BREAKING! ગુજરાતમા અનલૉક-2 ની તૈયારીઓ શરૂ/1 જુલાઇથી સ્કૂલ સિવાય બધું જ ખૂલી શકે છે/જાણો વિગતે.

Share this:

BREAKING! ગુજરાતમા અનલૉક-2 ની તૈયારીઓ શરૂ/1 જુલાઇથી સ્કૂલ સિવાય બધું જ ખૂલી શકે છે/જાણો વિગતે.

અમરેલી,24/6/20
ANO ન્યુજ

ઓપન ફોર ઓલ જિમ, સિનેમા, ટ્રેનો સહિતનું જાહેર પરિવહન વગેરે થશે ધમધમતું

લોકડાઉનમાં ચાર તબક્કા બાદ અનલોક – 1 ચાલી રહ્યું છે. જે 30મી જૂન સુધી ચાલશે.

અનલોક – 1માં જીમ, રેસ્ટોરન્ટ સાંજે સાત વાગ્યા સુધી જ ખુલ્લા રહે છે ત્યારે 1 જૂલાઈથી સ્કૂલ સિવાય બધું ખોલવાનો અંદરખાને સરકારે નિર્ણય કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

15 ઓગસ્ટ સુધી સ્કૂલ બંધ રહેશે. જ્યારે કડક નિયમો સાથે જીમ અને સિનેમા હોલ ખોલવામાં આવશે. 50 ટકા લોકોને સિનેમામાં એન્ટ્રી આપવામાં આવશે.

જ્યારે જીમમાં પણ 50% લોકો જ અંદર એન્ટ્રીના નિયમો બનાવી ખોલવાની છૂટ આપવાનો પ્લાન બનાવી લેવામાં આવ્યો છે તે ઉપરાંત રાત્રી ક્ફર્યુ હટાવાની ગંભીર વિચારણા ચાલી રહી છે.

અનલોક-2.0 1 જૂલાઈથી અમલમાં આવે તેવી સંભવના છે.

અનલોક – 2.0ને લઈને રાજ્ય સરકાર સામે કરવામાં આવેલે બે મુખ્ય માગણીઓમાં દુકાનો – ધંધાકીય એકમો ખુલલારા રાખવાના કલાકો વધારવા અને રાત્રી કર્ફ્યૂનો સમય ઘટાડવાનો સમાવેશ થાય છે.

સાંજે 7 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેતી હોવાથી ધંઘને મોટું નુકશાન થતું હોવાની ફરિયાદને આધારે આ સમયગાળો વધારવાનો નિર્ણય લેવામાં આવશે.

રેસ્ટોરન્ટ અને જિમ એસો.ની મુખ્યમંત્રીને રજૂઆત

હાલ રાજ્ય સરકાર દ્વારા નકકી કરવામાં આવેલી સમય મર્યાદાની સૌથી માઠી અસર રેસ્ટોરન્ટ બેઝનેશ પર પડી છે. 80 ટકાથી વધુ રેસ્ટોરન્ટનો બિઝનેસ સાંજે શરુ થાય છે. હાલ માત્ર 10% જ ધંધો હોવાથી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવતા તેમાં સમય મર્યાદા વધારવાની ખાત્રી આપવામાં આવી છે. જ્યારે બંધ પડેલા જીમ પણ 1 જુલાઈથી ખોલવામાં આવશે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! સાવરકુંડલાએ બતાવ્યુ ખમીર/મોબાઈલ,કરિયાણા બાદ આજે ગારમેન્ટ અેસોશીયનનો મહત્વનો નિણૅય/બપોરે 3 સુધી ખુલ્લી રહેશે દુકાનો.

Thu Jun 25 , 2020
Share this: BREAKING! ગુજરાતમા અનલૉક-2 ની તૈયારીઓ શરૂ/1 જુલાઇથી સ્કૂલ સિવાય બધું જ ખૂલી શકે છે/જાણો વિગતે. અમરેલી,24/6/20 ANO ન્યુજ ઓપન ફોર ઓલ જિમ, સિનેમા, ટ્રેનો સહિતનું જાહેર પરિવહન વગેરે થશે ધમધમતું લોકડાઉનમાં ચાર તબક્કા બાદ અનલોક – 1 ચાલી રહ્યું છે. જે 30મી જૂન સુધી ચાલશે. અનલોક – 1માં […]

You May Like

Breaking News