CRIME: ડોકટરોને ખોટીરીતે હેરાન પરેશાન કરી બળજબરીથી મોટી રકમોના તોડ કરતા AT THIS TIMEના નકલી પત્રકારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

Share this:

CRIME: ડોકટરોને ખોટીરીતે હેરાન પરેશાન કરી બળજબરીથી મોટી રકમોના તોડ કરતા AT THIS TIMEના નકલી પત્રકારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ.

અમરેલી,6/7/20
ANO ન્યુજ

હાલ વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસ અનુસંધાને તમામ હોસ્પિટલ તથા દવાખાનાઓને ખુલ્લા રાખવા અને દર્દીઓને વ્યવસ્થિત સારવાર કરવા રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્રારા સુચના થઇ આવેલ હોય જે આધારે ગ્રામ્ય વિસ્તારોમા જુદા જુદા વિસ્તારોમા સ્થાનીક હોસ્પિટલ દવાખાના કાર્યરત હોય અને ગ્રામ્ય સ્તરે લોકોને સારવાર કરી રહયા હોય તેવા ડોકટરો પાસેથી પત્રકારો તરીકે ડોકટરો પાસેથી વિવિધ પ્રકારની માહીતીઓ મેળવી બદનામ ન કરવા માટે બળજબરીથી રોકડા રુપિયા પડાવવાના પ્રયાસો કરતા હોવાની રજુઆત થતા વીગતવારની ફરીયાદ લઇ ફરીયાદ રજીસ્ટર કરાવેલ જે આધારે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નીર્લિપ્ત રાય સાહેબ નાઓએ આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચોધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી એ.પી.ડોડીયા સાહેબ તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્રારા તપાસ દરમયાન આરોપીઓને પકડી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ, અને આ ટોળકી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા અને નાના મોટા દવાખાનુ ચલાવતા ડોકટરો પાસે જઇ AT THIS TIME ના પત્રકાર હોવાનુ કહી બળજબરીથી ધમકાવી તેમજ માનસીક ટોર્ચર કરી ફરીયાદ તથા સાહેદોને બોગસ ડોકટરો હોવાનુ કહી મોટી રકમની માંગણી કરી તેમજ અલગ-અલગ સાહેદો /ડોકટરો પાસેથી રોકડા રૂપિયા ૩૧૦૦ /-તથા રૂપિયા ૧૫,૦૦૦/- મેળવી પૈસા ન આપેતો ન્યુઝ પેપરમા છાપવાની ધમકી બ્લેકમેઇલ કરી દવાખાનાને બદનામ કરવાની ધમકી આપેલ છે.જે આધારે ફરીયાદી શ્રીની વીગતવારની ફરીયાદ લઇ સ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશને એફ.આઇ.આર નંબર – ૧૧૧૯૩૦૫૩૨૦૦૫૮૯/૨૦૨૦ IPC કલમ- ૪૪૭, ૩૮૪, ૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આ કામની તપાસ લેડી સિંઘમ PSI એ.પી.ડોડીયા ચલાવી રહયા છે.

પકડાયેલ આરોપી.
(૧) અનવરભાઇ ઇબ્રાઇમભાઇ પઠાણ રહે. સાવરકુંડલા મણીનગર, મસ્જીદની સામે તા- સાવરકુંડલા
(૨) કાયદાના સંઘર્ષમા આવેલ બાળકીશોર

આમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ સાવરકુંડલા રૂરલના લેડી સિંઘમ PSI શ્રી એ.પી.ડોડીયા સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્રારા ડોકટરોને ખોટીરીતે હેરાન પરેશાન કરી બળજબરીથી મોટી રકમોના તોડ કરતા અને પ્રયાસો કરતા બોગસ પત્રકારો વિરૂધધ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ આરોપી વિરૂધધ કાયદેસરની કાર્યવાહી કરી બાકીના ઇસમોને પકડવા ચક્રો ગતીમાન કરેલ છે.

Subhash Solanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

BREAKING! અમરેલી જીલ્લાના મેડિકલ સ્ટોર સંચાલકોએ સ્વૈચ્છીક બંધ કયુૅ Paracetamolનુ વેચાણ/તબીબોએ પણ આવા દદીૅ નહી લેવા તંત્રની ગાઈડ લાઈન મુજબ લીધો નિણૅય.

Mon Jul 6 , 2020
Share this: CRIME: ડોકટરોને ખોટીરીતે હેરાન પરેશાન કરી બળજબરીથી મોટી રકમોના તોડ કરતા AT THIS TIMEના નકલી પત્રકારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ. અમરેલી,6/7/20 ANO ન્યુજ હાલ વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસ અનુસંધાને તમામ હોસ્પિટલ તથા દવાખાનાઓને ખુલ્લા રાખવા અને દર્દીઓને વ્યવસ્થિત સારવાર કરવા રાજય સરકાર […]

You May Like

Breaking News