વાંક દેખાએ માત્ર આ ટુકડો જ સોશિયલ મિડિયામાં ચગાવી બાપુને પ્રિય એવી આહિર જ્ઞાતી અને બાપુ વચ્ચે વૈમન્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી વાત કે બાપુ પચાસ વર્ષથી લગભગ કથા કરે છે. કરોડો શબ્દો બોલ્યા હશે, હજારો ટોપીક પર પ્રવચન આપ્યુ હશે તો એમની પણ કદાચ નાની મોટા ભુલ થાય, કારણ કે બાપુને રામ પ્રસન્ન થયા છે બાપુ સ્વંમ રામ નથી એટલે કે તેનાથી ભુલ ન થાય. પરંતુ જે  રીતે સોશિયલ મિડિયામાં બાપુ વિરુધ્ધ ચાલી રહ્યું છે તે તત્કાલ બંધ થવુ જોઈએ એવી મારી નમ્ર અપીલ છે. આહિર જ્ઞાતી દિલાવર કોમ છે. કદાચ, કંઈ કહેવાય ગયુ હોય તો પછી બાપુના નિવદેન બાદ આ પ્રકરણ પર પડદો પડવો જોઈએ. ભાઈ અંબરિશભાઈ ડેરે પણ ખુબ સરસ વાત કરી  છે.

ફરી એક વખત તમામ યદુવંશીઓને જયશ્રી કૃષ્ણ…

ભક્તીરામ ગોંડલીયા
માનવ મંદિર , હાથસણી-સાવરકુંડલા

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! બગસરાના હામાપુરમા વરસાદ બન્યો કાળ/બળદગાડા સહિત 7 વ્યક્તિ તણાયા/મહિલા સહિત 4 લોકોના મૂત્ય, 3નો બચાવ.

Tue Jun 9 , 2020
Share this: મોરાબાપુના નિવેદન મામલે સા.કુંડલાના ભક્તિબાપુએ સમથૅન આપતા શું જણાવ્યુ?/ જુઓ વિડીયો. અમરેલી, 9/6/20 ANO નમ્ર અપીલ સાથે સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિરામ બાપુ ગોંડલિયાએ જણાવ્યુ કે હાલમાં સોશિયલ મિડિયામાં પ્રસિધ્ધ સંત મોરારીબાપુ વિરુધ્ધ કેટલાક નિવેદનો ચાલી રહ્યાં છે. ખાસ કરીને આહિર સમાજને ગુમરાહ કરવાનો પ્રયાસ વ્યવસ્થીત રીતે કરવામાં આવી […]

You May Like

Breaking News