CRIME: અમરેલી SOG ટીમે અનડીટેકટ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા.

Share this:

CRIME: અમરેલી SOG ટીમે અનડીટેકટ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા.

અમરેલી,10/6/20
ANO ક્રાઈમ ન્યુજ

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા, તેમજ જીલ્લા માં મિલ્કીત સબંધી જે ગુન્હાીઓ બનેલ હોય, અને આવા ગુન્હા ઓ વણ શોધાયેલ હોય, તેવા ગુન્હાાઓ નો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી પાડવા સધળા પ્રયત્નો, કરવા અને આવા વણશોધાયેલ ગુન્હાકઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદશર્ન મુજબ એસ.ઓ.જી. અમરેલીના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ., મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી સીટી પો.સ્ટે.,માં દાખલ થયેલ ફ.ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૩૨૦૧૦૭૭/૨૦૨૦, આઇ.પી.સી.કલમ-૩૯૪, ૧૧૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો લુંટનો ગુન્હો રજી. થયેલ હોય, અને આ કામે અજાણ્યા આરોપીઓ લુંટ મચાવી નાશી છુટેલ હતા જે ગુન્હા અનુસંઘાને ટેક્નીકલ સોર્સથી તથા ખાનગી બાતમીદારોથી માહિતી એકત્રીત કરી સદરહું લુંટ કરનાર બે ઈસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ-
1️⃣ ભાવેશભાઇ ભીખાભાઇ ગજેરા, ઉ.વ.-૩૬, ઘંઘો-ગેરેજનો, રહે. પ્લોટ વિસ્તાર, બાંઘણીયા, તા.વડીયા, જી.અમરેલી.
2️⃣ સાગરભાઇ જયંતીભાઇ ચાવડા, ઉ.વ.-૨૨, ઘંઘો-હીરાઘસવાનો, રહે.રામજીમંદિર વાળી શેરી, બાંભણીયા, તા.વડીયા, જી.અમરેલી.

બનાવની વિગત ઃ-
આ કામે ફરિયાદીશ્રી બેંકમાં નોકરી કરતા હોય, અને બપોરનાં સમયે જમવા જતા હતા તે સમયગાળા દરમિયાન જેશીંગપરા બ્રીજ ઉપર પહોંચતા બે અજાણ્યા ઈસમો લાલ કલરની મોટર સાયકઇ ઉપર મોઢા ઉપર રૂમાલ બાંઘી આવેલા અને વાહન ઉભુ રાખવાનું કહેતા ફરિયાદીશ્રીએ પોતાનું વાહન ઉભુ રાખતા, અને મો.સા.નીચે ઉતરતા, મો.સા.માંથી બે અજાણયા માણસો નીચે ઉતરી પાછળ બેસેલ વ્યકિતએ પાવડાનાં હાથા વડે આડેઘડ ફરિયાદીશ્રીને માર મારવા લાગેલા, અને ફરિયાદીશ્રીનાં ખીસ્સામાંથી રૂા.૩૦,૦૦૦/- ની લુંટ કરી જતા-જતા કહેતા ગયેલ કે, ’’ફરિયાદશ્રીનાં લીવ ઇન રીલેસનશીપમાં રહેતી રીન્કુને પોતાનાં પીયરમાં મોકલી દેજે નહીતર તને પતાવી દેવો પડશે’’ તેમ કહી નાછી છુટેલા હતા. આ કામે ખાનગી બાતમીદારો અને ટેકનીકલ સોર્સથી ઉંડાણ પુર્વંક તપાસ કરતા મજકુર ઈસમોને પોતાનાં રહેણાંક મકાનેથી ઝડપી પાડેલ અને તેઓની ઉંડાણપુર્વંક પુછપરછ કરતા સદરહું ગુન્હાને અંજામ આ પકડાયેલ બન્ને ઈસમોએ આપેલ હતો તેવી કબુલાત આપેલ છે પકડાયેલ આરોપી ભાવેશ ભીખાભાઇ ગજેરા, પાસેથી રોકડ રૂા.૫૦૦૦/- જેમાં ૫૦૦ નાં દરની ભારતીય ચલણીનોટ નંગ-૧૦ કબ્જે કરવામાં આવેલ છે. જે અન્વયે પકડાયેલ આરોપી તથા રોકડા રૂા.૫૦૦૦/- તથા ઉપયોગમાં લીઘેલ મો.સા. વિ. મુદ્દામાલ પો.ઈન્સ.,શ્રી અમરેલી સીટી પો.સ્ટે.,નાઓને વઘુ તપાસ અર્થે સોંપી આપેલ છે.

આમ, પઅમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ, નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ. શ્રી મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી સીટી પો.સ્ટે.,માં દાખલ થયેલ ફ.ગુ.ર.નં.-૧૧૧૯૩૦૦૩૨૦૧૦૭૭/૨૦૨૦, આઇ.પી.સી.કલમ-૩૯૪, ૧૧૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના અનડીટેકટ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલીમા વધુ એક પોઝિટીવ કેસ/સા.કુંડલાના દેતડ ગામે પુરૂષનો કોરોના રિપોટૅ પોઝિટીવ/જીલ્લામા કૂલ આંક 20 થયો.

Thu Jun 11 , 2020
Share this: CRIME: અમરેલી SOG ટીમે અનડીટેકટ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં દબોચી લીધા. અમરેલી,10/6/20 ANO ક્રાઈમ ન્યુજ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર […]

You May Like

Breaking News